શોધખોળ કરો
Advertisement
ફેસબુક મેસેન્જરમાં આવ્યો મોટો ચેન્જ, હવે ઇન્સ્ટાગ્રામની જેમ મળશે આ નવા ફિચર્સ
ફેસબુક મેસેન્જરને મળનારા આ નવા ફિચર્સ ઇન્સ્ટાગ્રામની સાથે મર્જરનો ભાગ છે. આ મર્જરમાં માત્ર મેસેજન્જરને નહીં પરંતુ ઇન્સ્ટાગ્રામને પણ નવા નવા ફિચર્સ મળ્યા છે
નવી દિલ્હીઃ ફેસબુક મેસેન્જર એપ હવે તમને નવા રૂપમાં દેખાશે. તાજેતરમાં જ ફેસબુકે ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટર મેસેજને ફેસબુક મેસેન્જરની સાથે મર્જ કરવાનો ઓપ્શન ઉપલબ્ધ કરાવ્યો છે. હવે મેસેજનર પણ ઇન્સ્ટાગ્રામના રંગમાં રંગઇ ગયુ છે. મેસેન્જર એપના લોગોનુ નામ બદલ્યા બાદ હવે ઇન્સ્ટાગ્રામ જેવુ થઇ ગયુ છે. સાથે જ આમાં કેટલાક નવા ફિચર્સ પણ જોડાઇ ગયા છે. મેસેન્જર એપમાં તમને નવી ચેટ, થીમ્સ, સેલ્ફી સ્ટીકર્સ અને વેનિડ મૉડ ઓપ્શન પણ દેખાશે.
બન્ને એપમાં જોડાશે નવા ફિચર્સ
મેસેન્જર એપમાં લવ ટાઇ ડાઇ જેવી નવી ચેટ થીમ્સ આવી ગઇ છે. મેસેન્જર એપમાં વેનિશ મૉડનુ કામ ચેટનો ગાયબ કરવાનુ હશે. આ ઉપરાંત મેસેન્જર એપનો ડિફૉલ્ટ ચેટ કલર પણ લોગોની જેમ બદલાઇ ગયો છે. મેસેન્જર એપનો લોગો સામાન્ય પર્પલ થઇ ગયો છે. બધા નવા ફિચર્સ ધીમે ધીમે કરીને યૂઝર્સ સુધી પહોંચી રહ્યાં છે.
ફેસબુક મેસેન્જરને મળનારા આ નવા ફિચર્સ ઇન્સ્ટાગ્રામની સાથે મર્જરનો ભાગ છે. આ મર્જરમાં માત્ર મેસેજન્જરને નહીં પરંતુ ઇન્સ્ટાગ્રામને પણ નવા નવા ફિચર્સ મળ્યા છે.
ઇન્સ્ટાગ્રામમાં વૉટ ટુગેધર, ચેટ કલર્સ, ફૉરવર્ડિંગ, રિપ્લાયઇઝ અને એનિમેટેડ મેસેજ ઇફેક્ જેવા મેસેજન્જર ફિચર્સ નાંખવામાં આવી રહ્યાં છે. ફેસબુકે કહ્યું કે કેટલાક ફિચર્સ પહેલા ઇન્સ્ટાગ્રામ અને બાદમાં મેસેન્જરમાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement