શોધખોળ કરો

ICC ODI World Cup 2023: BCCIએ વર્લ્ડકપ માટે ક્યા 20 ખેલાડીને કર્યા શોર્ટ લિસ્ટ ? ક્યા ધુરંધરોનાં કપાયાં પત્તાં ?

ODI World Cup 2023: . હજુ સુધી આ વર્લ્ડકપનું શિડ્યુલ જાહેર થયું નથી. વર્લ્ડકપની ભારતે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. ભારતમાં ચોથીવાર ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન થવા જઈ રહ્યુ છે.

ICC ODI World Cup 2023: નવા વર્ષની શરૂઆત થતાં જ આગામી 2023ના ODI વર્લ્ડકપનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. આ સમગ્ર વર્લ્ડકપની મેચો ભારતમાં રમાવાની છે. આ વર્લ્ડકપનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં થવાનું છે. હજુ સુધી આ વર્લ્ડકપનું શિડ્યુલ જાહેર થયું નથી. ભારતમાં ચોથીવાર ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન થવા જઈ રહ્યુ છે. આ વર્ષે પ્રથમ વખત બનશે કે ભારતમાં જ તમામ મેચ રમાશે અને ભારત જ સિંગલ રીતે યજમાની કરશે.

વર્લ્ડકપની ભારતે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. વન ડે વર્લ્ડકપ અને ભારતના અન્ય આંતરરાષ્ટ્રીય પ્રવાસ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે ટીમ ઈન્ડિયાના સ્ટાર્સના આઇપીએેલના વર્ક-લોડ પર નજર રાખવામાં આવશે. આ ઉપરાંત ખેલાડીઓની ફિટનેસમાં સુધારો લાવવાના આશય સાથે બીસીસીઆઇએ ટીમ ઈન્ડિયામાં સિલેક્શન માટે 'યો યો' ટેસ્ટને ફરજીયાત બનાવી દીધો છે.

કોનું કપાઇ શકે છે પત્તું

બીજી મોટી જાહેરાત બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે જાહેર કરી છે કે બોર્ડે 2023 ODI વર્લ્ડ કપ માટે 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. ટીમ મેનેજમેન્ટ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારી મેગા ઇવેન્ટ પહેલા ખેલાડીઓનો ટેસ્ટ કરશે. હાલની જે કોર ટીમ છે તેને જ જાળવી રાખવામાં આવશે. રિષભ પંતનો અકસ્માત થતાં તે 10 મહિના ક્રિકેટથી દૂર રહેશે. આ સ્થિતિમાં વર્લ્ડકપમાં તેના સમાવેશના ચાન્સ નહીંવત છે. ઉપરાંત જો રવિન્દ્ર જાડેજા સંપૂર્ણ ફીટ હશે તો અક્ષર પટેલનું પત્તુ કપાઈ શકે છે. વોશિંગ્ટન સુંદર પર વ્હાઇટ બોલ ક્રિકેટમાં શાનદાર દેખાવ કરી રહ્યો છે. શિખર ધવન, ભુવનેશ્વર કુમારનો પણ સંભવિતોમાં સમાવેશ કરાયો નથી.  વર્લ્ડકપ શરૂ થવાના એક મહિના પહેલા 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવશે.

BCCIએ વર્લ્ડકપ માટે ક્યા 20 ખેલાડીને કર્યા શોર્ટ લિસ્ટ ? 

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી, શુભમન ગિલ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, રિષભ પંત/સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ ક્રિષ્ના

વર્લ્ડકપમાં 10 ટીમો હશે અને 2019ની જેમ જ નિયમ હશે

આગામી 2023ના ODI વર્લ્ડકપમાં કુલ 10 ટીમો હશે અને 2019ના વર્લ્ડકપ જેમ કોઈ ગ્રુપ નહીં હોય. તમામ ટીમોએ 9 ટીમ સામે રમવું પડશે અને ટોપ-4 ટીમોને સેમિફાઇનલમાં સ્થાન મળશે. આ ICC  વર્લ્ડકપમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન આમને-સામને થઈ શકે છે. આ વર્લ્ડકપ માટે અત્યાર સુધીમાં 7 ટીમો ક્વોલિફાય થઈ છે. ICC વર્લ્ડકપમાં ક્વોલિફાય કરવા માટે વર્લ્ડકપ સુપર લીગનું આયોજન કરી રહી છે જેમાં કુલ 13 ટીમોને સામેલ કરાઈ છે.

આગાઉ પણ ભારતે સયુક્તમાં વર્લ્ડકપનું આયોજન કર્યુ છે

આ પહેલા ભારતમાં 1987, 1996 અને 2011માં પણ ODI વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 1987માં ભારત સાથે પાકિસ્તાન, વર્ષ 1996માં ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા જ્યારે વર્ષ 2011માં ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં સાથે સયુક્ત રીતે વર્લ્ડકપનું આયોજન કર્યુ હતું. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2011માં વનડે વર્લ્ડકપ જીત્યો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Embed widget