શોધખોળ કરો
Advertisement
આ ભાજપ શાસિત રાજ્યમાં ક્રિકેટ મેચમાં મેન ઓફ ધ મેચને અપાયું 5 લિટર પેટ્રોલ, જાણો કેવા ફની મીમ્સ બન્યા ?
રાજ્યના કેટલાક વિસ્તારમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા છે. જ્યારે સામાન્ય પે્ટરોલનો ભાવ 98 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે.
ક્રિકેટમાં ભારતના લોકોનો જીવ છે. ક્રિકેટ રમતા આવડતું હોય કે ન હોય પરંતુ તેને ક્રિકેટ મેચ જોવામાં રસ ચોક્કસ હોય છે. પરંતુ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ક્રિકેટની મેચ દમરિયાન એક એવી ઘટના બની જેને જોઈને બધાને આશ્ચર્ય થયું. અહીં મેચ દમરિયાન મેન ઓફ ધ મેત બનેલ ખેલાડીને ઇનામમાં 5 લિટર પેટ્રોલ આપવામાં આવ્યું. લોકોનું કહેવું છે કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલની વધતી કિંમતને લઈને આ વિરોધ વ્યક્ત કરવાની રીત છે. જોકે આ ઘટના સામે આવ્યા બાદ તેને લઈને સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ પણ શેર કરવામાં આવી રહ્યા છે
વાત એમ છે કે, કોંગ્રેસ નેતા મનોજ શુક્રાએ ભોપાલના કરોદ વિસ્તારમાં સ્થાનીક લેવલ પર ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું. રવિવારે આ ટૂર્નામેન્ટની ફાઈલ મેચ હતી. ફાઈનલ મેચ સનરાઈઝર્સ 11 અને શગીર તારિક 11 ટીમની વચ્ચે હતી. ફાઈનલ મેચ સનરાઈઝર્સ 11એ જીતી લીધી હતી. ફાઈનલ મેચમાં જીત બાદ સલાઉદ્દીન અબ્બાસીને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો.
જ્યારે સલાઉદ્દીન અબ્બાસીને ઇનામ આપવા મંચ પર બોલાવવામાં આવ્યો ત્યારે બધા આશ્ચર્યમાં મુકાઈ યા. તેને 5 લિટર પેટ્રોલ ભરેલ એક કેન આપવામાં આવ્યું. તેને જોઈ મેદાનમાં લોકો હસવા લાગ્યા. ટૂર્નામેન્ટના આયોજક મનોજ શુક્લાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, પેટ્રોલ ડીઝલની વધતી કિંમતનો વિરોધ કરવાનો આનાથી સારી તક કોઈ ન હોઈ શકે છે.Been reading about a tournament in Bhopal where the player of the match got 5 litres of petrol. Now here's a useful prize!https://t.co/eyfiUqrR2y
— Harsha Bhogle (@bhogleharsha) March 2, 2021
પેટ્રોલ કેન ઉપર લખ્યું હતું કે ‘મોદી બ્રાન્ડ અનમોલ પેટ્રોલ’, 5 લિટરની કિંમત 510 રૂપિયા. સાથે જ પીએમ મોદીની એક તસવીર પણ લગાવવામાં આવી હતી. હવે સોશિયલ મીડિાય પર આ તસવીર વાયરલ થઈ રહી છે. નોંધનીય છે કે, મધ્યપ્રદેશમાં કેટલાક વિસ્તારમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા છે. જ્યારે સામાન્ય પે્ટરોલનો ભાવ 98 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે.Mom in bhopal cricket tournament gets awarded 5 litres petrol 😂 Truly most expensive award Nowdays 😂😂😂 pic.twitter.com/GIwaY8st2T
— Rohit 🇮🇳❤😝 (@LoyalfanofRohit) March 2, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion