આ ઓસ્ટ્રેલિયન ખેલાડી સાથે મેદાન પર લડી ચૂક્યો છે હરભજનસિંહ, આખી ટીમે આપ્યો હતો સાથ
વર્લ્ડકપ વિજેતા ટીમ 2011ના દિગ્ગજ ખેલાડી હરભજન સિંહે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.
નવી દિલ્હીઃ વર્લ્ડકપ વિજેતા ટીમ 2011ના દિગ્ગજ ખેલાડી હરભજન સિંહે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. આ વાતની પુષ્ટી તેને પોતાના ટ્વીટર પર શેર કરી છે. ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ હરભજન હવે નવી ઇનિંગ શરૂ કરી શકે છે. ચર્ચા છે કે, 41 વર્ષીય ભજ્જી રાજકારણમાં આવી શકે છે. હરભજનસિંહ સાથે જોડાયેલા રહ્યા છે.
મંકીગેટ વિવાદ
મંકીગેટ વિવાદ હરભજનસિંહના કરિયરનો સૌથી મોટો વિવાદ છે. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં રમી રહી હતી ત્યારે સિડની ટેસ્ટમાં ત્રીજા દિવસે હરભજનસિંહ રમી રહ્યો હતો ત્યારે એન્ડ્યૂ સાયમંડ્સ તેને ઉશ્કેરી રહ્યો હતો. ભજ્જીએ સાયમંડ્સને જવાબ આપતા સાયમંડ્સને મંકી કહ્યો હતો. આ વાતને લઇને ઓસ્ટ્રેલિયન કેપ્ટન પોન્ટિંગે મેચ રેફરીને ફરિયાદ કરી હતી. બાદમાં હરભજનસિંહને મેચ રેફરીએ ત્રણ મેચનો પ્રતિબંધ લગાવી દીધો જેનો ટીમ ઇન્ડિયાએ વિરોધ કર્યો. બાદમાં આઇસીસીએ સુનાવણી કરી હરભજનસિંહને નિર્દોષ જાહેર કર્યો હતો.
હરભજનસિંહ-શ્રીસંત થપ્પડ વિવાદ
આઇપીએલની પ્રથમ સીઝનમાં જ હરભજનસિંહે શ્રીસંતને લાફો મારી દીધો હતો. બંન્ને ખેલાડીઓએ પોતપોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આવું કાંઇ હતું નથી. પરંતુ આ ઘટનાના બીજા દિવસે મેચ રેફરી ફારૂખ એન્જિનિયરે નિવેદન બાદ વિવાદ વધ્યો હતો. મેચ રેફરીએ પુરાવાના આધારે લાફો મારવાની વાત કરી અને આ કારણે હરભજનસિંહને 2008માં આઇપીએલમાં પ્રતિબંધ લગાવી દીધો હતો.
એડ વિવાદ
વર્ષ 2006માં દારૂની કંપની રોયલ સ્ટૈગની જાહેરાતમાં હરભજનસિંહ પાઘડી વિના જોવા મળતા વિવાદ થયો હતો. આ જાહેરાતને લઇને હરભજનસિંહની ખૂબ ટીકા થઇ હતી. આ મામલે વિવાદ વધતા હરભજનસિંહે માફી માંગી હતી અને કંપનીએ આ જાહેરખબરને હટાવી લીધી હતી.
રાવણ-સીતા ડાન્સ વિવાદ
વાત વર્ષ 2008ની છે. એક રિયાલિટી શો દરમિયાન હરભજનસિંહે એક્ટ્રેસ મોના સિહ સાથે રાવણ અને સીતાનો ડાન્સ કર્યો હતો. જેનો હિંદુ અને શીખ બંન્ને સમુદાયના લોકોએ વિરોધ કર્યો. હરભજનસિંહ પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોચાડવાનો આરોપ લાગ્યો હતો.
રિકી પોન્ટિંગ સાથે વિવાદ
હરભજનસિંહ ફક્ત 17 વર્ષની ઉંમરે વન-ડે સીરિઝ રમી રહ્યો હતો ત્યારે તેણે રિકી પોન્ટિંગને સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. વિકેટ લીધા બાદ હરભજનસિંહ ઉજવણી કરી રહ્યો હતો. જેના પર પોન્ટિંગ તેની સાથે લડવા લાગ્યો. આઇસીસીએ આચાર સંહિતાનો ભંગ માની એક મેચનો પ્રતિબંધ લગાવ્યો હતો