ICC T20 વર્લ્ડકપ 2022નુ શિડ્યૂલ જાહેર, 16 ઓક્ટોબર નહીં આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાન મેચ, જુઓ શિડ્યૂલ
ક્રિકેટ પ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં, ICC એ આ વર્ષે રમાનારા T20 વર્લ્ડકપ માટે શિડ્યૂલ જાહેર કરી દીધુ છે.
ICC T20 World Cup 2022 Schedule/ India Pakistan Match in T20: ક્રિકેટ પ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં, ICC એ આ વર્ષે રમાનારા T20 વર્લ્ડકપ માટે શિડ્યૂલ જાહેર કરી દીધુ છે. શિડ્યૂલ અનુસાર, પહેલી મેચ શ્રીલંકા અને નામીબિયા વચ્ચે 16 ઓક્ટોબર 2022 એ રમાશે. આ મેચ ક્વૉલિફાયર હશે. આ ઉપરાંત દુનિયાભરના ક્રિકેટ ફેન્સ જે મેચનો બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે, એટલે કે ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) ની પહેલી મેચ 23 ઓક્ટોબરે રમાશે.
IND vs PAK: T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મુકાબલાની તમામ ટિકિટ ત્રણ મહિના પહેલા જ વેચાઈ ગઈ
T20 World Cup, 2022 India vs Pakistan: ટી-20 વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાશે. આ ટૂર્નામેન્ટ 16 ઓક્ટોબરથી શરૂ થશે અને અંતિમ મેચ 13 નવેમ્બરે રમાશે. ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થશે. જેને લઈને ક્રિકેટ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ભારત-પાક મેચની તમાત ટિકિટ ત્રણ મહિના પહેલા જ વેચાઈ ગઈ છે.
ફાઇનલની ટિકિટો પણ વેચાઈ ગઈ
ટી-20 વર્લ્ડ કપ 2022માં 23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચની તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. આ માહિતી ટૂરિઝમ ઓસ્ટ્રેલિયા અને અન્ય ઘણા ટ્રાવેલ એજન્ટ્સ પાસેથી મળી છે. સમાચાર મુજબ ટી-20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલની ટિકિટો પણ લગભગ પૂરી રીતે વેચાઈ ગઈ છે.
ભારત-પાકિસ્તાન મુકાબલાની છે રાહ
ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે પોતાની પ્રથમ મેચ રમશે. આ રોમાંચક મેચ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ પહેલા એશિયા કપમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. એશિયા કપ આ વખતે શ્રીલંકામાં જ રમાવાનો છે, જોકે તેનો કાર્યક્રમ હજુ જાહેર કરવામાં આવ્યો નથી.
જનરલ ટિકિટો સંપૂર્ણ વેચાઈ ગઈ
ગ્લોબલ સ્પોર્ટ્સ ટ્રાવેલ કંપનીના જણાવ્યા અનુસાર 40 ટકા પેકેજ ભારતમાં ખરીદવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તર અમેરિકામાં 27 ટકા, ઓસ્ટ્રેલિયામાં 18 ટકા અને ઇંગ્લેન્ડ સહિત અન્ય દેશોમાં 15 ટકા પેકેજ ખરીદવામાં આવ્યા છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની હોટલોમાં એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે. ભારત-પાક મેચ માટેની સામાન્ય ટિકિટો સંપૂર્ણપણે વેચાઈ ગઈ છે, કેટલીક વીઆઈપી ટિકિટો બાકી છે.
આ પણ વાંચો.........
Aadhaar Card: ભુવન આધાર પોર્ટલ શરૂ, હવે ઘરે બેઠા મળશે આ તમામ સુવિધાઓ, ISRO સાથે થઈ ડીલ
Gaganyaan Mission: 2023માં અવકાશમાં ઉડાન ભરશે ગગનયાન, જાણો કેવું હશે ભારતનું પ્રથમ માનવ મિશન?
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, અમદાવાદમાં યલો તો આ જગ્યાએ રેડ એલર્ટ જાહેર
Shani Dev: શનિ દેવે માતાનું અપમાનનો બદલો લેવા માટે કરી કઠોર તપસ્યા, ત્યારે ભગવાન શિવે આપ્યું આ વરદાન
Coronavirus News: દેશમાં કોરોનાના કેસનો આંકડો 21 હજારને પાર, આટલા લોકોના થયા મોત
5 મહિનામાં પ્રથમ વખત સોનું 50 હજાર નીચે આવ્યું, 23 મહિના પહેલા ભાવ 56126 રૂપિયાના રેકોર્ડ સ્તરે હતો