શોધખોળ કરો

જો ભારત-પાક વચ્ચે રમાશે સેમીફાઈનલ તો શેડ્યૂલમાં થશે બદલાવ, ICC અને BCCI એ કરી છે તૈયારી

ICC એ 2023 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ક્રિકેટના આ મહાકુંભની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે રમાશે.

ICC ODI World Cup 2023: ICC એ 2023 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ક્રિકેટના આ મહાકુંભની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે રમાશે.  ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં યોજાશે . સમગ્ર ટૂર્નામેન્ટનું શેડ્યૂલ સામે આવી ગયું છે. જો કે અત્યાર સુધીના શેડ્યૂલ મુજબ સેમી ફાઈનલ મેચ મુંબઈમાં યોજાશે, પરંતુ જો સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે તો શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવશે.

જો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) 2023  ODI વર્લ્ડ કપ માટે પોતાની ટીમને ભારત મોકલવા અંગે હજુ પણ આશંકિત છે, પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને વિશ્વાસ છે કે બાબર આઝમની આગેવાનીવાળી ટીમ ભારતમાં 50 ઓવરની વર્લ્ડ કપ રમશે

કોલકાતાના આઇકોનિક ઇડન ગાર્ડન્સમાં એક સેમીફાઇનલ જ્યારે મુંબઇનું વાનખેડે સ્ટેડિયમ બીજી સેમીફાઇનલનું આયોજન કરશે. જો કે સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે તો મેચ કોલકાતામાં યોજાશે. જ્યારે અન્ય પ્રતિસ્પર્ધીના કિસ્સામાં મેચ મુંબઈમાં યોજાશે. જ્યાં સુધી પાકિસ્તાનનો સવાલ છે, તેઓ કોલકાતામાં સેમિફાઇનલ રમશે.

જણાવી દઈએ કે આઈસીસી અને બીસીસીઆઈએ તૈયારીઓ કરી લીધી છે. જો સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે તો સ્થળ બદલવામાં આવશે. ભારત અને પાકિસ્તાનની ટીમો સેમીફાઈનલમાં મુંબઈને બદલે કોલકાતામાં રમશે.

વર્લ્ડ કપ શેડ્યૂલની જાહેરાત બાદ પીસીબીએ સ્પષ્ટ કહ્યું કે તેનું રમવાનું સરકારની મંજૂરી મેળવવા પર નિર્ભર છે. પીસીબીના એક અધિકારીએ કહ્યું કે વર્લ્ડ કપમાં અમારું રમવું અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમવું અથવા સેમીફાઈનલમાં પહોંચ્યા પછી મુંબઈમાં રમવું એ સરકારની મંજૂરી મેળવવા પર નિર્ભર છે.

પાકિસ્તાન છેલ્લે 2016 T20 વર્લ્ડ કપમાં ભારતમાં રમ્યું હતું. બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોમાં તણાવના કારણે બંને ટીમો માત્ર ICC ટુર્નામેન્ટ અથવા એશિયા કપમાં જ એકબીજા સાથે રમે છે. તે લગભગ નિશ્ચિત હતું કે બે મેચો ખસેડવાની પાકિસ્તાનની વિનંતીને BCCI દ્વારા ઠુકરાવી દેવામાં આવશે, કારણ કે તે સામાન્ય રીતે સુરક્ષા જોખમની સ્થિતિમાં જ આવી વિનંતીઓ સ્વીકારે છે.

પાકિસ્તાનની ટીમ કુલ 9 મેચ રમશે, 15 ઓક્ટોબરે ભારત સામે ટકરાશે

2023 ODI વર્લ્ડ કપ પણ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. છેલ્લો વર્લ્ડ કપ પણ આ ફોર્મેટમાં રમાયો હતો. મતલબ કે તમામ ટીમો ટૂર્નામેન્ટમાં કુલ 9-9 મેચ રમશે. આ ફોર્મેટમાં કોઈ જૂથ સિસ્ટમ નથી. તમામ ટીમો એકબીજા સામે એક મેચ રમે છે. તેવી જ રીતે પાકિસ્તાનની ટીમ પણ વર્લ્ડ કપમાં 9 મેચ રમશે. 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામે મુકાબલો હશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pushpa 2 Breaks Box Office Records: 'પુષ્પા 2'એ માત્ર બોલિવૂડ સાઉથ જ નહીં પરંતુ આ બે હોલીવુડ ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ પણ તોડ્યા
'પુષ્પા 2'એ માત્ર બોલિવૂડ સાઉથ જ નહીં પરંતુ આ બે હોલીવુડ ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ પણ તોડ્યા
U19 Asia Cup 2024 Final: ટીમ ઈન્ડિયા ફાઈનલમાં 59 રને હારી, બાંગ્લાદેશે જીત્યો U19 એશિયા કપનો ખિતાબ 
U19 Asia Cup 2024 Final: ટીમ ઈન્ડિયા ફાઈનલમાં 59 રને હારી, બાંગ્લાદેશે જીત્યો U19 એશિયા કપનો ખિતાબ 
Bashar al-Assad leaves Syria: રશિયાએ સીરિયાના રાષ્ટ્રપતિ આસાદના 'રાજીનામા' ની પુષ્ટિ કરી, કહ્યું -'તેણે દેશ છોડી દીધો'
રશિયાએ સીરિયાના રાષ્ટ્રપતિ આસાદના 'રાજીનામા' ની પુષ્ટિ કરી, કહ્યું -'તેણે દેશ છોડી દીધો'
બાંગ્લાદેશી હિંદુઓનો પક્ષ લેવા અને મોદીને ટેકો આપવા બદલ કિંગ ચાર્લ્સે બે ભારતીયો પાસેથી સન્માન પાછું ખેંચ્યું
બાંગ્લાદેશી હિંદુઓનો પક્ષ લેવા અને મોદીને ટેકો આપવા બદલ કિંગ ચાર્લ્સે બે ભારતીયો પાસેથી સન્માન પાછું ખેંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar firing Case : પાટડીમાં યુવકને કારમાં આવેલા શખ્સોએ ધરબી દીધી ગોળી, શું છે મામલો?Ahmedabad Suicide Case : નરોડામાં 7 વર્ષીય પુત્રને બિલ્ડિંગ પરથી ફેંકી માતાએ પણ કરી લીધો આપઘાતAhmedabad Hit And Run : અમદાવાદમાં કારની ટક્કરે મહિલા પોલીસનું મોત, કાર ચાલક નીકળી મહિલાSyria War: સિરિયામાં ફાટી નીકળ્યું ગૃહ યુદ્ધ, ભારતીયોને તાત્કાલિક સિરિયા છોડવા વિદેશ મંત્રાલયની સૂચના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pushpa 2 Breaks Box Office Records: 'પુષ્પા 2'એ માત્ર બોલિવૂડ સાઉથ જ નહીં પરંતુ આ બે હોલીવુડ ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ પણ તોડ્યા
'પુષ્પા 2'એ માત્ર બોલિવૂડ સાઉથ જ નહીં પરંતુ આ બે હોલીવુડ ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ પણ તોડ્યા
U19 Asia Cup 2024 Final: ટીમ ઈન્ડિયા ફાઈનલમાં 59 રને હારી, બાંગ્લાદેશે જીત્યો U19 એશિયા કપનો ખિતાબ 
U19 Asia Cup 2024 Final: ટીમ ઈન્ડિયા ફાઈનલમાં 59 રને હારી, બાંગ્લાદેશે જીત્યો U19 એશિયા કપનો ખિતાબ 
Bashar al-Assad leaves Syria: રશિયાએ સીરિયાના રાષ્ટ્રપતિ આસાદના 'રાજીનામા' ની પુષ્ટિ કરી, કહ્યું -'તેણે દેશ છોડી દીધો'
રશિયાએ સીરિયાના રાષ્ટ્રપતિ આસાદના 'રાજીનામા' ની પુષ્ટિ કરી, કહ્યું -'તેણે દેશ છોડી દીધો'
બાંગ્લાદેશી હિંદુઓનો પક્ષ લેવા અને મોદીને ટેકો આપવા બદલ કિંગ ચાર્લ્સે બે ભારતીયો પાસેથી સન્માન પાછું ખેંચ્યું
બાંગ્લાદેશી હિંદુઓનો પક્ષ લેવા અને મોદીને ટેકો આપવા બદલ કિંગ ચાર્લ્સે બે ભારતીયો પાસેથી સન્માન પાછું ખેંચ્યું
એક સપ્તાહમાં અચાનક આટલું સસ્તું થઈ ગયું સોનું, જાણો 24 કેરેટ સોનાના 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
એક સપ્તાહમાં અચાનક આટલું સસ્તું થઈ ગયું સોનું, જાણો 24 કેરેટ સોનાના 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા
શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા
બશર અલ-અસદનું વિમાન રહસ્યમય રીતે ગાયબ! સીરિયાથી ભાગતી વખતે મોત થયાનો દાવો
બશર અલ-અસદનું વિમાન રહસ્યમય રીતે ગાયબ! સીરિયાથી ભાગતી વખતે મોત થયાનો દાવો
Ahmedabad: પાખંડી તાંત્રિકે 12 હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો, સિરિયલ કિલર તાંત્રિકનું અચાનક મોત
Ahmedabad: પાખંડી તાંત્રિકે 12 હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો, સિરિયલ કિલર તાંત્રિકનું અચાનક મોત
Embed widget