શોધખોળ કરો

T20 WC, Ind vs Pak: વર્લ્ડકપમાં ભારતનો પાકિસ્તાન સામે પ્રથમ પરાજ્ય, આ રહ્યા હારના કારણો

ICC T20 WC 2021, IND vs PAK: પાકિસ્તાનને ભારતને 10 વિકેટથી કારમી હાર આપીને વર્લ્ડકપમાં પ્રથમ વિજય મેળવ્યો.

T20 World Cup, India vs Pakistan: ટી20 વર્લ્ડકપમાં આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 152 રનના પડકારને પાકિસ્તાને  17.5 ઓવરમાં વિના વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. બાબર આઝમ 68 રન અને મોહમ્મદ રિઝવાન 79 રને અણનમ રહ્યા હતા. ભારતના બોલરો એકપણ વિકેટ લઈ શક્યા નહોતા..

ભારતની હારના કારણો

ઓપનિંગ જોડી નિષ્ફળઃ ભારતને જેના પર સૌથી ભરોસો હતો તેવા ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડી નિષ્ફળ ગઈ હતી. રોહિત તો ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો, જ્યારે રાહુલ 3 રન બનાવી આઉટ થયો હતો. બંને ઓપનરોની ડાબોડી સ્વિંગ બોલર સામે રમવાની નબળાઈ ફરી સામે આવી હતી.

વધુ પડતો આત્મ વિશ્વાસ નડ્યોઃ ટીમ ઈન્ડિયાને ખેલાડીઓ આજની મેચ પહેલા વધુ પડતા આત્મવિશ્વાસમાં હતા. તેઓ પાકિસ્તાનને હલકામાં લેતા હતા પરંતુ પાકિસ્તાને ભારતને પછાડવાની તમામ તૈયારી કરી હતી અને છેક સુધી વ્ચૂહરચના પ્રમાણે જ રમ્યા હતા.

કોહલીને સામા છેડેથી સાથ ન મળ્યોઃ કોહલીએ એક છેડો સાચવી રાખ્યો હતો. પરંતુ રિષભ પંતને બાદ કરતાં પાછળના બેટ્સમેનો જાડેજા અને પંડ્યા આક્રમક બેટિંહગ ન કરી શક્યા. જેના કારણે ભારત 160નો સ્કોર ન બનાવી શક્યું.

બોલર્સ પણ પાણીમાં બેસી ગયાઃ બુમરાહ, શમી, જાડેજા, અને મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી  પણ કોઈ કમાલ કરી શક્યા નહોતા. 10 ઓવરમાં જ પાકિસ્તાને વિના વિકેટે 71 રન બનાવીને જીતનો પાયો નાંખી દીધો હતો. ભુવનેશ્વર કુમારને ટીમમાં લેવામાં આવતાં ઘણાને આશ્ચર્ય થયું હતું. ભારતીય બોલર્સ પાકિસ્તાનના બોલર્સની જેમ સ્લો બોલ કે યોર્કર બોલ ફેંકવામાં નિષ્ફળ ગયા હતા.

કોહલીના નામે નોંધાયો ભૂંડો રેકોર્ડ

ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે હાર સાથે જ કોહલીના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. કોહલી વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે હારનારો પ્રથમ ભારતીય કેપ્યન બન્યો હતો. આ પહેલા 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પણ કોહલીની કેપ્ટનશિપમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો.

ટોસ હારીને ભારતની પ્રથમ બેટિંગ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 151 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહિન શાહ અફ્રિદીએ ત્રણ વિકેટ લીધી હતી.

ભારતની કંગાળ શરૂઆત

ભારતની નબળી શરૂઆત થઈ હતી. રોહિત શર્મા ખાતું પણ ખોલી શક્યો નહોતો. કેએલ રાહુલ પણ 3 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ 22 રન બનાવી આઉટ થતાં ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 31 રન થઈ ગયો હતો. જે બાદ રિષભ પંત (30 બોલમાં 39 રન) અને કેપ્ટન વિરાટ કોહલી (49 બોલમાં 57 રન)એ ભારતીય ઈનિંગ સંભાળી હતી. જાડેજાએ 13 અને પંડ્યાએ 11 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર 5 રને અણનમ રહ્યો હતો.

ભારતની ટીમઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, વરૂણ ચક્રવર્તી

પાકિસ્તાનની ટીમઃ મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, ફખર જમાન, મોહમ્મદ હફીઝ, શોએબ મલીક,આસિફ અળલી ઈમાદ વસીમ, શાબદ ખાન, હસવ અલી, હેરિસ રાઉફ, શાહિન શાહ આફ્રિદી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget