IND v SL 1st Test: જાડેજાએ ફટકારી ટેસ્ટ કરિયરની બીજી સદી, તલવારબાજી કરી કર્યુ સેલિબ્રેશન, જુઓ વીડિયો
IND vs SL: શ્રીલંકા સામે મોહાલીમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં જાડેજાએ ટેસ્ટ કરિયરની બીજી સદી ફટકારી છે.
IND vs SL, 1st Test: ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો આજે બીજો દિવસ છે. ભારતે બીજા દિવસે લંચ સમયે 7 વિકેટના નુકસાન પર 468 રન બનાવ્યા છે. પ્રથમ સત્રમાં ભારતે 1 વિકેટ ગુમાવી 111 રન બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજા 102 રને અને જયંત યાદવ 2 રને રમતમાં છે. જાડેજાએ સદી પૂરી કરતાં જ તલવારબાજી કરીને સેલિબ્રેશન કર્યુ હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
A perfect tribute to #ShaneWarne
— 𝙰𝚖𝚒𝚝 ☮️ (@Amit_raja12) March 5, 2022
His favourite Player #jadeja scored century today.. #rockatar https://t.co/exaw49qhYc
અશ્વિન 61 રન બનાવી આઉટ થયો હતો. અશ્વિને આઉટ થતાં પહેલા જાડેજા સાથે મળી મોટો રેકોર્ડ બનાવ્યો હતો. અશ્વિન અને જાડેજાએ સાતમી વિકેટ માટે 130 રનની પાર્ટનરશિપ કરી હતી. જે ભારતના કોઈપણ બેટ્સમેનો દ્વારા શ્રીલંકા સામે સાતમી વિકેટની સૌથી મોટી ભાગીદારી છે.
ઈન્ડિયન ટીમે રેકોર્ડ બનાવ્યો
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક ટેસ્ટ ઈનિંગમાં ટીમના ટોપ-8 બેટ્સમેન 25થી વધુ રનનો સ્કોર બનાવી શક્યા હોય તેવું માત્ર ચોથી વખત બન્યું છે. આ પહેલા ભારતે 2007માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આ રેકોર્ડ નોંધાવ્યો હતો.
બંને ટીમો કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતરી
શેન વોર્ન અને રોડ માર્શને શ્રદ્ધાંજલી આપવા માટે બંને ટીમો પ્રથમ ટેસ્ટના બીજા દિવસે કાળી પટ્ટી પહેરી મેદાનમાં રમવા ઉતરી હતી. બીજા દિવસની રમત શરૂ થાય એ પહેલા 1 મિનિટનું મૌન પણ પાળ્યું હતું.
પ્રથમ દિવસે ભારતે ટોસ જીતી બેટિંગ લીધી
ટોસ જીતીને બેટીંગ પસંદ કરનારા ભારતે શ્રીલંકાના સરેરાશ લાગતાં બોલિંગ આક્રમણ પર પ્રથમ દિવસે પ્રભુત્વ જમાવ્યું હતુ. રિષભ પંતની વન ડે સ્ટાઈલની 97 બોલમાં 96 રનની વિસ્ફોટક ઈનિંગ તેમજ વનડાઉન આવેલા વિહારીના 58 રનની મદદથી ભારતે શ્રીલંકા સામે મોહાલીમાં શરૂ થયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંતે 6 વિકેટે 357 રન કર્યા હતા. વિરાટ કોહલી કારકિર્દીની 100મી ટેસ્ટમાં પાંચ રન માટે અડધી સદી ચૂક્યો હતો. જ્યારે કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટમાં રોહિત પણ પ્રભાવ પાડી શક્યો નહતો અને 29 રને આઉટ થયો હતો. રમતના અંતે જાડેજા 45 અને અશ્વિન 10 રને રમતમાં હતા.
પ્રથમ ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ
શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવનઃ દિમુથ કરુણારત્ને, લાહિરુ થિરિમાને, પથુમ નિસાન્કા, ચરિત અસલંકા, એન્જેલો મેથ્યુસ, ધનંજય ડી સિલ્વા, નિરોશન ડિકવેલા, સુરંગા લકમલ, વિશ્વા ફર્નાન્ડો, લસિથ એમ્બુલ્ડેનિયા અને લાહિરુ કુમારા