શોધખોળ કરો
રોબિન ઉથપ્પાએ પસંદ કરી દાયકાની વન-ડે ટીમ, કોહલી, ધોની, યુવરાજને આપ્યું સ્થાન
ઉથપ્પાની આ ટીમમાં રોહિત શર્મા અને ક્રિસ ગેઇલને ઓપનર તરીકે પસંદ કર્યા છે
![રોબિન ઉથપ્પાએ પસંદ કરી દાયકાની વન-ડે ટીમ, કોહલી, ધોની, યુવરાજને આપ્યું સ્થાન Five Indians in Robin Uthappas ODI team of the decade રોબિન ઉથપ્પાએ પસંદ કરી દાયકાની વન-ડે ટીમ, કોહલી, ધોની, યુવરાજને આપ્યું સ્થાન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/02225505/8.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ વર્ષ 2020 શરૂ થઇ ચૂક્યું છે અને વર્ષ 2019 પૂર્ણ થઇ ચૂક્યું છે ત્યારે તમામ દિગ્ગજ ક્રિકેટરોએ એક દાયકાની પોતાની બેસ્ટ વન-ડે, ટી-20 અને ટેસ્ટ ટીમ પસંદ કરી છે. આ લિસ્ટમાં હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા પણ સામેલ થઇ ગયો છે. રોબિન ઉથપ્પાએ આ દાયકાની પોતાની બેસ્ટ વન-ડે ટીમ પસંદ કરી છે. ઉથપ્પાએ પોતાની વન-ડે ટીમમાં પાંચ ભારતીય ક્રિકેટરને સામેલ કર્યા છે. ટીમમા વિરાટ કોહલી અને ધોનીનો સમાવેશ કર્યો છે.
ઉથપ્પાની આ ટીમમાં રોહિત શર્મા અને ક્રિસ ગેઇલને ઓપનર તરીકે પસંદ કર્યા છે. મિડલ ઓર્ડરમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને એબી ડિવિલિયર્સને સ્થાન આપ્યું છે. જ્યારે ફિનિશર તરીકે આ ટીમમાં ઉથપ્પાએ મહેન્દ્રસિંહ ધોની અને યુવરાજસિંહની પસંદગી કરી છે.
ઉથપ્પાએ ટીમની કેપ્ટનશીપ ધોનીને સોંપી છે. ઉથપ્પાની આ ટીમમાં ડેનિયલ વેટ્ટોરી એક માત્ર સ્પિનર છે. ઓલરાઉન્ડર તરીકે ઇગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોક્સને સ્થાન અપાયું છે. ઝડપી બોલર તરીકે ઝહીર ખાન, લસિથ મલિંગાને સ્થાન આપ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)