શોધખોળ કરો

CRIME NEWS: ભુજમાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, સમગ્ર વિસ્તારમાં અરેરાટી

CRIME NEWS: ભુજ તાલુકાના માધાપર ગામમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. ભુજના માધાપરમાં દૂધની ફેરી કરતા યુવકની મિત્રના હાથે કરપીણ હત્યાથી સમગ્ર પંથકમા હડકંપ મચ્યો છે.

CRIME NEWS: ભુજ તાલુકાના માધાપર ગામમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. ભુજના માધાપરમાં દૂધની ફેરી કરતા યુવકની મિત્રના હાથે કરપીણ હત્યાથી સમગ્ર પંથકમા હડકંપ મચ્યો છે. દૂધની ફેરી કરતા રબારી સમાજના યુવકનું માધાપરના લોહાણા સમાજવાડી પાસે છરીનો જોરદાર ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. હત્યાના બનાવથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. જો કે આ હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

 જેતપુરમાં માતા પિતાની ગેરહાજરીમાં 18 વર્ષની પુત્રીએ ચોંકાવનારુ પગલું ભર્યું

રાજકોટ: જેતપુર તાલુકાના ચારણીયા ગામમાં યુવતીએ આપઘાત કર્યો છે. અગમ્ય કારણોસર યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી માહિતી અનુસાર યુવતીના માતા પિતા બહાર ગામ ગયા હતા અને પાછળથી યુવતીએ મોતને વહાલું કરી લીધું. આપઘાત કરનાર યુવતીનું નામ જાનકી રાજુભાઇ રાઠોડ છે. 18 વર્ષની જાનકીએ ક્યા કારણે આપઘાત કર્યો તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ અંગે જેતપુર તાલુકા પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ હાથ ધરી છે.

સગીર વિદ્યાર્થીની પર અનેક વાર દુષ્કર્મ કરનાર શિક્ષકને 20 વર્ષની સજા
ખેડાના જિલ્લાના કપડવંજમાં  સગીર વિદ્યાર્થીની પર અનેક વાર બળાત્કાર કરનાર શિક્ષકને કોર્ટે આકરી સજા ફટકારી છે. નડીયાદ પોક્સો કોર્ટે આ હવસખોર શિક્ષકને 20 વર્ષની સજા અને 6.30 લાખનો દંડ ફટકાર્યો છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામના શિક્ષક મહેશ પટેલે સગીર વિદ્યાર્થિનીને કારમાં બેસાડી ખેતરમાં લઈ જઇ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આ હવસખોર શિક્ષકે  ભોગ બનનાર વિદ્યાર્થિનીને ધમકી પણ આપી હતી કે કોઈને કહીશ તો તેને મારી નાખશે. આ કેસમાં નડીયાદ પોક્સો કોર્ટે  35 જેટલા દસ્તાવેજી તેમજ 12 મૌખિક પુરાવાને ધ્યાને લઈ દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે. 

5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર 40 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદની સજા
મહેસાણામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. મહેસાણાના વિજાપુર તાલુકાના એક ગામમાં વર્ષ 2020માં 5 વર્ષ અને 8 માસની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં  40 વર્ષીય આરોપી પટેલ વિક્રમ સોમાભાઇ  બાળકીને ફટાકડા લઈ આપવાની લાલચ આપી એક્ટિવા પર લઈ ગયો હતો અને ગામની સીમમાં લઈ જઈ આ માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો

Shrawan 2022: પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે કરો આ 3 ટોટકા, દરેક કામ થશે સફળ

Gujarat Election : રાહુલ ગાંધી અમદાવાદમાં કરી શકે છે રોડ શો, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?

Congress : તૂટી રહી છે કોંગ્રેસ, છેલ્લા 8 મહિનામાં 8 મોટા નેતાઓએ છોડી પાર્ટી, 4 તો કેન્દ્રીય મંત્રી હતા

PM Modi Gujarat Visit LIVE: આજથી પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, અમદાવાદને આપશે આ ભેટ

Supreme Court : આજે શપથ લેશે જસ્ટિસ લલિત, કાર્યકાળ દરમિયાન મુખ્યત્વે આ 3 સુધારાની કરી જાહેરાત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget