ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓલરાઉન્ડર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સનુ કાર દૂર્ઘટનામાં નિધન, જાણો
46 વર્ષીય ક્રિકેટર સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા તરફથી 26 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 40.6ની એવરેજથી 1462 રન બનાવ્યા છે.
નવી દિલ્હીઃ રમત જગતમાંથી એક શોકના સમાચાર સામે આવ્યા છે, ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સનુ નિધન થઇ ગયુ છે. જાણકારી અનુસાર, પૂર્વ ક્રિકેટરનુ કાર અકસ્માતમાં મોત થયુ છે. શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં એક કાર એક્સિડેન્ટ થતાં પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સનુ મૃત્યુ થઇ ગયુ છે. સાયમન્ડ્સને બચાવવાના કોશિશ કરવામાં આવી પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યાં હતા. 46 વર્ષીય સાયમન્ડ્સના નિધન થવાથી સમગ્ર ક્રિકેટર જગતમાં શોકની લહેર ફેલાઇ ગઇ છે.
46 વર્ષીય ક્રિકેટર સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા તરફથી 26 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 40.6ની એવરેજથી 1462 રન બનાવ્યા છે. સાયમન્ડસે 198 વનડેમાં 39.8ની એવરેજથી 5088 રન બનાવ્યા છે, આ ઉપરાંત 14 આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં 48.1ની એવરેજથી 337 રન બનાવ્યા છે. સાયમન્ડ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ પોતાનો દમ બતાવ્યો છે, તેને 39 આઇપીએલ મેચો રમી છે, જેમાં 36.1ની એવરેજથી 974 રન બનાવ્યા છે.
Former Australia allrounder Andrew Symonds has died in a car crash at the age of 46.
— ESPNcricinfo (@ESPNcricinfo) May 14, 2022
RIP Roy 💔 pic.twitter.com/HM0gIc8fmg
--
આ પણ વાંચો.......
ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓલરાઉન્ડર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સનુ કાર દૂર્ઘટનામાં નિધન, જાણો
IPL મેચ ફિક્સિંગ મામલે CBI એ ત્રણ લોકોની કરી ધરપકડ, સટ્ટોડિયાનું PAK સાથે કનેકશન !
Crime News: મહિલાએ વોટ્સએપ કોલ કરીને યુવકનો બનાવ્યો અશ્લીલ વીડિયો, બાદમાં શરૂ થયો આવો ખેલ
Jyotish Tips: આર્થિક તંગીથી છો પરેશાન, તો અપનાવો લવિંગનો આ એકદમ સરળ ઉપાય, થઈ જશો માલામાલ
VIDEO: મહુવા સર્કિટ હાઉસ બાદ આ જિલ્લા પંચાયત કચેરીના કેમ્પસમાં દારુની બોટલો મળી આવતા ચકચાર