ICC ODI World Cup 2023: ક્રિસ ગેઈલની ભવિષ્યવાણી, આ ખેલાડી ભારતને જીતાડશે વર્લ્ડકપ
Virat Kohli WC 2023: વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેઈલે વિરાટ કોહલીના વખાણ કર્યા છે. ગેલનું કહેવું છે કે કોહલી બેટિંગમાં બધાને પાછળ છોડી દેશે.
World Cup 2023 Virat Kohli Chris Gayle: આઈસીસી દ્વારા થોડા દિવસ પહેલા વર્લ્ડકપ 2023નું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જે બાદ ક્રિકેટ ચાહકોની નજર ભારત-પાકિસ્તાન મુકાબલા પર છે. અમદાવાદમાં હોટલના ભાડા પણ અત્યારથી વધી ગયા છે. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેઇલે મોટી વાત કરી છે.
ક્રિસ ગેઈલે શું કહ્યું
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેઈલે વિરાટ કોહલીના વખાણ કર્યા છે. ગેલનું કહેવું છે કે કોહલી બેટિંગમાં બધાને પાછળ છોડી દેશે. તેમનું કહેવું છે કે કોહલી વર્લ્ડ કપ 2023માં જોરદાર વાપસી કરશે. કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 639 રન બનાવ્યા હતા. આ દરમિયાન બે સદીઓ પણ જડાઈ ગઈ હતી. હવે તેઓ વેસ્ટ ઈન્ડિઝ સામે શ્રેણી રમવા માટે તૈયાર છે.
ગેઈલે કોહલી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ ગેઈલે કહ્યું, “મુશ્કેલ સમય લાંબો સમય ચાલતો નથી. પરંતુ મજબૂત ખેલાડીઓ લાંબા સમય સુધી ટકી રહે છે. વિરાટ શારીરિક અને માનસિક રીતે ખૂબ જ મજબૂત છે. મને એવું કોઈ કારણ દેખાતું નથી કે શા માટે તે વર્લ્ડ કપમાં વર્ચસ્વ નહીં કરે. રમતવીર તરીકે, આપણે બધા એવા તબક્કામાંથી પસાર થઈએ છીએ જ્યાં વસ્તુઓ નિરાશાજનક બને છે. પણ સકારાત્મક ઉર્જા સાથે પાછા ફરો. જ્યારે પાછા આવીએ છીએ, ત્યારે તે ખૂબ જ જોખમી છે.
ટીમ ઈન્ડિયા પર રહેશે દબાણ
ક્રિસ ગેલનું માનવું છે કે વર્લ્ડ કપ 2023 દરમિયાન ટીમ ઈન્ડિયા પર દબાણ રહેશે. તેણે કહ્યું, “હું જાણું છું કે ભારત લાંબા સમયથી ICC ટ્રોફી જીત્યું નથી. વેસ્ટ ઈન્ડિઝની પણ એવી જ હાલત છે. અમે છેલ્લે 2016માં ટાઈટલ જીત્યું હતું. પરંતુ આ વખતે ભારતીય ટીમ હોમ ગ્રાઉન્ડ પર રમશે. જેના કારણે દબાણ વધુ રહેશે.
ભારતે 2011માં જીત્યો હતો વર્લ્ડકપ
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ODI વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. આ વખતે ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં હોમ ગ્રાઉન્ડ પર રમશે. વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે. આ જ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મેચ રમાશે.
વર્લ્ડકપમાં ભારતના મુકાબલા
- 8 ઓક્ટોબર, ઓસ્ટ્રેલિયા
- 11 ઓક્ટબર, અફઘાનિસ્તાન
- 15 ઓક્ટોબર, પાકિસ્તાન
- 19 ઓક્ટોબર, બાંગ્લાદેશ
- 22 ઓક્ટોબરઃ ન્યુઝીલેન્ડ
- 2 નવેમ્બરઃ ક્વોલિફાયર 2
- 5 નવેમ્બરઃ સાઉથ આફ્રિકા
- 11 નવેમ્બરઃ ક્વોલિફાયર 1
અમદાવાદમાં રમાશે આ મુકાબલા
- 5 ઓક્ટોબર, ગુરુવાર ઈંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ
- 15 ઓક્ટોબર, રવિવાર, ભારત vs પાકિસ્તાન
- 4 નવેમ્બર, શનિવાર, ઈંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા
- 10 નવેમ્બર, શુક્રવાર સાઉથ આફ્રિકા vs અફઘાનિસ્તાન
- 19 નવેમ્બર, રવિવાર, ફાઇનલ
Join Our Official Telegram Channel: