(Source: ECI/ABP News/ABP Majha)
India U19 WC Sqaud 2022: BCCIએ અંડર-19 વર્લ્ડકપ માટે Team Indiaની કરી જાહેરાત, આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
અંડર-19 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.
Team India: અંડર-19 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઇની ઓલ ઇન્ડિયા જૂનિયર સિલેક્શન કમિટીએ રવિવારે સાંજે 17 સભ્યોની ટીમ જાહેર કરી છે. દિલ્હીના ખેલાડી યથ ધુલને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ વર્લ્ડકપનું આયોજન આગામી 14 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે. વર્લ્ડકપમાં 16 ટીમો ભાગ લઇ રહી છે. અત્યાર સુધી ભારતે ચાર અંડર-19 વર્લ્ડકપ જીત્યા છે.
ટીમ ઇન્ડિયાએ વર્ષ 2000, 2008, 2012 અને 2018માં અંડર-19 વર્લ્ડકપનું ટાઇટલ જીત્યું છે. તે સિવાય ટીમ વર્ષ 2016 અને 2020માં આ ટુનામેન્ટમાં રનર્સ-અપ રહી હતી. આ વખતે યશ ધુલની કેપ્ટનશીપમાં ટીમ કેવું પ્રદર્શન કરશે તે જોવાનું રહેશે. છેલ્લી અનેક ટુનામેન્ટમાં ખેલાડીઓનું પ્રદર્શન સારુ રહ્યું છે. આ વખતે આશા છે કે ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ જીતી શકે છે.
22 ડિસેમ્બરથી પ્રૉ કબડ્ડી લીગ 2021ની શરૂઆત
આગામી 22 ડિસેમ્બરથી પ્રૉ કબડ્ડી લીગ 2021ની શરૂઆત થવા જઇ રહી છે. પહેલી મેચમાં બેંગ્લુરુ બુલ્સ અને યુ મૂમ્બા એકબીજા સામે ટકરાઇને ટૂર્નામેન્ટની શરૂઆત કરશે. આ બધાની વચ્ચે પ્રૉ કબડ્ડી લીગ 2021 માટે હરિયાણા સ્ટીલર્સે પોતાની નવી રણનીતિ અપનાવી છે. આઠમી સિઝન માટે હરિયાણા સ્ટીલર્સે વિકાસ કન્ડોલાને પોતાની ટીમનો નવો કેપ્ટન બનાવી દીધો છે. હરિયાણા સ્ટીલર્સ પોતાની પહેલી મેચ 23 ડિસેમ્બરે પટના પાઇરેટ્સ સામે રમશે. કન્ડોલાએ ગત સિઝનમાં હરિયાણા સ્ટીલર્સ માટે શાનદાર પ્રદર્શન કર્યુ અને પ્રમુખ સ્કૉરર રહ્યો હતો.
કોરોનાની રસીના ત્રણ ડોઝ લેવા છતાં મુંબઈનો યુવાન ઓમિક્રોન સંક્રમિત, જાણો કઈ રસી લીધી હતી ?
રાજ્યમાં વધુ ત્રણ ઓમિક્રૉનના કેસ નોંધાયા, કોણ છે આ વ્યક્તિઓ ને ક્યાંથી આવ્યા ગુજરાત, જાણો........
India Corona Cases: દેશમાં માર્ચ 2020ના સ્તરે પહોંચ્યા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