T20I Cricket: T20 ક્રિકેટમાં આ અજાણ્યા ખેલાડીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, દિગ્ગજોને છોડ્યા પાછળ
Gustav Mckeon T20I Century France: ફ્રાન્સના બેટ્સમેન ગુસ્તાવ મેક્કોને T20 ઈન્ટરનેશનલમાં મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે આ ફોર્મેટમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે.
Gustav Mckeon T20I Century France: ફ્રાન્સના બેટ્સમેન ગુસ્તાવ મેક્કોને T20 ઈન્ટરનેશનલમાં મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે આ ફોર્મેટમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે અફઘાનિસ્તાનના ખેલાડી હઝરતુલ્લાહ ઝઝઈને પાછળ છોડી દીધો છે. ગુસ્તાવે ફિનલેન્ડમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ 2024ના ક્વોલિફાયરમાં સ્વિટ્ઝર્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી.
ગુસ્તાવ મેક્કોને માત્ર 58 બોલમાં સદી ફટકારી હતી. તે હાલમાં 18 વર્ષ અને 280 દિવસનો છે. આ મામલામાં તેણે અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહને પાછળ છોડી દીધો. હઝરતુલ્લાએ 20 વર્ષ અને 337 દિવસમાં સદી ફટકારી હતી. તેણે 2019માં આ પરાક્રમ કર્યું હતું. હઝરતુલ્લાએ આ મેચમાં 162 રન બનાવ્યા હતા. શિવકુમાર પેરિયાલવાર T20 આંતરરાષ્ટ્રીયમાં સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ખેલાડી છે. તે રોમાનિયન ખેલાડી છે.
નોંધનીય છે કે ગુસ્તાવે પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 109 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 61 બોલનો સામનો કર્યો હતો. તેની શાનદાર ઇનિંગ્સના આધારે ફ્રાન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા. જો કે તેમ છતાં તેની ટીમ જીતી શકી ન હતી. સ્વિત્ઝર્લેન્ડે આ મેચ છેલ્લા બોલ પર એક વિકેટથી જીતી લીધી હતી.
ટી-20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી -
- ગુસ્તાવ મક્કોન - 18 વર્ષ અને 280 દિવસ - 2022
- હઝરતુલ્લાહ ઝઝઈ - 20 વર્ષ અને 337 દિવસ - 2019
- શિવકુમાર પેરિયાલવાર - 21 વર્ષ અને 161 દિવસ - 2019