શોધખોળ કરો
Advertisement
સાથી ક્રિકેટર પર હુમલો કરવા બદલ કયા ક્રિકેટર પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવી દેવાયો? જાણો વિગત
રવિવારે રમાયેલી ઘરેલુ ક્રિકેટ મેચ દરમિયાન ફાસ્ટ બોલરે એક ખેલાડી અરાફાત સની પર હુમલો કર્યો હતો. જેને લઈને બોર્ડે પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે.
ઢાકા: રવિવારે રમાયેલી ઘરેલુ ક્રિકેટ મેચ દરમિયાન બાંગ્લાદેશના ફાસ્ટ બોલર શહાદત હુસૈને એક ખેલાડી અરાફાત સની પર હુમલો કર્યો હતો.
શહાદરે સનીને લાતો અને મુક્કા માર્યાં હતા. ત્યાર બાદ અન્ય ખેલાડીઓ અને ઓફિસિઅલ્સે દરમિયાનગીરી કરી હતી. આખરે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શહાદત હુસૈન પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પ્રતિબંધને કારણે 33 વર્ષના શહાદતની કારકિર્દીનો અંત આવી ગયો હોવાનું માવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શહાદત હુસૈનને ત્રણ લાખ ટકા (બાંગ્લાદેશનું ચલણ)નો દંડ પણ ફટકાર્યો છે. નેશનલ ક્રિકેટ લીગની મેચ દરમિયાન શહાદત હુસૈન અને અરાફાત સની જુનિયર વચ્ચે બોલને ચમકાવવા અંગે બોલાચાલી થઈ હતી જે થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
બાંગ્લાદેશે શહાદત તરફ કૂણું વલણ દર્શાવતા તેને કરેલી પાંચ વર્ષની સજામાંથી બે વર્ષ સસ્પેન્ડ કરી દીધા છે જેના કારણે તેને હકીકતમાં ત્રણ જ વર્ષનો પ્રતિબંધ ભોગવવો પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement