GT vs SRH: મિલરે સિક્સર ફટકારી ગુજરાતને જીત અપાવી, હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું
IPL 2024 12th Match SRH vs GT Highlights: ગુજરાત ટાઇટન્સે IPL 2024 ની 12મી મેચમાં પોતાના હોમ ગ્રાઉન્ડમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું છે. પ્રથમ બોલરોએ ગુજરાત માટે કમાલ કરી અને ત્યાર બાદ બેટ્સમેનોએ વિસ્ફોટક બેટિંગ કરી હૈદરાબાદને હરાવ્યું.
IPL 2024 12th Match SRH vs GT Highlights: ગુજરાત ટાઇટન્સે IPL 2024 ની 12મી મેચમાં પોતાના હોમ ગ્રાઉન્ડમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું છે. પ્રથમ બોલરોએ ગુજરાત માટે કમાલ કરી અને ત્યાર બાદ બેટ્સમેનોએ વિસ્ફોટક બેટિંગ કરી હૈદરાબાદને હરાવ્યું. ટાર્ગેટનો પીછો કરતી વખતે સાઈ સુદર્શને 36 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 45 રનની સૌથી મોટી ઈનિંગ રમી હતી અને બોલિંગમાં મોહિત શર્માએ 3 વિકેટ લઈને સનરાઈઝર્સ ટીમને લો સ્કોર બનાવવા મજબૂર કરી હતી.
Victory in our first afternoon game 💙#AavaDe | #GTKarshe | #TATAIPL2024 | #GTvSRH pic.twitter.com/0tBRucuW7N
— Gujarat Titans (@gujarat_titans) March 31, 2024
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 162/8 રન બનાવ્યા હતા. ટીમનો કોઈ બેટ્સમેન 30 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. ગુજરાતના બોલરોએ ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન અને એડન માર્કર જેવા ધાકડ બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા ગુજરાતે 19.1 ઓવરમાં જીત મેળવી લીધી હતી.
ગુજરાતે આ રીતે મેળવી જીત
163 રનના ટાર્ગેટનો પીછો કરતા ગુજરાતને સારી શરૂઆત મળી હતી. કેપ્ટન શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ પ્રથમ વિકેટ માટે 36 (25 બોલ)ની ભાગીદારી કરી હતી. ટીમને પહેલો ફટકો 5મી ઓવરમાં રિદ્ધિમાન સાહાના રૂપમાં લાગ્યો, જેણે 13 બોલમાં 1 ફોર અને 2 સિક્સરની મદદથી 25 રન બનાવ્યા. ત્યારબાદ ટીમે બીજી વિકેટ કેપ્ટન શુભમન ગીલના રૂપમાં ગુમાવી જે 28 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 36 રન બનાવીને 10મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો.
કેપ્ટનની વિકેટ બાદ ડેવિડ મિલર અને સાઈ સુદર્શને જવાબદારી લીધી અને બંનેએ ત્રીજી વિકેટ માટે 64 (42 બોલ)ની ભાગીદારી કરી. આ ભાગીદારી 17મી ઓવરમાં સાઈ સુદર્શનની વિકેટ સાથે સમાપ્ત થઈ. સુદર્શને 45 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ ડેવિડ મિલરે વિજય શંકર સાથે ચોથી વિકેટ માટે 30* (18 બોલ)ની અતૂટ ભાગીદારી કરી અને ટીમને વિજય રેખા પાર પહોંચાડી. મિલરે 27 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 44* અને વિજય શંકરે 11 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 14* રન બનાવ્યા હતા.
ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન
રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), અઝમતુલ્લા ઉમરઝાઈ, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, નૂર અહેમદ, મોહિત શર્મા, દર્શન નલકાંડે.
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન
મયંક અગ્રવાલ, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ.