(Source: ECI/ABP News/ABP Majha)
IND vs IRE: ફક્ત બે મેચ જીતીને હાર્દિક પંડ્યાએ રચ્યો ઈતિહાસ, સહેવાગ-ધવનને પણ પાછળ છોડ્યા...
ભારત અને આયરલેન્ડ (Ireland vs India) વચ્ચે બે T20 મેચોની સીરીઝની બીજી મેચ (India vs Ireland 2nd T20) મંગળવારે ધી વિલેજ, ડબલિનમાં રમાઈ હતી.
IND vs IRE 2nd T20: ભારત અને આયરલેન્ડ (Ireland vs India) વચ્ચે બે T20 મેચોની સીરીઝની બીજી મેચ (India vs Ireland 2nd T20) મંગળવારે ધી વિલેજ, ડબલિનમાં રમાઈ હતી. ભારતે આ મેચમાં 4 રનથી જીત મેળવી હતી અને સીરીઝ પોતાના નામે કરી હતી. આ પહેલાં ઈન્ડિયાએ સીરીઝની પહેલી મેચ 7 વિકેટથી જીતી હતી. છેલ્લી મેચમાં જીત સાથે કેપ્ટન હાર્દિક પંડ્યાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હાર્દિકે 3 ભારતીય કેપ્ટનોને આ રેકોર્ડમાં પાછળ છોડી દીધા છે.
આ ખેલાડીઓને પાછળ છોડ્યાઃ
હાર્દિક પંડ્યા (Hardik Pandya) ટી20માં ભારતની કપ્તાની કરનાર 9મો કેપ્ટન છે. આ પહેલાં 8 દિગ્ગજ ભારતીય ક્રિકેટરો ટી20 મેચોમાં ભારતની કમાન સંભાળી ચુક્યા છે. બીજી ટી20માં જીત મેળવીને હાર્દિક પંડ્યા બે ટી20 મેચ જીતનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. આ પહેલાં વિરેન્દ્ર સહેવાગ, અજિંક્ય રહાણે અને શિખર ધવનની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયા 1-1 ટી20 મેચ જીત્યું છે. એવામાં આયરલેન્ડ સામેની સીરીઝ જીતીને હાર્દિક પંડ્યાએ આ ખેલાડીઓને પાછળ છોડ્યા છે.
T20માં કેપ્ટન તરીકે ભારતીય ખેલાડીઓના રેકોર્ડઃ
વિરેન્દ્ર સહેવાગઃ મેચ 1 (જીત -1, હાર - 0)
એમ.એસ ધોનીઃ મેચ 72 (જીત - 1, હાર - 28)
સુરેશ રૈનાઃ મેચ 3 (જીત - 3, હાર - 0)
અજિંક્ય રહાણેઃ મેચ 2 (જીત -1, હાર - 1)
વિરાટ કોહલીઃ મેચ 50 (જીત - 30, હાર - 16)
રોહિત શર્માઃ મેચ 28, (જીત 24, હાર - 4)
શિખર ધવનઃ મેચ 3, (જીત - 1, હાર -2)
ઋષભ પંતઃ મેચ 5 (જીત - 2, હાર -2)
હાર્દિક પંડ્યાઃ મેચ 2 (જીત - 2, હાર - 2)
આ પણ વાંચોઃ