IND VS PAK: પાકિસ્તાને છેલ્લી ઘડીએ ટીમમાં સામેલ કર્યો આ ઘાતક બૉલર, આવતીકાલે ભારત સામે રમશે મેચ
બુધવારે વસીમને એસીસી ટી20 એશિયા કપ માટેની પ્રેક્ટિસ દરમિયાન ઇજા થઇ હતી, હવે તેની જગ્યાએ ટીમમાં હસન અલીને સામેલ કરવામાં આવ્યો છે,
Hasan Ali Asia Cup 2022 India vs Pakistan : એશિયા કપ 2022ની શરૂઆત આજથી થઇ રહી છે, આ પહેલા જ પાકિસ્તાની ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી, તેના એક પછી એક સ્ટાર બૉલરો ઇજાગ્રસ્ત થઇને બહાર થઇ રહ્યાં હતા, જોકે હવે પાકિસ્તાને છેલ્લી ઘડીએ મોટો દાંવ રમ્યો છે. પાકિસ્તાને પોતાના ફાસ્ટ બૉલર મોહમ્મદ વસીમ જૂનિયરને બહાર થવા પર તેની જગ્યાએ છેલ્લી ઘડીએ હસની અલીને ટીમમાં સામેલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, બુધવારે વસીમને એસીસી ટી20 એશિયા કપ માટેની પ્રેક્ટિસ દરમિયાન ઇજા થઇ હતી, હવે તેની જગ્યાએ ટીમમાં હસન અલીને સામેલ કરવામાં આવ્યો છે, આ પહેલા શાહીન શાહ આફ્રિદી ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, તેની જગ્યાએ મોહમ્મદ હસનેનને ટીમમાં પહેલાથી સામેલ કરી દેવાયો હતો.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શુક્રવારે બતાવ્યુ કે, ટીમની મેડિકલ ટીમે આકલન કર્યુ, અને દુબઇમાં એમઆરઆઇની પુષ્ટી થયા બાદ મોહમ્મદ વસીમ જૂનિયરને આરામ પર મોકલી દેવામાં આવ્યો હતો, જેની વાપસીને લઇને હવે ઇંગ્લેન્ડના પાકિસ્તાન પ્રવાસ વખતે ફરીથી સમીક્ષા કરાશે.
ક્યાં રમાશે ભારત-પાકિસ્તાન મેચ -
ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. બન્નેની વચ્ચે આ મેચ એશિયા કપ 2022 માં રમાશે. આ મેચને લઇને બન્ને ટીમો સખત પ્રેક્ટિસ કરી રહી છે. વળી, તમને બતાવી દઇએ કે આ મેચો દુબઇના ક્રિકેટ સ્ટેડિયમાં રમાશે. બન્ને દેશોના ક્રિકેટ પ્રેમીઓ આ મેચનો બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે.
લાઇવ સ્ટ્રીમિંગની પુરેપુરી ડિટેલ્સ -
એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. વળી, તમે આ રોમાંચક મેચનો આનંદ તમારા ફોન પર પણ હૉટસ્ટાર એપ પર લઇ શકો છો. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે.
એશિયા કપ માટે ભારતીય ટીમની ફૂલ સ્ક્વૉડ -
ટીમ ઈન્ડિયા - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વીસી), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, આર પંત (વિકી), દિનેશ કાર્તિક (વિકી), હાર્દિક પંડ્યા, આર જાડેજા, આર અશ્વિન , યુઝવેન્દ્ર ચહલ, આર બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.
આ પણ વાંચો..
Shani Amavasya 2022 : 14 વર્ષ બાદ શનિશ્વરી અમાસ પર બની રહ્યો છે આ શુભ સંયોગ, કરો આ ઉપાય
Ahmedabad: અમદાવાદમાં રાત્રે 3 વાગ્યે પાણીની ટાંકીમાં પડ્યો યુવક, બે કલાક બાદ....
Health Tips: વધુ નમક ખાવુ આપના શરીરમાં માટે છે ખતરનાક, થઇ શકે છે આ નુકસાન
CRIME NEWS: ભુજમાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, સમગ્ર વિસ્તારમાં અરેરાટી
Banaskantha : બનાસ નદીમાં વધુ એક યુવક ડુબ્યો, બે દિવસમાં 8 લોકો તણાયા ; 2 મૃતદેહ મળ્યા
Lausanne Diamond League: નીરજ ચોપડાએ ફરી રચ્યો ઇતિહાસ, લૂસાને ડાયમંડ લીગ જીતનાર પહેલા ભારતીય બન્યા