શોધખોળ કરો
કોરોનાથી ક્રિકેટરનુ મોત, 16 રણજી ટ્રૉફી રમનારો ઉમેશ દાસ્તાને બે એઠવાડિયાથી હતો બિમાર
રેલવે તરફથી રણજી ટ્રૉફી રમનારો પૂર્વ ક્રિકેટર ઉમેશ દાસ્તાનેનુ નિધન થઇ ગયુ છે. મહારાષ્ટ્રાની શોલાપુરની એક હૉસ્પીટલમાં છેલ્લા 2 અઠવાડિયાથી તેનો ઇલાજ ચાલી રહ્યો હતો, કોરોનાના કારણે આખરે જીવ ગુમાવવો પડ્યો હતો
![કોરોનાથી ક્રિકેટરનુ મોત, 16 રણજી ટ્રૉફી રમનારો ઉમેશ દાસ્તાને બે એઠવાડિયાથી હતો બિમાર former cricketer umesh dastane died કોરોનાથી ક્રિકેટરનુ મોત, 16 રણજી ટ્રૉફી રમનારો ઉમેશ દાસ્તાને બે એઠવાડિયાથી હતો બિમાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/02193032/Umesh-Dastane-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણથી વધુ એક ક્રિકેટરનુ મોત થયાના સમાચાર સામે આવ્યા છે. રેલવે તરફથી રણજી ટ્રૉફી રમનારો પૂર્વ ક્રિકેટર ઉમેશ દાસ્તાનેનુ નિધન થઇ ગયુ છે.
63 વર્ષના ઉમેશ દાસ્તાનેએ રવિવારે મોડી રાત્રે લગભગ 2 વાગે અંતિમ શ્વાસ લીધો હતો. ઉમેશ દાસ્તાને રેવલે તરફથી 16 રણજી ટ્રૉફી મેચ રમી ચૂક્યા છે, અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામ પર એક સદી પણ છે. મહારાષ્ટ્રાની શોલાપુરની એક હૉસ્પીટલમાં છેલ્લા 2 અઠવાડિયાથી તેનો ઇલાજ ચાલી રહ્યો હતો, કોરોનાના કારણે આખરે જીવ ગુમાવવો પડ્યો હતો.
ભારતમાં દરરોજ રેકોર્ડ બ્રેક કોરોના સંક્રમણ કેસની સંખ્યા વધી રહી છે. આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં કુલ 17,50,724 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 37,364 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી 11 લાખ, 45 હજાર 629 લોકોના સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54, 736 નવા કેસ સામે આવ્યા છે અને 853 લોકોના મોત થયા છે.
કોરોના સંક્રમિતોની સંખ્યા પ્રમાણે ભારત વિશ્વનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે.
દેશમાં હાલમાં 5 લાખ 67 હજાર 730 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં દોઢ લાખથી વધારે એક્ટિવ કેસ છે. જે પછી તમિલાનાડુ, દિલ્હી, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં એક્ટિવ કેસની સંખ્યા વધારે છે. એક્ટિવ કેસ મામલે ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે.
![કોરોનાથી ક્રિકેટરનુ મોત, 16 રણજી ટ્રૉફી રમનારો ઉમેશ દાસ્તાને બે એઠવાડિયાથી હતો બિમાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/30142024/Cricket-s-02-300x178.jpg)
![કોરોનાથી ક્રિકેટરનુ મોત, 16 રણજી ટ્રૉફી રમનારો ઉમેશ દાસ્તાને બે એઠવાડિયાથી હતો બિમાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/02174743/corona-22-300x200.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)