શોધખોળ કરો

T20 વર્લ્ડકપમાં ભારતના આ દિગ્ગજો કરશે કૉમેન્ટ્રી, જાણો અન્ય દેશોના કયા-કયા ક્રિકેટરોને કૉમેન્ટ્રી પેનલમાં મળ્યુ સ્થાન, LIST......

જાણો આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની કૉમેન્ટ્રી પેનલમાં કયા કયા દિગ્ગજોને મળ્યુ છે સ્થાન, ભારત માટે કોણ કરશે કૉમેન્ટ્રી............ 

T20 World Cup 2022: ટી20 વર્લ્ડકપ 2022ની ઓસ્ટ્રેલિયામાં શાનદાર રીતે શરૂઆત થઇ ચૂકી છે. રાઉન્ડ વનની મેચો રમાઇ રહી છે, અને સુપર 12ની મેચો આગામી દિવસોથી શરૂ થશે. જોકે આ પહેલા આઇસીસી- ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ટૉપ કૉમેન્ટેટર તરીકેની એક પેનલની યાદી જાહેર કરી છે. જાણો આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની કૉમેન્ટ્રી પેનલમાં કયા કયા દિગ્ગજોને મળ્યુ છે સ્થાન, ભારત માટે કોણ કરશે કૉમેન્ટ્રી............ 

કૉમેન્ટ્રી પેનલની જાહેરાત -  
આઈસીસી દ્વારા ટી20 વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી દેવામાં આવી છે. ટૂર્નામેન્ટ માટે નોમિનેટ થયેલા 29 કોમેન્ટેટરના ગ્રુપમાં 3 મહિલા કોમેન્ટેટર મેલ જોન્સ, ઈસા ગુહા અને નતાલી જર્મનોસને સ્થાન અપાયું છે. આ સાથે પેનલમાં ભારતના હર્ષા ભોગલે, રવિ શાસ્ત્રી અને સુનિલ ગાવસ્કરને પણ સ્થાન મળ્યું છે. આ સાથે-સાથે હાલમાં જ ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર ઈયોન મોર્ગન, પ્રેસ્ટન મોમસેન, ડેલ સ્ટેન અને નિયાલ ઓબ્રાયન જેવા પૂર્વ ક્રિકેટરોને પણ T20 વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી કરવાની તક આપવામાં આવી છે.

આઇસીસી કૉમેન્ટ્રી પેનલના નામોની યાદી - 
રવિ શાસ્ત્રી (ભારત), સુનીલ ગાવસ્કર (ભારત), હર્ષા ભોગલે (ભારત), એડમ ગિલક્રિસ્ટ (ઓસ્ટ્રેલિયા), અતહર અલી ખાન (બાંગ્લાદેશ), ઈયાન બિશપ (વેસ્ટ ઈન્ડિઝ), ઈયાન સ્મિથ (ન્યુઝીલેન્ડ), પોમ્મી મબાંગવા (ઝિમ્બાબ્વે), પ્રેસ્ટન મોમસેન (સ્કોટલેન્ડ), ઈસા ગુહા (ઈંગ્લેન્ડ) , બાજીદ (પાકિસ્તાન), બ્રાયન મુર્ગાટ્રોયડ (નેધરલેન્ડ), માર્ક હોવર્ડ (ઓસ્ટ્રેલિયા), રસેલ આર્નોલ્ડ (શ્રીલંકા), કાર્લોસ બ્રેથવેટ (વેસ્ટ ઈન્ડિઝ), મેલ જોન્સ (ઓસ્ટ્રેલિયા), સેમ્યુઅલ બદ્રી (વેસ્ટ ઈન્ડિઝ), ડેલ સ્ટેન (દક્ષિણ આફ્રિકા) ), માઈકલ એથર્ટન (ઈંગ્લેન્ડ), શેન વોટ્સન (ઓસ્ટ્રેલિયા), ડેની મોરીસન (ન્યુઝીલેન્ડ), માઈકલ ક્લાર્ક (ઓસ્ટ્રેલિયા), શોન પોલક (દક્ષિણ આફ્રિકા), ડર્ક નાન્સ (ડચ), નાસિર હુસૈન (ઈંગ્લેન્ડ), સાઈમન ડૂલે (ન્યુ. ઝીલેન્ડ), ઇઓન મોર્ગન (ઇંગ્લેન્ડ) ), નતાલી જર્મનોસ (દક્ષિણ આફ્રિકા) અને નિઆલ ઓ’બ્રાયન (આયર્લેન્ડ).

