ICC એ શેર કર્યું વનડે World Cup 2023 માટેનું નવું પૉસ્ટર, 1 ટ્રૉફી અને 10 છે કેપ્ટનો
વાયરલ થયેલા આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 (WC 2023)ના પૉસ્ટરમાં તમામ ટીમોના કેપ્ટનો દેખાઇ રહ્યાં છે
ODI World Cup 2023: આગામી મહિનાથી આઇસીસી ક્રિકેટનો વનડે વર્લ્ડકપ શરૂ થઇ રહ્યો છે, આ વર્લ્ડકપ 2023 ભારતમાં રમાઇ રહ્યો છે. તમામ ટીમોના સભ્યો આ ટૂર્નામેન્ટ માટે તૈયારીઓ કરી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે આઇસીસીનું વનડે વર્લ્ડકપ 2023નું પૉસ્ટર સામે આવ્યુ છે, ખુદ આઇસીસીએ પૉસ્ટર ફોટોને પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શેર કર્યુ છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યું છે.
વાયરલ થયેલા આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 (WC 2023)ના પૉસ્ટરમાં તમામ ટીમોના કેપ્ટનો દેખાઇ રહ્યાં છે. 10 ટીમોના કેપ્ટનો વર્લ્ડકપ 2023ની ટ્રૉફીની આસપાસ છે. આ શાનદાર પૉસ્ટરમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની સાથે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડના કેપ્ટનો દેખાઇ રહ્યાં છે, ખાસ વાત છે કે, આ પૉસ્ટરમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનની વાપસી થઇ છે. કીવી કેપ્ટન કેન વિલિયમસન છેલ્લા કેટલાય સમયથી ઇજાના કારણે ક્રિકેટથી દુર હતો, જોકે હવે તેની વાપસીથી ટૂર્નામેન્ટ વધુ રોચક બનશે.
Just 10 days to go 🤩
Which team will come out on top and lift the #CWC23 trophy? 🏆
All you need to know 📝 https://t.co/LBYhVMm8ow pic.twitter.com/1KILyY3cBO — ICC (@ICC) September 25, 2023
ભારતના કેપ્ટન રોહિત શર્મા અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ આ પૉસ્ટમાં દેખાઇ રહ્યાં છે, વર્લ્ડકપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે અને ભારત તેનું યજમાન છે. આ ટૂર્નામેન્ટ 5મી ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ICC poster for the 2023 World Cup.
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 25, 2023
Captain Kane Williamson is back! pic.twitter.com/uxuixFKRA5
વનડે ક્રિકેટની મેગા ઇવેન્ટ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી શરૂ થશે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ 8 ઓક્ટોબરથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મૉસ્ટ અવેટેડ મેચ 8 માર્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
Who will take home the top #CWC23 prize? 💰
— ICC (@ICC) September 25, 2023
More: https://t.co/Ubo4iRkbsI pic.twitter.com/RGFQGyUcdq
The 10 teams of #CWC23 🎉 pic.twitter.com/WsUNdEj4LG
— ICC (@ICC) July 11, 2023
-