શોધખોળ કરો

ICC T20 WC 2021, IND Vs AUS: કોહલી દ્વારા જેની અવગણના કરવામાં આવે છે તેણે રોહિતની કેપ્ટનશિપમાં પ્રથમ ઓવરમાં જ ઓસ્ટ્રેલિયાની ટીમમાં પાડી દીધો સોંપો, જાણો વિગત

T20 WC, IND vs AUS: ઈનિંગની બીજી જ ઓવરમાં અશ્વિને ડેવિડ વોર્નરને 1 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. જ્યારે બીજા જ બોલે મિશેલ માર્શને ખાતું પણ ખોલવા દીધું નહોતું, અશ્વિને બે બોલમાં બે વિકેટ લીધી હતી.

IND vs AUS, T20 WC: ભારત તેની બીજી અને આખરી પ્રેક્ટિસ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી રહ્યું છે.  મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ લીધી છે. ભારત તરફથી રોહિત શર્મા આ મેચમાં કેપ્ટનશિપ કરી રહ્યો છે. જ્યારે વિરાટ કોહલી બેંચ પર બેઠો છે. ભારત આ મેચમાં બેટિંગ ઓર્ડર અને બોલિંગ આક્રમણ નક્કી કરશે. આજની મેચ બાદ ભારતે 24 ઓક્ટોબરે કટ્ટર હરિફ પાકિસ્તાન સામે રમીને ટુર્નામેન્ટની શરૂઆત કરવાની છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા ઓસ્ટ્રેલિયાની શરૂઆત નબળી રહી છે. 3.2 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 11 રન પર 3 વિકેટ છે. રવિચંદ્રન અશ્વિન રોહિત શર્માની કેપ્ટનશિપ સાથે જ જૂના રંગમાં પાછો ફર્યો તેમ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાના કેંપમાં સોંપો પાડી દીધો હતો. ઈનિંગની બીજી જ ઓવરમાં અશ્વિને ડેવિડ વોર્નરને 1 રનના સ્કોર પર એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. જ્યારે બીજા જ બોલે મિશેલ માર્શને ખાતું પણ ખોલવા દીધું નહોતું, અશ્વિને બે બોલમાં બે વિકેટ લીધી હતી. જાડેજાએ ફિંચને 8 રને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.

ભારત આ ખેલાડીઓ સાથે રમી રહ્યું છે

કેએલ રાહુલ, રોહિત શર્મા, ઈશાન કિશન, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, રાહુલ ચહર, વરૂણ ચક્રવર્તી

બેન્ચઃ વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી

T20 World Cup: શાર્દૂલ ઠાકુરને છેલ્લી ઘડીએ કોના એક ફોનથી   T-20 વર્લ્ડ કપની ટીમમાં લઈ લેવાયો ? 

ભારત તેની બીજી અને આખરી પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 3.30 કલાકે મેચ શરૂ થશે. ભારત આ મેચમાં બેટિંગ ઓર્ડર અને બોલિંગ આક્રમણ નક્કી કરશે. આજની મેચ બાદ ભારતે 24 ઓક્ટોબરે કટ્ટર હરિફ પાકિસ્તાન સામે રમીને ટુર્નામેન્ટની શરૂઆત કરવાની છે.

શાર્દુલને ટીમમાં લેવાનો કોનો હોઈ શકે છે આઈડિયા

થોડા દિવસ પહેલા ટીમ ઈન્ડિયામાં અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પહેલા શાર્દુલ રિઝર્વ ખેલાડી અને અક્ષર પટેલ ટીમમાં હતો પણ પછી તેનાથી ઉલટું થઈ ગયું હતું. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનના કહેવા મુજબ ઠાકુરને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવાનો આઈડિયા ધોનીનો હોઈ શકે છે. ધોનીએ આ અંગે કેપ્ટન કોહલી અને કોચ શાસ્ત્રી સાથે વાત કરી હતી. વોને ઠાકુરની તુલના દિગ્ગજ ઓલરાઉન્ડ ઈયાન બોથમ સાથે પણ કરી હતી.

શાર્દુલ ટી20 વર્લ્ડકપમાં ભજવી શકે છે મોટી ભૂમિકા

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું, શાર્દુલ ઠાકુર ટી20 વર્લ્ડકપમાં ભારત માટે મોટી ભૂમિકા ભજવી શકે છે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીનો તેને ટીમમાં સામેલ કરવા પાછળ હાથ હોઈ શકે છે. ધોની ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના મેંટોર તરીકે કામ કરશે.

ઈયાન બોથમ જેવો બની શકે છે શાર્દુલ

વોને ક્રિકબઝ સાથે વાતચીતમાં કહ્યું, ભારતીય ટીમના મેંટોંર તરીકે ધોની છે. તેના આવવાથી ભારતને ફાયદો થશે. વોને શાર્દુલ ઠાકુરની તુલના ઈયાન બોથમ સાથે કરતાં કહ્યું, સીએસકેનો આ ક્રિકેટર આગળ જતાં આવો બની શકે છે. તે પોતાની બોલિંગમાં વિવિધતાથી બેટ્સમેનોને હેરાન કરી દે છે અને તેની સામે રમવું ઘણું મુશ્કેલ હોય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ
અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વટાળ પ્રવૃતિમાં શિક્ષકો?Hun To Bolish : હું તો બોલીશ : સિંઘમે કરી સર્વિસGujarat Police : ગુંડાઓની હવે ખરી નથી! | ગુજરાત પોલીસ વડાએ શું કર્યો આદેશ?Surat Crime : કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ, નરાધમ પર ફિટકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ
અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
પાકિસ્તાની ખેલાડીઓની ફજેતી! ચેમ્પિયન્સ ટ્રોફીમાં તો હાર્યા ને હવે અહીંયે કોઈએ ભાવ ના આપ્યો!
પાકિસ્તાની ખેલાડીઓની ફજેતી! ચેમ્પિયન્સ ટ્રોફીમાં તો હાર્યા ને હવે અહીંયે કોઈએ ભાવ ના આપ્યો!
ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી કરશે ઓપનિંગ? મજબૂત છે મિડલ ઓર્ડર; જાણો IPL 2025 માટે RCB ની પ્લેઇંગ ઈલેવન
ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી કરશે ઓપનિંગ? મજબૂત છે મિડલ ઓર્ડર; જાણો IPL 2025 માટે RCB ની પ્લેઇંગ ઈલેવન
પાકિસ્તાન સહિત આ 43 દેશોનું આવી બન્યું! ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ડ્રાફ્ટ તૈયાર ગયો છે
પાકિસ્તાન સહિત આ 43 દેશોનું આવી બન્યું! ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ડ્રાફ્ટ તૈયાર ગયો છે
Embed widget