HBD Suryakumar Yadav: 360 ડિગ્રી શૉટ ફટકારનારા SKYનો આજે છે 32મો જન્મદિવસ, પત્નીએ આ રીતે આપી શુભેચ્છા, જાણો બન્નેની લવ સ્ટૉરી..........
ખાસ વાત છે કે, સૂર્યકુમાર યાદવ અત્યારે ICCની T20 રેન્કિંગમાં ચોથા નંબર પર છે, ભારતીય ટીમમાં સૂર્યકુમાર યાદવ એક મીડલ ઓર્ડર બેટ્સમેનની જબરદસ્ત ભૂમિકા નિભાવી રહ્યો છે,
HBD Suryakumar Yadav: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન ગણાતા સૂર્યકુમાર યાદવ આજે પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. મિસ્ટર 360 ડિગ્રી નામથી જાણીતા થયેલા ટુંક સમયમાં જ ક્રિકેટના ઇતિહાસમાં પોતાના નામે મોટા મોટા રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે. સૂર્યકુમાર યાદવને ટુંકમાં લોકો SKY કહીને બોલાવે છે, સૂર્યકુમારે 2021માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ એક T20I મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ડેબ્યૂ કર્યુ હતુ. ડેબ્યૂ મેચમાં પહેલા બૉલ પર છગ્ગો ફટકારનારો તે ભારતનો પહેલો ખેલાડી બની ગયો હતો.
સૂર્યકુમારનો 32મો જન્મદિવસ -
સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર જન્મ 14મી સપ્ટેમ્બર, 1990ના દિવસે યુપીના ગાઝીપુરમાં થયો હતો, તેના પિતાનુ નામ અશોક કુમાર યાદવ અને માતાનુ નામ સ્વપ્ના યાદવ છે. સૂર્યકુમારે 2016માં સાઉથ ઇન્ડિયન ફ્રેન્ડ દેવિશા શેટ્ટી સાથે લગ્ન કરી લીધા હતા.
ખાસ વાત છે કે, સૂર્યકુમાર યાદવ અત્યારે ICCની T20 રેન્કિંગમાં ચોથા નંબર પર છે, ભારતીય ટીમમાં સૂર્યકુમાર યાદવ એક મીડલ ઓર્ડર બેટ્સમેનની જબરદસ્ત ભૂમિકા નિભાવી રહ્યો છે, અને તેને 360 ડિગ્રી શૉટ ફટકારનારો બેટ્સમેન પણ કહેવામાં આવે છે. અત્યારે સૂર્યકુમાર યાદવની સ્ટાઇક રેટ 173.29ની છે. તેને તાજેતરમાં જ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી20માં તાબડતોડ સદી 117 રનની ઇનિંગ રમીને બધાને ચોંકાવી દીધા હતા.
Suryakumar Yadav Love Story: કૉલેજમાં જ સાઉથ ઈન્ડિયન છોકરીને દિલ આપી ચુક્યો હતો સુર્યકુમાર, રિલેશનના 4 વર્ષ પછી થયા હતા લગ્ન -
ભારતના સ્ટાર બેટ્સમેને સૂર્યકુમારની પત્નીનું નામ દેવીશા છે. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2012માં થઈ હતી. ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ 29 મે 2016ના રોજ લગ્ન કર્યા હતા. સૂર્યકુમાર યાદવ વર્ષ 2012માં સાઉથ ઈન્ડિયન યુવતી દેવીશા શેટ્ટીને મળ્યો હતા. આ મુલાકાત મુંબઈની પોદ્દાર ડિગ્રી કોલેજમાં થઈ હતી.
પ્રથમ મુલાકાત વખતે સૂર્યકુમાર માત્ર 22 વર્ષનો હતો અને દેવીશા તેનાથી ત્રણ વર્ષ નાની હતી. અહીં સૂર્યાએ દેવીશાને નૃત્ય કરતી જોઈ. ત્યારથી તે દેવીશાના સપના જોવા લાગ્યો. સૂર્યકુમારે ધીરે ધીરે દેવીશાની નજીક આવવાનો પ્રયત્ન કર્યો અને તેને સફળતા મળતી રહી. થોડા દિવસોમાં તેણે દેવીશાને પ્રપોઝ કર્યું હતું. વર્ષ 2012 થી 2016 સુધી આ કપલ રિલેશનશિપમાં હતું. જે બાદ તેઓએ લગ્ન કરી લીધા. પરિવારને પણ આ લગ્નમાં બહુ વાંધો નહોતો કારણ કે લગ્નના બે વર્ષ પહેલા જ સૂર્યકુમારે આઈપીએલ દ્વારા પોતાનું નામ બનાવી લીધું હતું.
સૂર્યા અને દેવીશાના લગ્ન દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ પ્રમાણે થયા હતા. લગ્નના દિવસની તસવીરો જોશો તો ખબર પડશે કે આ કપલ તેમના લગ્નને લઈને કેટલું ઉત્સાહિત હતું. દેવીશા એક સામાજિક કાર્યકર છે. 2013 થી 2015 સુધી, તેમણે NGO 'ધ લાઈટ હાઉસ પ્રોજેક્ટ' માટે સ્વયંસેવક તરીકે કામ કર્યું છે.