(Source: ECI/ABP News/ABP Majha)
5 મહિનામાં પ્રથમ વખત સોનું 50 હજાર નીચે આવ્યું, 23 મહિના પહેલા ભાવ 56126 રૂપિયાના રેકોર્ડ સ્તરે હતો
આ વર્ષે માર્ચમાં સોનું 2,078 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરે હતું. છેલ્લા ચાર મહિનામાં, તે 18% થી વધુ ઘટીને લગભગ $388 પ્રતિ ઔંસ થઈ ગયું છે.
વિશ્વભરમાં વ્યાજદરમાં સતત વધારો અને ડોલરની મજબૂતાઈની સીધી અસર સોના પર પડી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 15 મહિના અને સ્થાનિક બજારમાં 5 મહિનાની નીચી સપાટીએ આવી ગયું છે. વિશ્લેષકોના મતે, આ ઘટાડો ચાલુ રહી શકે છે અને આગામી 3-6 મહિનામાં સોનું રૂ. 48,000 પ્રતિ 10 ગ્રામનું સ્તર જોઈ શકે છે.
ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં, સોનું છેલ્લા એક મહિનામાં $143 (7.8%) ના ઘટાડા સાથે $1,700 પ્રતિ ઔંસના સપોર્ટ લેવલથી નીચે ગયું હતું. તેની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી હતી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર બુલિયનમાં સોનું ઘટીને 49,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. અગાઉ આ વર્ષે ફેબ્રુઆરીમાં સોનું 50,000ની નીચે આવી ગયું હતું.
લગભગ 23 મહિના પહેલા, 7 ઓગસ્ટ 2020 ના રોજ, તે 56,126 રૂપિયાના રેકોર્ડ સ્તરે હતો. આંતરરાષ્ટ્રીય સોનાના બજારમાં સ્થાનિક બજાર કરતાં વધુ અસ્થિરતા જોવા મળી છે. આ વર્ષે માર્ચમાં સોનું 2,078 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરે હતું. છેલ્લા ચાર મહિનામાં, તે 18% થી વધુ ઘટીને લગભગ $388 પ્રતિ ઔંસ થઈ ગયું છે. તેની સરખામણીમાં, ભારતીય બજારમાં રેકોર્ડ સ્તરથી 10% કરતા ઓછો ઘટાડો જોવા મળ્યો અને તેને 23 મહિના લાગ્યા છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે, રૂપિયાની નબળાઈ અને ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારાને કારણે સોનાને સપોર્ટ મળી રહ્યો છે. જો ડોલર સામે રૂપિયો એક વર્ષ પહેલાના સ્તરે હોત તો દેશમાં સોનું 40,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે આવી ગયું હોત. 21 જુલાઈ, 2021ના રોજ રૂપિયો 74.52 પર હતો, જે હવે 80 પર છે.
નજીકના ભવિષ્યમાં સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા ઓછી છે
નિશ્લેષકોનું કહેવું છે કે, ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે અને રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. જેના કારણે આગામી થોડા સમય સુધી સોનામાં કોઈ મોટો ઉછાળો આવે તેવી શક્યતા ઓછી છે.