શોધખોળ કરો
Advertisement
ICCએ લોન્ચ કરી વર્લ્ડકપ સુપર લીગ, જાણો ક્યારે રમાશે પ્રથમ મેચ અને કઈ કઈ ટીમ લેશે હિસ્સો
સમગ્ર લીગ દરમિયાન એક ટીમને 8 સીરિઝ રમી પડશે. દરેક ટીમ ચાર સીરિઝ ઘરઆંગણે અને ચાર સીરિઝ વિદેશમાં રમશે.
લંડનઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ક્રિકેટ વર્લ્ડકપ સુપર લીગની જાહેરાત કરવામાં આવી છે. જેની શરૂઆત ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે 30 જુલાઈથી રમાનારી વન ડે સીરિઝથી થશે. આ લીગ દ્વારા 203માં ભારત રમાનારા વર્લ્ડકપ માટે ટીમો ક્વોલીફાય કરશે.
આઈસીસી રેંકિંગની 12 ટીમો ઉપરાંત નેધરલેન્ડની ટીમ પણ લીગનો હિસ્સો બનશે. નેધરલેન્ડે 2015-17માં રમાયેલી વર્લ્ડકપ ક્રિકેટ લીગ પોતાના નામે કરી હતી. યજમાન ઈન્ડિયા ઉપરાંત લીગમાં ટોપ 7 રહેનારી ટીમો 2023ના વર્લ્ડકપમાં સીધુ સ્થાન મેળવશે.
સમગ્ર લીગ દરમિયાન એક ટીમને 8 સીરિઝ રમી પડશે. દરેક ટીમ ચાર સીરિઝ ઘરઆંગણે અને ચાર સીરિઝ વિદેશમાં રમશે. એક મેચ જીતવા પર ટીમને 10 પોઇન્ટ મળશે. જો મેચનું પરિણામ ન આવે કે ટાઈ પડે તો બંને ટીમને પાંચ-પાંચ પોઇન્ટ આપવામાં આવશે.
જે ટીમ નીચેના પાંચ ક્રમે રહેશે તેમને વર્લ્ડકપ માટે ક્વોલીફાય કરવાનો વધુ એક મોકો અપાશે. આ પાંચ ટીમો વચ્ચે બે સ્થાનને લઈ ટક્કર થશે. ક્વોલીફાયર પ્લે ઓફ માટે આ ટીમોને વર્લ્ડકપમાં સામેલ કરવાની રેસમાં ટકી રહેવાનો મોકો અપાશે.
વર્લ્ડકપ સુપર લીગની શરૂઆત મે 2020માં થવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે લીગ 30 જુલાઈથી શરૂ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement