ENG vs NZ: ઇગ્લેન્ડ સામેની જીતના હીરો રચિન રવિન્દ્રનું રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકર સાથે છે ખાસ કનેક્શન
ENG vs NZ: વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને આસાનીથી હરાવ્યું હતું.
Rachin Ravindra: વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને આસાનીથી હરાવ્યું હતું. આ મેચમાં જોસ બટલરની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડને 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડને જીતવા માટે 283 રનનો ટાર્ગેટ હતો. ડ્વેન કોનવે અને રચિન રવિન્દ્રની શાનદાર સદીની ઇનિંગ્સને કારણે કિવી ટીમે એકતરફી જીત નોંધાવી હતી. ડ્વેન કોનવેએ 121 બોલમાં અણનમ 152 રન કર્યા હતા. જ્યારે રચિન રવિન્દ્ર 96 બોલમાં 123 રન ફટકારી અણનમ પરત ફર્યો હતો.
Rachin Ravindra talking the story about his name.
— Johns. (@CricCrazyJohns) October 5, 2023
Ra from "Ra"hul Dravid.
chin from Sa"chin" Tendulkar pic.twitter.com/weHi5GKkg9
મૂળ ભારતીય છે રચિન રવિન્દ્ર
પરંતુ શું તમે ભારતીય મૂળના રચિન રવિન્દ્ર વિશે જાણો છો? વાસ્તવમા રચિન રવિન્દ્રની વાર્તા ખૂબ જ ફિલ્મી રહી છે. રચિન રવિન્દ્રના પિતા ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરના મોટા પ્રશંસક છે. આ રીતે પિતાએ પોતાના બે મનપસંદ ક્રિકેટરોના નામ જોડીને પુત્રનું નામ રચિન રવિન્દ્ર રાખ્યું છે. રાહુલ અને સચિનને જોડીને 'રચિન' નામ બનાવવામાં આવ્યું છે. તેના પિતાની જેમ રચિન રવિન્દ્ર પણ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરનો મોટો ફેન છે.
રચિન રવિન્દ્ર સોશિયલ મીડિયા પર સતત ટોપ ટ્રેન્ડમાં છે. સોશિયલ મીડિયા પર પણ ચાહકો સતત રચિન રવિન્દ્રના નામ અને સફર વિશે વાત કરી રહ્યા છે. વાસ્તવમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં રચિન રવિન્દ્રએ બેટિંગ સિવાય બોલિંગમાં પણ પોતાનો જાદુ દેખાડ્યો હતો. રચિન રવિન્દ્રએ ઈંગ્લેન્ડના ખતરનાક બેટ્સમેન હેરી બ્રુકને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન માટે રચિન રવિન્દ્રને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપની પ્રથમ મેચમાં વર્લ્ડ કપ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડે 283 રનનો ટાર્ગેટ 36.2 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ન્યુઝીલેન્ડ માટે કોન્વેએ 121 બોલમાં 152 રનની અણનમ ઇનિંગ રમી હતી. કોન્વેવેપણ રચિન સાથે સારી રીતે મળી ગયો. રચિને 96 બોલમાં 123 રન બનાવ્યા હતા. આ બંને વચ્ચે બીજી વિકેટ માટે 271 રનની અણનમ ભાગીદારી થઈ હતી. વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લેન્ડ માટે આ હાર ખૂબ જ પીડાદાયક છે. ન્યૂઝીલેન્ડે 2019ની ફાઇનલમાં મળેલી હારનો બદલો પ્રથમ મેચમાં જ લઈ લીધો છે.