શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND vs PAK: જો આવું થયું તો ભારતની થશે ખરાબ દશા, પાકિસ્તાન હાવી થઇ જશે ? પૂર્વ ક્રિકેટરે કોહલીને લઇને આપી ચેતાવણી

T20 World Cup 2024 IND vs PAK: ટીમ ઈન્ડિયા ન્યૂયોર્કમાં રવિવારે સાંજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. આ મેચ પહેલા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર કામરાન અકમલે ટીમ ઈન્ડિયાને એક ચેતાવણી આપી છે

T20 World Cup 2024 IND vs PAK: ટીમ ઈન્ડિયા ન્યૂયોર્કમાં રવિવારે સાંજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. આ મેચ પહેલા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર કામરાન અકમલે ટીમ ઈન્ડિયાને એક ચેતાવણી આપી છે. તેને કહ્યું કે ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં સમસ્યા છે. કામરાનનું માનવું છે કે વિરાટ કોહલીને ઓપન કરવા માટે ના બનાવવો જોઈએ. જો કોહલી ઓપનિંગ કરશે તો ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.

અકમલે ભારતીય ટીમના બેટિંગ ઓર્ડરને લઈને સૂચનો આપ્યા છે. ઈન્ડિયા ટૂડેના એક સમાચાર અનુસાર તેણે કહ્યું, “મને લાગે છે કે ટીમ ઈન્ડિયાનો બેટિંગ ઓર્ડર યોગ્ય નથી. વિરાટ કોહલી નંબર 3 પર રહીને મેચ પૂરી કરી શકે છે. ટીમ ઈન્ડિયા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. યશસ્વી જાયસ્વાલ ઓપન કરી શકે છે. જો કોહલી ઓપનિંગ કરશે તો ટીમ ઈન્ડિયાને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો ભારતીય ટીમ કોહલીને ઓપનિંગ કરશે તો તે તેમની ભૂલ હશે.

T20 વર્લ્ડકપ પહેલા એવી ચર્ચા હતી કે ટીમ ઈન્ડિયા કોહલીને ઓપનિંગ કરવાની તક આપી શકે છે. કોહલીએ IPL 2024માં જોરદાર પ્રદર્શન કર્યું છે. અહીં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ઓપનિંગ કરી રહ્યો હતો. પરંતુ T20 વર્લ્ડકપમાં સ્થિતિ અલગ હશે. કોહલીએ આયરલેન્ડ વિરૂદ્ધ ઓપનિંગ કરી હતી. તે માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. ઋષભ પંત ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો.

ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામેની મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. ભારતીય ટીમ સંજૂ સેમસન અથવા યશસ્વી જાયસ્વાલને તક આપી શકે છે. યશસ્વીને રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવાની તક મળી શકે છે. સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. ટીમ ઈન્ડિયા બોલિંગ આક્રમણમાં જસપ્રીત બુમરાહની સાથે મોહમ્મદ સિરાજને જગ્યા આપી શકે છે.

ભારત વિરૂદ્ધ પાકિસ્તાન મેચ, જાણો હવામાન રિપોર્ટ વિશે... 
ન્યૂયોર્કમાં નવા બનેલા નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત થનારી આ શાનદાર મેચ સવારે 10:30 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે) શરૂ થશે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, ટોસના સમયે વરસાદની 40 થી 50% સંભાવના છે. જો કે, બપોરે 1 વાગ્યે વરસાદની સંભાવના ઘટીને 10% થઈ જશે, પરંતુ બપોરે 3 વાગ્યે ફરી 40% સુધી પહોંચી શકે છે.

9 જૂનને ન્યૂયોર્કનું હવામાન 
Accuweather અનુસાર, રવિવાર, 9 જૂને વરસાદની સંભાવના 42% છે. તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે અને ભેજ 58% હોઈ શકે છે. વરસાદને કારણે ટોસમાં વિલંબ થઈ શકે છે, પરંતુ વર્તમાન હવામાનની આગાહી મુજબ, મેચ નિર્ધારિત મુજબ રમી શકાય છે.

ભારત વિરૂદ્ધ પાકિસ્તાન પીચ રિપોર્ટ 
ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ મહત્વની ભૂમિકા ભજવી શકે છે, કારણ કે બંને ટીમો હજુ પણ આ નવા મેદાનની સ્થિતિને અનુરૂપ છે. ન્યૂયોર્કમાં ભારતની પ્રથમ મેચમાં ભારતીય બોલરોએ આયર્લેન્ડને માત્ર 96 રનમાં આઉટ કરી દીધું હતું. વળી, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં માત્ર નિમ્ન સ્કોર જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે ન્યૂયોર્કની નવી પિચો બોલરોને મદદ કરી રહી છે.

ભારત વિરૂદ્ધ પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન 
ભારતીય ટીમ:- રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ.

પાકિસ્તાની ટીમઃ- બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઉસ્માન ખાન, ફખર ઝમાન, શાદાબ ખાન, ઈમાદ વસીમ, ઈફ્તિખાર અહેમદ, શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ આમિર, હરિસ રઉફ અને નસીમ શાહ.

નેટ સેશન દરમિયાન ઇજાગ્રસ્ત થયો કેપ્ટન રોહિત શર્મા 
નેટ સેશન દરમિયાન 37 વર્ષીય ભારતીય કેપ્ટનના અંગૂઠા પર બૉલ વાગ્યો હતો, જેના પછી ટીમના ફિઝિયો તરત જ તેમની પાસે પહોંચ્યા હતા. બોલ વાગ્યા પછી રોહિતે પોતાનો ગ્લવ્ઝ ઉતાર્યો અને તેના અંગૂઠા તરફ જોયું અને પછી ફિઝિયોએ તેની તપાસ કરી. જોકે, ટેસ્ટિંગ બાદ કેપ્ટન સંપૂર્ણ રીતે ઠીક દેખાયો અને ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી હતી. આવી સ્થિતિમાં એવું લાગે છે કે તે પાકિસ્તાન સામેની મેચ માટે તૈયાર છે.

આયલેન્ડ વિરૂદ્ધ રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન 
ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી તેની પ્રથમ મેચમાં ભારતે આયરલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં રોહિત શર્માએ 37 બોલમાં 52 રન બનાવ્યા હતા, પરંતુ બોલ વાગવાને કારણે તેને 10મી ઓવર બાદ મેદાન છોડવું પડ્યું હતું.

ન્યૂયોર્કના ખરાબ સ્ટેડિયમ પર આવ્યું આઇસીસીનું નિવેદન 
ભારત અને આયરલેન્ડ વચ્ચેની મેચના એક દિવસ બાદ ICCએ ગુરુવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે- "નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી ઉપયોગમાં લેવાતી પિચો અપેક્ષાઓ પ્રમાણે નથી."

ICC એ એમ પણ કહ્યું કે "વર્લ્ડ ક્લાસ ગ્રાઉન્ડસ્કીપિંગ ટીમ ગઈકાલની મેચથી પિચના સમારકામમાં વ્યસ્ત છે, જેથી બાકીની મેચો માટે વધુ સારી પિચ તૈયાર કરી શકાય."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ
Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગો'ના તાગડધિન્ના પર્દાફાશBZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલJunagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ
Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો
શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો
Embed widget