શોધખોળ કરો
Advertisement
એક સપ્તાહમાં ક્રિકેટના મેદાન પર પરત ફરશે આ ટીમના ખેલાડી, પહેલા બોલરો શરૂ કરશે ટ્રેનિંગ
બોલરો અલગ અલગ કાઉન્ટી મેદાન પર પ્રેક્ટિસ કરશે અને આ દરમિયાન તેમની સાથે કોચ, ફિઝિયો સાથે હશે.
નવી દિલ્હીઃ કોરોનાવાયરસના કહેરને કારણે સમગ્ર વિશ્વમાં 13 માર્ચ બાદથી કોઈ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચનું આયોજન નથી થયું. મોટાભાગના દેશોમાં લોકડાઉન હોવાને કારણે ખેલાડીઓને ટ્રેનિંગ પણ તક નથી મળી શકી. પરંતુ હવે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત અનેક મોટા દેશોએ રમતને પાટા પર લાવવાનો પ્રયત્ન શરૂ કર્યા છે. ઇંગ્લેન્ડના ક્રિકેટર્સ આગામી સપ્તાહથી ખાનગી ટ્રેનિંગ શરૂ કરશે.
ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે આગામી સપ્તાહથી ખેલાડીઓના ટ્રેનિંગ પર પરત ફરવાની જાણકારી આપી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટના ડાયરેક્ટર એશ્લે જાઈલ્સે કહ્યું, “આ રતમની વાપસી માટે લેવામાં આવેલ શરૂઆતના પગલા છે.”
બીબીસીના રિપોર્ટ અનુસાર, બોલરો અલગ અલગ કાઉન્ટી મેદાન પર પ્રેક્ટિસ કરશે અને આ દરમિયાન તેમની સાથે કોચ, ફિઝિયો અને જો જરૂરત પડશે તો સ્ટ્રેંથ એન્ડ કંડીશનિંગ કોચ પણ રહેશે. બાકીના અન્ય ખેલાડીઓ બે સપ્તાહ બાદ પ્રેક્ટિસ કરશે.
ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) સરકારની સાથે કોરોનાવાયરસને કારણે રમતની સુરક્ષિત વાપસી માટે મળીને કામ કરી રહ્યા છે. માર્ચના મધ્યથી ઇંગ્લેન્ડમાં તમામ પ્રકારની ક્રિકેટની ગતિવિધિઓ બંધ છે. ઈસીબીએ કહ્યું કે, તમામ પ્રકારનું પ્રોફેશનલ ક્રિકેટ એક જુલાઈ સધી પ્રતિબંધિત રહેશે.
ઇન્ડિયન ક્રિકેટ્સ કરી શકે છે ટ્રેનિંગ
એવી જાણકારી સામે આવી ચે કે 18 મેથી શરૂ થનાર લોકડાઉનવ 4.0 દરમિયાન ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સને પણ ટ્રેનિંગ માટે છૂટ મળી શકે છે. બીસીસીઆઈ ખેલાડીઓની ટ્રેનિંગ પર પરત ફરવા માટે સરકાર સાથે વાત કરી રહી છે. બીસીસીઆઈએ જાણકારી આપી છે કે ખેલાડીઓ ટૂંકમાં જ પોતાના ઘરની નજીક ક્રિકેટ સ્ટેડિયમમાં તૈયારી શરૂ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion