(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AUS Final: હેડ-સ્મિથની જોડીએ રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહેલીવાર બની આ ઘટના
WTC 2023 Final IND vs AUS: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. લંડનમાં રમાઈ રહેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
WTC 2023 Final IND vs AUS: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. લંડનમાં રમાઈ રહેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની શરૂઆત સારી રહી હતી. પરંતુ આ પછી સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે મુશ્કેલી ઊભી કરી. પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી આ બંને વચ્ચે 251 રનની ભાગીદારી નોંધાઈ હતી. સ્મિથ અને હેડે રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં 200થી વધુ રનની ભાગીદારી કરનાર તે પ્રથમ જોડી બની હતી.
Stumps on the opening day of #WTC23 Final!
— BCCI (@BCCI) June 7, 2023
Australia ended Day 1 at 327/3.
See you tomorrow for Day 2 action.
Scorecard ▶️ https://t.co/0nYl21pwaw#TeamIndia pic.twitter.com/G0Lbyt17Bm
વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 76 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથે ઇનિંગને સંભાળી અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી. સ્મિથે પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી 227 બોલમાં 95 રન બનાવ્યા હતા. જ્યારે હેડે 156 બોલમાં 146 રન બનાવ્યા હતા. તેણે 22 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા. આ રીતે બંનેએ પ્રથમ દિવસે 251 રનની ભાગીદારી નોંધાવી હતી. સ્મિથ-હેડની જોડીએ ઇતિહાસ રચ્યો હતો. હેડ-સ્મિથ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં 200થી વધુ રનની ભાગીદારી કરનાર પ્રથમ ખેલાડી છે. ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસની રમત પૂરી થવા સુધી 327 રન બનાવ્યા હતા.
પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો
રસપ્રદ વાત એ છે કે ટ્રેવિસ હેડે પોતાની સદીની ઇનિંગ્સના આધારે વધુ રેકોર્ડ બનાવ્યા છે. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. હેડે 106 બોલમાં સદી પૂરી કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલનો પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો હતો. પ્રથમ દિવસની રમતના અંતે ટીમે 85 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 327 રન બનાવ્યા હતા. આ દરમિયાન હેડે 22 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 146 રન બનાવ્યા હતા. સ્મિથે 95 રન બનાવ્યા હતા. આ બંને બેટ્સમેન અણનમ રહ્યા હતા. આ પહેલા ડેવિડ વોર્નર 43 રન બનાવીને આઉટ થયો હતો. લાબુશેન 26 રન બનાવીને આઉટ થયો હતો. ખ્વાજા ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.