ENG vs SL: શ્રીલંકાએ ઇંગ્લેન્ડને 8 વિકેટે હરાવ્યું, વિશ્વ ચેમ્પિયન પર વર્લ્ડ કપમાંથી બહાર થવાનો ખતરો
ENG vs SL: શ્રીલંકાએ ઈંગ્લેન્ડને 8 વિકેટે હરાવ્યું છે. શ્રીલંકાએ 157 રનનો ટાર્ગેટ 25.4 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. શ્રીલંકા માટે નિસાન્કાએ 77 રનની અણનમ ઇનિંગ રમી હતી અને સદિરાએ 65 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ENG vs SL: શ્રીલંકાએ ઈંગ્લેન્ડને 8 વિકેટે હરાવ્યું છે. શ્રીલંકાએ 157 રનનો ટાર્ગેટ 25.4 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. શ્રીલંકા માટે નિસાન્કાએ 77 રનની અણનમ ઇનિંગ રમી હતી અને સદિરાએ 65 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ પહેલા લેહિરુએ 33.2 ઓવરમાં ત્રણ વિકેટ લઈને ઈંગ્લેન્ડની ઈનિંગને 156 રનમાં સમેટી દીધી હતી. ઈંગ્લેન્ડની 5 મેચમાં આ ચોથી હાર છે. હવે ઈંગ્લેન્ડ માટે સેમિફાઈનલમાં પહોંચવું ઘણું મુશ્કેલ છે.
Lahiru Kumara returns to the Sri Lanka setup with a bang 👊
— ICC (@ICC) October 26, 2023
He wins the @aramco #POTM for his match-winning bowling performance.#CWC23 | #ENGvSL pic.twitter.com/Pnme2dHGhS
વર્લ્ડ કપ 2023માં ઈંગ્લેન્ડની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે શ્રીલંકાએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ શ્રીલંકાના બોલરોએ ઈંગ્લેન્ડને માત્ર 33.2 ઓવરમાં 156 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જવાબમાં શ્રીલંકાએ 2 વિકેટ ગુમાવીને 25.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. શ્રીલંકા માટે, પથુમ નિસાન્કાએ 77 રનની અણનમ ઇનિંગ્સ અને સાદિરા સમરવિક્રમાએ 65 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. બોલિંગમાં શ્રીલંકા તરફથી લાહિરુ કુમારાએ 3 વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાએ શરૂઆતથી અંત સુધી મેચ પર નિયંત્રણ રાખ્યું હતું. બોલિંગથી લઈને ફિલ્ડિંગ અને બેટિંગ સુધી શ્રીલંકાએ કોઈ પણ ક્ષણે ઈંગ્લેન્ડને હાવી થવા નહોતી દીધી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ બેટિંગ સાધારણ જોવા મળી હતી. ટીમ માટે બેન સ્ટોક્સે સૌથી વધુ 43 રનની ઇનિંગ રમી હતી. કુલ 6 બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા. આ સમયગાળા દરમિયાન શ્રીલંકાએ પોતાની ચુસ્ત બોલિંગથી ઈંગ્લિશ બેટ્સમેનોને હાથ ખુલ્લા કરવાનો મોકો આપ્યો નહોતો. શ્રીલંકા તરફથી લાહિરુ કુમારાએ શાનદાર પ્રદર્શન કર્યું અને 3 વિકેટ લીધી. જ્યારે રાજીથા અને મેથ્યુસને 2-2 અને તિક્ષણાને 1 સફળતા મળી હતી.
શ્રીલંકાએ શરૂઆતમાં 2 વિકેટ ગુમાવીને પણ સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું
157 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાએ 9.4માં બે વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં ઝડપી બેટિંગ કરી રહેલા કેપ્ટન મેન્ડિસનો પણ સમાવેશ થાય છે. ઇંગ્લેન્ડના ડેવિડ વિલીએ બંને સફળતા અપાવી. શ્રીલંકાને પહેલો ફટકો બીજી ઓવરના પાંચમા બોલ પર ઓપનર કુસલ પરેરાના રૂપમાં લાગ્યો હતો જે 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ છઠ્ઠી ઓવરના બીજા બોલ પર કેપ્ટન કુસલ મેન્ડિસ 11 રન બનાવીને આઉટ થયો હતો.
આ પછી, ઓપનર પથુમ નિસાંકા અને સદિરા સમરવિક્રમાએ ત્રીજી વિકેટ માટે અણનમ 137* (122 બોલ)ની ભાગીદારી કરી અને ટીમને જીતના ઉંબરે પહોંચાડી. આ દરમિયાન, નિસાન્કાએ 83 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 77* રન બનાવ્યા અને સદિરા સમરવિક્રમાએ 54 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 65* રન બનાવ્યા.



















