ICC T20 World Cup 2024: ICCએ જાહેર કરી ટી-20 વર્લ્ડકપની ટીમ, રોહિત શર્મા કેપ્ટન, કોહલી બહાર
ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના છ ખેલાડીઓએ ICC T20 વર્લ્ડ કપ 2024ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું છે.
ICC T20 World Cup 2024 Team: ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના છ ખેલાડીઓએ ICC T20 વર્લ્ડ કપ 2024ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું છે. રોહિત શર્માને ટીમ ઓફ ધ ટુર્નામેન્ટનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત ઉપરાંત સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ એવા ખેલાડીઓ છે જેમણે ICC T20 વર્લ્ડ કપ 2024ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય ટીમના ત્રણ ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝના એક અને ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઈનિસનો સમાવેશ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના એનરિચ નોર્ટજેનું નામ 12મા ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યું છે.
ICCએ T20 વર્લ્ડ કપ 2024 માટે તેની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. વિશ્વ ચેમ્પિયન ભારતના છ ખેલાડીઓને આ ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે વિરાટ કોહલી ICC ઈલેવનમાંથી બહાર છે. ભારતીય ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ અજેય રહીને વર્લ્ડ કપ જીત્યો છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા કોઈપણ ટીમે એકપણ મેચ હાર્યા વિના ટી-20 વર્લ્ડ કપ જીત્યો ન હતો. આઈસીસી ટીમમાં ફાઈનલ રમનાર દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર એનરિક નોર્સિયાને 12મા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં 3 અડધી સદીની મદદથી કુલ 257 રન કર્યા હતા. રોહિત T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો.
ICCએ આ બેટ્સમેનોને પોતાની ટીમમાં પસંદ કર્યા છે
જોકે અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઈનલમાં પહોંચી શકી ન હતી, પરંતુ આ ટીમે આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝે 3 અડધી સદીની મદદથી સૌથી વધુ 281 રન બનાવ્યા હતા. ગુરબાઝે 124.33ના સ્ટ્રાઈક રેટથી રન કર્યા છે. વેસ્ટ ઇન્ડિઝના વિકેટકીપર નિકોલસ પૂરને અડધી સદીની મદદથી 228 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 146.15 હતો. ફાઈનલમાં મિલરનો મેચવિનિંગ કેચ લેનાર સૂર્યકુમાર યાદવે 199 રન બનાવ્યા જેમાં 2 અડધી સદી સામેલ હતી. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે 169 રન બનાવ્યા અને 10 વિકેટ પણ લીધી. તેને ICC ટીમમાં સ્થાન મળ્યું છે.
પંડ્યા, સ્ટોઈનિસ અને અક્ષર ઓલરાઉન્ડરમાં સામેલ છે
ICCએ હાર્દિક પંડ્યાને પણ પોતાની બેસ્ટ ઈલેવનમાં સામેલ કર્યો છે. પંડ્યા માટે આ વર્લ્ડ કપ યાદગાર રહ્યો છે. 144 રન બનાવવાની સાથે તેણે 11 વિકેટ પણ લીધી હતી. ભારતને ટાઇટલ જીતાડવામાં અક્ષર પટેલે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે 92 રન બનાવ્યા હતા અને 9 વિકેટ લીધી હતી. કેપ્ટન રાશિદ ખાને 14 વિકેટ ઝડપી હતી.
બોલિંગમાં આ બોલરોએ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવ્યું
જસપ્રીત બુમરાહે વર્લ્ડ કપમાં સારી બોલિંગ કરી હતી. તેણે 4.17ની ઈકોનોમી પર રન આપ્યા અને 15 વિકેટ લીધી. અર્શદીપ સિંહે આ વર્લ્ડ કપમાં 17 વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો હતો. તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ 9 રનમાં 4 વિકેટ હતી. આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનના ઝડપી બોલર ફઝલહક ફારૂકીએ પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા હતા. તેણે 17 વિકેટ ઝડપી હતી. તેની શ્રેષ્ઠ બોલિંગ 9 રનમાં 5 વિકેટ હતી. દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર એનરિક નોર્ખિયાને ICC દ્વારા 12મા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે, જેણે આ વર્લ્ડ કપમાં 15 વિકેટ ઝડપી છે.
Conquering the world, and dominating the #T20WorldCup Team of the Tournament 🙌
— ICC (@ICC) July 1, 2024
More as six of India's champions make the XI 📝https://t.co/bSJFWHPivI
આઇસીસી ટી-20 વર્લ્ડકપની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન) (ભારત), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટ-કીપર) (અફઘાનિસ્તાન), નિકોલસ પૂરન (વેસ્ટ ઈન્ડિઝ), સૂર્યકુમાર યાદવ (ભારત), માર્કસ સ્ટોઈનિસ (ઓસ્ટ્રેલિયા), હાર્દિક પંડ્યા (ભારત), અક્ષર પટેલ (ભારત), રાશિદ ખાન (અફઘાનિસ્તાન), જસપ્રીત બુમરાહ (ભારત), અર્શદીપ સિંહ (ભારત), ફઝલહક ફારૂકી (અફઘાનિસ્તાન), એનરિક નોર્ખિયા (દક્ષિણ આફ્રિકા) (12 ખેલાડી તરીકે).