શોધખોળ કરો
Advertisement
હવે પાંચને બદલે આટલા દિવસ સુધી રમાશે ટેસ્ટ મેચ, ICCનો નવો પ્લાન..........
આ મુદ્દાઓ પરથી માની શકાય કે આઇસીસી પાંચ દિવસનો સમય ઘટાડીને ચાર દિવસની ટેસ્ટ મેચ કરી શકે છે
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપથી ચાર દિવસની ટેસ્ટ મેચ રમાડવાનુ પ્લાનિંગ કરી રહી છે. એક મીડિયા વેબસાઇટ પરથી આ રિપોર્ટ સામે આવ્યો છે.
રિપોર્ટ પ્રમાણે, આઇસીસીની પાસે ટૂર્નામેન્ટ માટે જગ્યા બનાવવા માટે માંગ આવી રહી છે, જેમાં ડૉમેસ્ટિક ટી20 લીગોનો પ્રચાર, બીસીસીઆઇ દ્વારા દ્વીપક્ષીય કેલેન્ડર માટે જગ્યા અને ટેસ્ટ સીરીઝનો ખર્ચ, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હવે ટેસ્ટ મેચના દિવસોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આઇસીસી દિવસો ઘટાડવાનો પ્લાન કરી રહ્યું છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી અધિકારી કેવિન રૉબર્ટ્સને એક રેડિયોને કહ્યું કે, ટેસ્ટ મેચો માટે ગંભીરતાથી વાત ચાલી રહી છે. છેલ્લાં પાંચ-દસ વર્ષોમાં ટેસ્ટને લઇે જે પરિણામો આવ્યા છે, તેના પર વિચાર થઇ રહ્યો છે.
Created with GIMP
તેમને કહ્યું કે, અમે કોશિશ કરીશુ કે આગામી 12થી 18 મહિનાઓની વચ્ચે 2023 થી 2031 સુધીનુ કેલેન્ડર તૈયારી કરી લઇએ. અમે આઇસીસી સભ્યો સાથે આ મુદ્દે વાત કરી રહ્યાં છીએ. જોકે, આ આસાન કામ નથી. પણ આગળ શુ થશે તેના વિશે હજુ કંઇપણ કહેવુ વહેલુ છે.
આ મુદ્દાઓ પરથી માની શકાય કે આઇસીસી પાંચ દિવસનો સમય ઘટાડીને ચાર દિવસની ટેસ્ટ મેચ કરી શકે છે. જેથી અન્ય ટૂર્નામેન્ટો અને ખર્ચને યોગ્ય રીતે હેન્ડલ કરી શકાય. એવુ પણ બને કે આગામી ટેસ્ટ ચેમ્પિયનશીપ ચાર દિવસની ટેસ્ટ મેચોમાં પરિવર્તિત થાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement