Cricket : મહિલા ક્રિકેટ ટીમમાં પણ મોટો ફોરફાર, હેડ કોચની હકાલપટ્ટી, આ ખેલાડીને સોંપાઈ જવાબદારી
રમેશ પવાર હવે NCA ચીફ VVS લક્ષ્મણની ટીમમાં કામ કરશે. અહીં તે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ માટે લક્ષ્મણને સપોર્ટ કરશે. રમેશ પવારે કહ્યું હતું કે, તે નવી જવાબદારીથી ખૂબ જ ખુશ છે.
Hrishikesh Kanitkar appointed batting coach : ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્ય કોચ રમેશ પવારને હટાવી દેવામાં આવ્યા છે અને તેના સ્થાને પૂર્વ ક્રિકેટર હૃષિકેશ કાનિટકરને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. BCCIએ માહિતી આપી હતી કે ઋષિકેશ કાનિટકર હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના બેટિંગ કોચની જવાબદારી અદા કરશે. તે 9 ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણી પહેલા ટીમ સાથે જોડાશે. ઉલ્લેખનીય છે કે, આ સીરીઝ 9 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે. બીજી બાજુ વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સમાં ટીમના મુખ્ય કોચ રહી ચૂકેલા રમેશ પવારને હવે નેશનલ ક્રિકેટ એકેડમીમાં મોકલવામાં આવ્યા છે.
રમેશ પવાર હવે NCA ચીફ VVS લક્ષ્મણની ટીમમાં કામ કરશે. અહીં તે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ માટે લક્ષ્મણને સપોર્ટ કરશે. રમેશ પવારે કહ્યું હતું કે, તે નવી જવાબદારીથી ખૂબ જ ખુશ છે અને મહિલા ક્રિકેટ ટીમ સાથેનો તેમનો અનુભવ અદ્ભુત હતો. પવારે કહ્યું હતું કે, મુખ્ય કોચ તરીકે મહિલા ક્રિકેટ ટીમ સાથે કામ કરવું અદ્ભુત હતું. મેં વર્ષોથી દિગ્ગજ ખેલાડીઓ સાથે કામ કર્યું છે. હું NCAમાં મારી નવી જવાબદારીથી ખુશ છું અને આશા રાખું છું કે મારો અનુભવ ભવિષ્યના ખેલાડીઓ માટે ઉપયોગી સાબિત થશે. ટીમ ઈન્ડિયાની બેન્ચ સ્ટ્રેન્થને વધુ મજબૂત બનાવવા VVS લક્ષ્મણ સાથે કામ કરવા ઉત્સુક છું.
કોણ છે નવા બેટિંગ કોચ હૃષિકેશ કાનિટકર?
ઋષિકેશ કાનિટકરે ભારત માટે 2 ટેસ્ટ અને 34 વનડે રમી ચુક્યો છે. આ ઉપરાંત તેની પાસે 146 ફર્સ્ટ ક્લાસ મેચનો અનુભવ પણ છે. આ ડાબોડી બેટ્સમેનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી કંઈ ખાસ રહી નથી પરંતુ ભારતીય સ્થાનિક ક્રિકેટમાં કાનિટકરનું નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે. કાનિટકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10400 રન બનાવ્યા હતાં અને તેને 33 સદી પણ ફટકારી છે. આ સિવાય તેણે લિસ્ટ Aમાં 6 સદી પણ ફટકારી છે. હવે કાનિટકરને આશા છે કે તે બેટિંગ કોચ તરીકે મહિલા ક્રિકેટ ટીમને આગળ લઈ જશે.
કાનિટકરની એન્ટ્રીથી ટીમ ઈન્ડિયાની બેટિંગને થશે ફાયદો!
હૃષિકેશ કાનિટકરે કહ્યું હતું કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો બેટિંગ કોચ બનવું એ સન્માનની વાત છે. આ ટીમમાં ઘણા યુવા અને અનુભવી ખેલાડીઓ છે. મને લાગે છે કે આ ટીમ આગામી પડકારો માટે તૈયાર છે. આગામી સમયમાં મોટી ટુર્નામેન્ટ્સ આવી રહી છે અને બેટિંગ કોચ તરીકે તે મારા માટે રોમાંચક રહેશે. કાનિટકરનો અનુભવ મહિલા ક્રિકેટ ટીમ માટે કામમાં આવી શકે છે અને ટીમ અને તેના બેટ્સમેનો ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે રમાનારી T-20 સિરીઝમાં સારા દેખાવની અપેક્ષા છે.