ICC ODI World Cup 2023: સૌરવ ગાંગુલીએ પસંદગીકારોને આપી સલાહ, આ ખેલાડીને એશિયન ગેમ્સમાં નહી પણ વર્લ્ડકપમાં રમાડવો જોઇએ
ICC ODI વર્લ્ડ કપ ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થશે.
ODI World Cup 2023: ICC ODI વર્લ્ડ કપ ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થશે. ભારતીય ટીમ પણ પોતાની તમામ સમસ્યાઓને દૂર કરવામાં વ્યસ્ત છે જેથી કરીને તે મેગા ઈવેન્ટમાં પૂરી તાકાત સાથે પ્રવેશ કરી શકે. આ દરમિયાન ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પસંદગીકારોને મહત્વની સલાહ આપતાં યશસ્વી જયસ્વાલને વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવાની સલાહ આપી છે
યશસ્વી જયસ્વાલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત શાનદાર રીતે કરી છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં 171 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ત્યારથી ઘણા ભૂતપૂર્વ દિગ્ગજો તેના ટેલેન્ટની પ્રશંસા કરી રહ્યા છે. હવે સૌરવ ગાંગુલીએ જયસ્વાલની પ્રશંસા કરી હતી.
સૌરવ ગાંગુલીએ ધ ટેલિગ્રાફને આપેલા ઈન્ટરવ્યૂમાં યશસ્વી જયસ્વાલ વિશે કહ્યું હતું કે ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારવી એ કોઈપણ ખેલાડી માટે મોટી વાત છે. મેં પણ આ કર્યું છે, તેથી મને ખબર છે કે તે કેટલું ખાસ છે. યશસ્વી ટેક્નિકની દૃષ્ટિએ ઘણો સારો જોવા મળી રહ્યો છે. ટીમ સાથે ટોપ ઓર્ડરમાં વધુ સારા ડાબા હાથના બેટ્સમેનની હાજરીને કારણે વિપક્ષી ટીમ પર પણ દબાણ રહે છે. મારા દૃષ્ટિકોણથી તેને વર્લ્ડ કપની ટીમમાં રાખવો જોઈએ.
એશિયન ગેમ્સમાં યશસ્વીનો સમાવેશ
ODI વર્લ્ડકપ 2023ની ટીમમાં યશસ્વી જયસ્વાલની પસંદગી હવે લગભગ અશક્ય દેખાઈ રહી છે, જેનું સૌથી મોટું કારણ એ છે કે તેને એશિયન ગેમ્સ 2023ની ટીમમાં પહેલાથી જ સામેલ કરી લેવામાં આવ્યો છે. ચીનમાં રમાતી આ ગેમ્સમાં ક્રિકેટ ઈવેન્ટ 8 ઓક્ટોબર સુધી ચાલશે જ્યારે ભારતમાં વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી જ શરૂ થશે. આ સિવાય યશસ્વીની વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ટીમમાં પસંદગી કરવામાં આવી નથી, તેથી પસંદગીકારો તેને વનડે ફોર્મેટમાં રમાડવાનું વિચારી રહ્યા નથી.
19મી એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયા ( પુરૂષો)ની ટીમઃ
રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, અર્શદીપ સિંહ , મુકેશ કુમાર, શિવમ માવી, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર)
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial