શોધખોળ કરો

આજે અફઘાનિસ્તાન સામે ત્રીજી વનડે,ક્લીન સ્વીપના ઈરાદે મેદાનમાં ઉતરશે ભારત, આ બે ખેલાડીને મળી શકે છે ટીમમાં જગ્યા

IND VS AFG: શ્રેણી 2-0થી જીતી ચૂકેલી ટીમ ઈન્ડિયા ત્રીજી ODI માટે બે ફેરફાર કરી શકે છે. હર્ષિત રાણાની વાપસી નિશ્ચિત માનવામાં આવે છે, જ્યારે નીતિશ રેડ્ડીના સમાવેશથી યશસ્વી જયસ્વાલ બહાર થઈ શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત શ્રેણી જીત્યું, અંતિમ મેચ ઔપચારિક પણ પ્રયોગો સંભવ.
  • હર્ષિત રાણા, નીતિશ રેડ્ડીની વાપસી; અર્શદીપને આરામ સંભવ.
  • યશસ્વીને બદલે શુભમન ગિલ ઓપનિંગ કરી શકે છે.
  • ભારત ક્લીન સ્વીપ, અફઘાનિસ્તાન પ્રતિષ્ઠા બચાવવા પ્રયાસ કરશે.

IND VS AFG અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાં શરૂઆતની બંને મેચ જીતીને ભારતે ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. હવે ચેન્નાઈમાં રમાનારી ત્રીજી અને છેલ્લી મેચ ભલે ઔપચારિક હોય, પરંતુ ટીમ મેનેજમેન્ટની નજર ભવિષ્યની તૈયારીઓ પર પણ રહેશે. તેવામાં પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.

સૌથી વધુ ચર્ચા ફાસ્ટ બોલર હર્ષિત રાણાની વાપસીને લઈને છે. ઈજામાંથી સાજા થયા બાદ તેમને ફરીથી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં છેલ્લી મેચમાં તેમને તક મળવાની સંભાવના ખૂબ જ મજબૂત માનવામાં આવી રહી છે. સતત ક્રિકેટ રમી રહેલા અર્શદીપ સિંહને આરામ આપવામાં આવી શકે છે, જેનાથી હર્ષિત માટે જગ્યા બની શકે છે.

આ પણ વાંચો...IND vs AFG: ચેન્નઈમાં વનડે મેચ દરમિયાન વરસાદ બનશે વિલન? જાણો કેવું રહેશે હવામાન 

બીજી તરફ, ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી પણ વાપસી માટે તૈયાર છે. છેલ્લી મેચમાં તેઓ ઉપલબ્ધ ન હતો, પરંતુ હવે ફિટ થઈને ટીમ પસંદગી માટે તૈયાર છે. તેમના આવવાથી બેટિંગ ઓર્ડરમાં ફેરફાર શક્ય છે.

છેલ્લી મેચમાં ઓપનિંગ કરનાર યશસ્વી જયસ્વાલ પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો ન હતો. તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે કેપ્ટન શુભમન ગિલ ફરીથી ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળી શકે છે અને જયસ્વાલને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર બેસવું પડી શકે છે.

મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર પર પણ નજર રહેશે. બંને મેચમાં સારી શરૂઆત મળવા છતાં તેઓ મોટી ઇનિંગ રમી શક્યો નથી. તેવામાં ચેન્નાઈમાં તેમની પાસેથી એક પ્રભાવશાળી પ્રદર્શનની આશા રહેશે.

ચેન્નાઈની પિચ સામાન્ય રીતે સ્પિન બોલરો માટે મદદરૂપ માનવામાં આવે છે. આ જ કારણે કુલદીપ યાદવનું સ્થાન લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. ભારતીય ટીમ સિરીઝમાં ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે ઉતરશે, જ્યારે અફઘાનિસ્તાન પોતાની શાખ બચાવવા માટે પૂરી તાકાત લગાવશે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન (Probable Playing 11)

રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, ગુરનૂર બ્રાર, પ્રિન્સ યાદવ.

સિરીઝ ભલે ભારતના નામે થઈ ચૂકી હોય, પરંતુ ત્રીજી વનડેમાં ખેલાડીઓ માટે પોતાને સાબિત કરવાની મોટી તક રહેશે. ટીમ ઇન્ડિયા જ્યાં ક્લીન સ્વીપ પર નજર રાખીને બેઠી હશે, ત્યાં જ કેટલાક ખેલાડીઓ ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે પૂરો દમ લગાવશે.

Frequently Asked Questions

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની વનડે સિરીઝનું શું પરિણામ આવ્યું છે?

ભારતે શરૂઆતની બંને મેચ જીતીને વનડે સિરીઝ પોતાના નામે કરી લીધી છે. હવે ચેન્નાઈમાં રમાનારી ત્રીજી મેચ માત્ર ઔપચારિક છે.

ત્રીજી વનડેમાં કયા ફાસ્ટ બોલરની વાપસીની ચર્ચા છે?

ઇજામાંથી સાજા થયા બાદ ફાસ્ટ બોલર હર્ષિત રાણાની વાપસીને લઈને ચર્ચા છે. તેમને ત્રીજી મેચમાં તક મળવાની પ્રબળ સંભાવના છે.

ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી વિશે શું અપડેટ છે?

નીતીશ કુમાર રેડ્ડી હવે ફિટ થઈને ટીમ પસંદગી માટે તૈયાર છે. છેલ્લી મેચમાં તેઓ ઉપલબ્ધ નહોતા, પણ હવે વાપસી માટે તૈયાર છે.

ત્રીજી મેચમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે કોણ જોવા મળી શકે છે?

યશસ્વી જયસ્વાલ અગાઉની મેચમાં પ્રભાવ છોડી શક્યા ન હોવાથી, શુભમન ગિલ ફરીથી ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળી શકે છે. યશસ્વાલને બહાર બેસવું પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget