ભારતના આ 10 શહેરોમાં ODI વર્લ્ડ કપની મેચો રમાશે, ધર્મશાલા અને લખનૌ પણ આ યાદીમાં સામેલ
ODI World Cup 2023 Venues: ભારતમાં યોજાનાર આગામી ODI વર્લ્ડ કપનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ ભારતના 10 અલગ-અલગ શહેરોમાં રમાશે.
Cricket World Cup 2023 List Of 10 Venues: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ આ વર્ષના અંતમાં 27 મી જૂનના રોજ ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપના શેડ્યૂલની સત્તાવાર જાહેરાત કરી. આ મેગા ઈવેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ટૂર્નામેન્ટની કુલ 48 મેચો ભારતના 10 શહેરોમાં આયોજિત કરવામાં આવશે.
ODI વર્લ્ડ કપ 2023ની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. યજમાન ભારત ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. આ પછી 15મી ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેગા ઈવેન્ટની શાનદાર મેચ રમાશે. 19 નવેમ્બરે ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ પણ અમદાવાદમાં જ રમાશે.
ODI વર્લ્ડ કપની મેચો ભારતના આ 10 શહેરોમાં રમાશે
અમદાવાદ ઉપરાંત ભારતમાં દિલ્હી, કોલકાતા, મુંબઈ, લખનૌ, ધર્મશાલા, પુણે, બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં ODI વર્લ્ડ કપ મેચોનું આયોજન કરવામાં આવશે. આ વખતે ODI વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. તેમાંથી 8 ટીમો સીધી મુખ્ય ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. જ્યારે 2 ક્વોલિફાયર મેચ રમ્યા બાદ ક્વોલિફાય થશે.
તમામ ટીમો રાઉન્ડ રોબિન ફોર્મેટ હેઠળ કુલ 9 લીગ મેચો રમશે. આ પછી પોઈન્ટ ટેબલમાં ટોપ-4 ટીમ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. ODI વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલ મેચો કોલકાતા અને મુંબઈના સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવશે.
આ 10 શહેરોના સ્ટેડિયમમાં ODI વર્લ્ડ કપ 2023ની મેચોનું આયોજન કરવામાં આવશે
- અમદાવાદ - નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
- બેંગલુરુ - એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ
- ચેન્નાઈ - એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ
- દિલ્હી - અરુણ જેટલી સ્ટેડિયમ
- ધર્મશાલા - હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ
- લખનૌ - એકાના ક્રિકેટ સ્ટેડિયમ
- હૈદરાબાદ - રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ
- પુણે - મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ
- કોલકાતા - ઈડન ગાર્ડન્સ
- મુંબઈ - વાનખેડે સ્ટેડિયમ
ICC વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ
- 5 ઑક્ટોબર - ઇંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ - અમદાવાદ
- 6 ઓક્ટોબર - પાકિસ્તાન vs ક્વોલિફાયર -1 - હૈદરાબાદ
- 7 ઑક્ટોબર - બાંગ્લાદેશ vs અફઘાનિસ્તાન - ધર્મશાલા
- 8- ઓક્ટોબર - ભારત vs ઓસ્ટ્રેલિયા - ચેન્નાઈ
- 9 ઑક્ટોબર - ન્યુઝીલેન્ડ vs ક્વોલિફાયર-1 હૈદરાબાદ
- 10 ઑક્ટોબર - ઇંગ્લેન્ડ vs બાંગ્લાદેશ - ધર્મશાલા
- 11- ઓક્ટોબર- ભારત vs અફઘાનિસ્તાન- દિલ્હી
- 12- ઓક્ટોબર – પાકિસ્તાન vs ક્વોલિફાયર-2 – હૈદરાબાદ
- 13- ઑક્ટોબર - ઑસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા - લખનૌ
- 14 ઓક્ટોબર - ન્યુઝીલેન્ડ vs બાંગ્લાદેશ - ચેન્નાઈ
- 15- ઑક્ટોબર - ભારત vs પાકિસ્તાન - અમદાવાદ
- 16- ઑક્ટોબર - ઑસ્ટ્રેલિયા vs ક્વોલિફાયર-2 - લખનૌ
- 17- ઓક્ટોબર - દક્ષિણ આફ્રિકા vs ક્વોલિફાયર-1 - ધર્મશાલા
- 18 ઑક્ટોબર - ન્યુઝીલેન્ડ vs અફઘાનિસ્તાન - ચેન્નાઈ
- 19 ઓક્ટોબર – ભારત vs બાંગ્લાદેશ – પુણે
- 20 ઓક્ટોબર – ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન – બેંગ્લોર
- 21- ઓક્ટોબર - ઈંગ્લેન્ડ - દક્ષિણ આફ્રિકા - મુંબઈ
- 22- ઓક્ટોબર - ક્વોલિફાયર-1 vs ક્વોલિફાયર-2 - લખનૌ
- 23 ઑક્ટોબર - ભારત vs ન્યુઝીલેન્ડ - ધર્મશાલા
- 24- ઓક્ટોબર - દક્ષિણ આફ્રિકા vs ક્વોલિફાયર-2 - દિલ્હી
- 25- ઑક્ટોબર - ઑસ્ટ્રેલિયા vs ક્વોલિફાયર-1 દિલ્હી
- 26 ઓક્ટોબર – ઈંગ્લેન્ડ vs ક્વોલિફાયર-2 – બેંગ્લોર
- 27 ઓક્ટોબર – પાકિસ્તાન vs દક્ષિણ આફ્રિકા – ચેન્નાઈ
- 28 ઑક્ટોબર - ઑસ્ટ્રેલિયા vs ન્યુઝીલેન્ડ - ધર્મશાલા
- 29 ઑક્ટોબર - ભારત vs ઈંગ્લેન્ડ - લખનૌ
- 30 ઓક્ટોબર – અફઘાનિસ્તાન vs ક્વોલિફાયર-2 – પુણે
- 31- ઓક્ટોબર - પાકિસ્તાન vs બાંગ્લાદેશ - કોલકાતા
- 1 નવેમ્બર - ન્યુઝીલેન્ડ vs દક્ષિણ આફ્રિકા - પુણે
- 2- નવેમ્બર - ભારત vs ક્વોલિફાયર-2 - મુંબઈ
- 3- નવેમ્બર - અફઘાનિસ્તાન vs ક્વોલિફાયર-1 - લખનૌ
- 4- નવેમ્બર – ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ – અમદાવાદ
- 4- નવેમ્બર - ન્યુઝીલેન્ડ vs પાકિસ્તાન - બેંગ્લોર
- 5- નવેમ્બર - ભારત vs દક્ષિણ આફ્રિકા - કોલકાતા
- 6- નવેમ્બર - બાંગ્લાદેશ vs ક્વોલિફાયર-2 - દિલ્હી
- 7- નવેમ્બર - ઓસ્ટ્રેલિયા vs અફઘાનિસ્તાન - મુંબઈ
- 8- નવેમ્બર – ઈંગ્લેન્ડ vs ક્વોલિફાયર-1 – પુણે
- 9- નવેમ્બર - ન્યુઝીલેન્ડ vs ક્વોલિફાયર -2 - બેંગ્લોર
- 10- નવેમ્બર - દક્ષિણ આફ્રિકા vs અફઘાનિસ્તાન - અમદાવાદ
- 11- નવેમ્બર – ભારત vs ક્વોલિફાયર-1 – બેંગ્લોર
- 12- નવેમ્બર - ઈંગ્લેન્ડ vs પાકિસ્તાન - કોલકાતા
- 12- નવેમ્બર - ઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશ - પુણે
- 15- નવેમ્બર – સેમિ-ફાઇનલ-1 – મુંબઈ
- 16- નવેમ્બર- સેમિફાઇનલ-2- કોલકાતા
- 19- નવેમ્બર- ફાઇનલ- અમદાવાદ