Sachin Tendulkar: સચિન તેંડુલકરે સાઈબર સેલમાં નોંધાવ્યો કેસ, આ લગાવ્યા આરોપ
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં ઈન્ટરનેટ પર ચાલી રહેલી ફેક વિજ્ઞાપનમાં તેનું નામ, ફોટો અને અવાજના ઉપયોગ કરવાને લઈ મામલો નોંધાવ્યો છે
Sachin Tendulkar: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં ઈન્ટરનેટ પર ચાલી રહેલી ફેક વિજ્ઞાપનમાં તેનું નામ, ફોટો અને અવાજના ઉપયોગ કરવાને લઈ મામલો નોંધાવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તેના નામ, ફોટા અને અવાજનો ઉપયોગ કરીને લોકો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે. આટલું જ નહીં, આ નકલી જાહેરાતોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સચિન તેંડુલકરની પ્રોડક્ટ ખરીદવા પર તમને તેની સહી કરેલી ટી-શર્ટ મળશે. સચિન તેંડુલકરની ફરિયાદ બાદ મુંબઈ પોલીસના સાયબર સેલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, 5 મેના રોજ ફેસબુક પર એક ઓઈલ કંપનીની જાહેરાત જોઈ, જેમાં ઓઈલ કંપનીએ તેંડુલકરના ફોટાનો ઉપયોગ કર્યો હતો અને નીચે લખેલું હતું કે આ પ્રોડક્ટની ભલામણ સચિન તેંડુલકરે પોતે કરી હતી. તેંડુલકરના અંગત સહાયકની ફરિયાદ અનુસાર, આવી જ જાહેરાતો ઈન્સ્ટાગ્રામ પર પણ જોવા મળી છે.
Maharashtra | Former cricketer Sachin Tendulkar lodges a Police complaint at Mumbai Crime Branch, over his name, photo and voice being used in "fake advertisements" on the internet to dupe people. Case registered by Mumbai Police Cyber Cell against unidentified people under… pic.twitter.com/skkfDYa1eP
— ANI (@ANI) May 13, 2023
સૂર્યકુમારની બેટિંગ જોઈ સચિન ઉછળી પડ્યો
મિસ્ટર 360 ડિગ્રી તરીકે ફેમસ થયેલા સૂર્યકુમાર યાદવ જ્યારે પણ મેદાન પર બેટિંગ કરવા આવે છે ત્યારે વિરોધી કેપ્ટનને સમજાતું નથી કે તેના માટે કેવી રીતે ફિલ્ડિંગ કરવી. સૂર્યકુમાર યાદવના બોક્સમાં એવા શોટ્સ છે, જે કલ્પનાની બહાર છે. આવું જ કંઈક IPLની 16મી સિઝનની 57મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે થયું હતું, જેમાં સૂર્યકુમાર યાદવે માત્ર 49 બોલમાં 103 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 11 ફોર અને 6 સિક્સર પણ ફટકારી હતી. IPLમાં સૂર્યકુમાર યાદવની પણ આ પ્રથમ સદી હતી. આ ઈનિંગ દરમિયાન સૂર્યાએ એકથી વધુ જોરદાર શોટ માર્યા, જેમાં થર્ડ મેન પર તેનો શોટ એટલો શાનદાર હતો કે ડ્રેસિંગ રૂમમાં બેઠેલા સચિન તેંડુલકર પણ દંગ રહી ગયા. સૂર્યાએ આ શોટ મોહમ્મદ શમી સામે 18.2 ઓવરમાં ફટકાર્યો હતો. આ શોટ જોઈને પીયૂષ ચાવલા સાથે બેઠેલા સચિન પણ પોતાના હાથની હિલચાલ સાથે કહેતા જોવા મળ્યા કે સૂર્યાએ આ શોટ કેવી રીતે બનાવ્યો. એટલું જ નહીં, સૂર્યકુમારનો શોટ એટલો સારો હતો કે શમીએ પણ તેનું માથું પકડી લીધું હતું. સૂર્યકુમારના આ શોટ પર સચિનની આ પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.