Women's T20 World Cup 2023 Schedule: 10 ફેબ્રુઆરીથી શરૂ થશે મહિલા ટી-20 વર્લ્ડકપ 2023, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ મેચ?
મહિલા ટી20 વર્લ્ડ કપ 2023 10 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે
Womens T20 World Cup 2023: મહિલા ટી20 વર્લ્ડ કપ 2023 10 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ માટે તમામ 10 ટીમો સજ્જ થઈ ગઈ છે, 27 દિવસ સુધી યોજાનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 23 મેચો રમાશે. તમામ ટીમોને બે ગ્રુપમા વહેંચવામાં આવી છે, જેમાં દરેક ટીમને 4-4 મેચ રમવાની રહેશે. દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો વિમેન્સ T20 WC સેમી ફાઈનલ માટે ક્વોલિફાય થશે, ત્યારબાદ ચાર ટીમો પ્લેઓફમાં તેની સામે રમશે.
With just days to go until the start of the ICC Women’s #T20WorldCup 2023, we reveal the 10 remaining players in our first edition of 100% Cricket Superstars 🌟https://t.co/cIGeIZwxZD
— ICC (@ICC) February 2, 2023
ઉલ્લેખનીય છે કે મહિલા T20 વર્લ્ડ કપની આ 8મી સીઝન છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા આ વખતે પોતાનું ટાઈટલ બચાવવા મેદાનમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયા સૌથી વધુ 5 વખત ટાઈટલ જીત્યું છે જ્યારે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ 1-1 વખત ટાઈટલ જીતી ચુકી છે. જ્યારે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ પ્રથમ વખત ટાઈટલ જીતીને ઈતિહાસ રચવા ઈચ્છશે.
વર્લ્ડ કપ માટે 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
ગ્રુપ-1
ઓસ્ટ્રેલિયા
ન્યૂઝીલેન્ડ
સાઉથ આફ્રિકા
શ્રીલંકા
બાંગ્લાદેશ
ગ્રુપ-2
ઇગ્લેન્ડ
ભારત
વેસ્ટ ઇન્ડિઝ
પાકિસ્તાન
આયરલેન્ડ
મહિલા T20 વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની મેચ
- કેપટાઉનમાં 12 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
- 15 ફેબ્રુઆરીના રોજ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચ
- પોર્ટ એલિઝાબેથમાં 18 ફેબ્રુઆરીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
- 20 ફેબ્રુઆરીએ ભારત અને આયરલેન્ડ વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં મેચ
મહિલા T20 વર્લ્ડ કપ લાઇવ સ્ટ્રીમિંગ
મહિલા ટી-20 વર્લ્ડકપ 2023ની તમામ મેચો ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. જ્યારે ટૂર્નામેન્ટની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+Hotstar પર ઉપલબ્ધ રહેશે.
ભારતીય ટીમ ટાઈટલ જીતીને ઈતિહાસ રચવા માંગશે
ટીમ ઈન્ડિયા હાલમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં અંડર-19ની કેપ્ટન શેફાલી વર્મા આ યાદીમાં સૌથી આગળ છે. આ સમયે તેના સિવાય બીજો કોઈ ખતરનાક ઓપનિંગ બેટ્સમેન નથી. તેણે 51 ટી20માં 48 સિક્સર ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ 134.53 છે. આ સાથે અનુભવી સ્મૃતિ મંધાના પણ ઝડપી રન બનાવવામાં માહિર છે.
An incredible spell of fast bowling by Katherine Sciver-Brunt helped England win the #T20WorldCup 2010 🏆
— T20 World Cup (@T20WorldCup) February 2, 2023
Vote for your @0xFanCraze greatest moment 👉 https://t.co/L8VSZGHGQh pic.twitter.com/zcCr4XnIwc