T20 WC 2022: ટી20 વર્લ્ડ કપના ઈતિહાસના આ 13 રસપ્રદ તથ્યો અને આંકડા તમારે જરુર જાણવા જોઈએ - 
T20 World Cup Records And Facts: ઓસ્ટ્રેલિયામાં 2022નો T20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે. શરૂઆતના બે દિવસમાં જ આ ટુર્નામેન્ટમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નામિબિયાએ પ્રથમ દિવસે શ્રીલંકાને હરાવ્યું હતું. બીજા દિવસે સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. આ દરમિયાન, જાણો T20 વર્લ્ડ કપના ઇતિહાસમાંથી 13 રસપ્રદ તથ્યો અને આંકડા.
1- વિકેટકીપર તરીકે સૌથી વધુ 32 બેટ્સમેનોને પેવેલિયન મોકલવાનો રેકોર્ડ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે.

2- વેસ્ટ ઈન્ડિઝની ટીમ બે વખત (2012 અને 2016) T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી છે.

3- T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 23 કેચ ઝડપવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સના નામે છે.

4- ટી20 વર્લ્ડ કપમાં માત્ર ક્રિસ ગેલના નામે જ બે સદી છે. તેણે 2007માં દક્ષિણ આફ્રિકા સામે અને 2016માં ઈંગ્લેન્ડ સામે રનના ટ્રિપલ ફિગરને ટચ કર્યો હતો.

5- ટી20 વર્લ્ડ કપમાં ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ભારત તરફથી 26 વિકેટ લીધી છે.

6- ટી20 વર્લ્ડ કપની ટૂર્નામેન્ટનું આયોજન કરતો કોઈ યજમાન દેશે T20 વર્લ્ડ કપ જીતી શક્યો નથી અને વર્તમાન ચેમ્પિયન રહેલી ટીમ પણ વર્લ્ડ કપ જીતી શકી છે.

7- ઓસ્ટ્રેલિયાને 2007માં T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેએ પાંચ વિકેટે હરાવ્યું હતું.

8- શ્રીલંકાએ 2007માં કેન્યા સામે છ વિકેટે 260 રન બનાવી સર્વોચ્ચ ટીમ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો.

9- મહેલા જયવર્દને T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 1016 રન બનાવ્યા છે.

10- ટી-20 વર્લ્ડ કપમાં પહેલી હેટ્રિક ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ 2007માં બાંગ્લાદેશ સામે બનાવી હતી.

11- બાંગ્લાદેશના શાકિબ અલ હસને T20 વર્લ્ડ કપમાં 41 વિકેટ ઝડપી છે.

12- T20 વર્લ્ડ કપમાં સૌથી ઓછો ટીમ સ્કોર 39 રન છે, જે 2014માં નેધરલેન્ડ્સે શ્રીલંકા સામે બનાવ્યો હતો.

13- 2007માં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપમાં પ્રથમ અને છેલ્લી વખત બોલ આઉટ રમાઈ હતી. ત્યાર પછીથી હવે ટાઈ પડવાના કિસ્સામાં એક ઓવર એલિમિનેટર અથવા સુપર ઓવર રમાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર
Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Farmer: ભાવનગરમાં ખેડૂતોને 'લોલીપોપ', ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા માટે બન્યા મજબૂરHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ખનન માફિયાHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન મની માફિયાMICA student killing: અમદાવાદમાં MICA વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસે આરોપી સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર
Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર
Shani Margi 2024: ભિખારી બનાવી દેશે આ ગ્રહ, તેને હળવાશથી ન લો,શનિવારે બદલી રહ્યો છે ચાલ
Shani Margi 2024: ભિખારી બનાવી દેશે આ ગ્રહ, તેને હળવાશથી ન લો,શનિવારે બદલી રહ્યો છે ચાલ
Health Tips: 21 દિવસ સતત ખાલી પેટે પીવો આ પાણી, અનેક બીમારીઓ સામે મળશે રક્ષણ
Health Tips: 21 દિવસ સતત ખાલી પેટે પીવો આ પાણી, અનેક બીમારીઓ સામે મળશે રક્ષણ
Hair Oil: વાળની સમસ્યાથી છૂટકારો મેળવવા કયું તેલ છે સૌથી બેસ્ટ,જાણો વિગતે
Hair Oil: વાળની સમસ્યાથી છૂટકારો મેળવવા કયું તેલ છે સૌથી બેસ્ટ,જાણો વિગતે
Ahmedabad: જાણો વિદ્યાર્થી પ્રિયાંશુના હત્યારા વિરેન્દ્રસિંહને પકડવામાં કેવી રીતે મળી કળી, ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલે આ રીતે પાડ્યો ખેલ
Ahmedabad: જાણો વિદ્યાર્થી પ્રિયાંશુના હત્યારા વિરેન્દ્રસિંહને પકડવામાં કેવી રીતે મળી કળી, ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલે આ રીતે પાડ્યો ખેલ
Embed widget