IND vs AUS, 2nd Test: પ્રથમ દિવસની રમત પૂર્ણ, ભારત ઓસ્ટ્રેલિયાથી 242 રન પાછળ
ભારતીય ટીમ આજથી (17 ફેબ્રુઆરી) ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગવાસ્કર ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમવાની છે.
Background
India vs Australia 2nd Test: ભારતીય ટીમ આજથી (17 ફેબ્રુઆરી) ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગવાસ્કર ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમવાની છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સવારે 9.30 વાગ્યાથી રમાશે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને એક દાવ અને 132 રને હરાવ્યું હતું.
આ બીજી મેચ જીતીને ભારતીય ટીમ શ્રેણીમાં 2-0થી મજબૂત લીડ બનાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. કોઈપણ રીતે દિલ્હીનું આ મેદાન ઓસ્ટ્રેલિયાની ટીમ માટે ખૂબ જ ખરાબ રહ્યું છે. અહીં કાંગારૂ ટીમે ભારતીય ટીમ સામે અત્યાર સુધી 7 ટેસ્ટ રમી છે જેમાંથી તે માત્ર એક જ મેચ જીતી શકી છે.
ઓસ્ટ્રેલિયા 54 વર્ષથી દિલ્હીમાં જીતી શક્યું નથી
ક્યાંક ને ક્યાંક આ ખતરનાક રેકોર્ડ હજુ પણ ઓસ્ટ્રેલિયન ટીમને સતાવી રહ્યો છે. હવે કાંગારૂ ટીમ આ રેકોર્ડ તોડીને જીત નોંધાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જોકે તેના માટે આ કરવું કોઈ પડકારથી ઓછું નહીં હોય. ઓસ્ટ્રેલિયન ટીમે નવેમ્બર 1969માં અહીં એકમાત્ર ટેસ્ટ મેચ જીતી હતી.
દિલ્હીના આ મેદાન પર 10 વર્ષ બાદ ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મુકાબલો થવા જઈ રહ્યો છે. આ પહેલા મેચ માર્ચ 2013માં રમાઈ હતી. તે ટેસ્ટ મેચ માત્ર 3 દિવસમાં પુરી કરીને ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચનો રેકોર્ડ
કુલ ટેસ્ટ મેચ: 103
ભારત જીત્યું: 31
ઓસ્ટ્રેલિયા જીત્યું: 43
ડ્રો: 28
ભારતીય પ્લેઈંગ-11માં ફેરફાર થઈ શકે છે
બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ફેરફાર થઈ શકે છે. ઈજામાંથી સાજા થઈને વાપસી કરનાર શ્રેયસ ઐય્યરને મિડલ ઓર્ડરમાં સ્થાન મળી શકે છે. સૂર્યકુમાર યાદવને ઐય્યર માટે બહાર બેસાડવામાં આવી શકે છે. આ એક ફેરફાર સિવાય પ્લેઈંગ-11માં અન્ય કોઈ ફેરફારની અપેક્ષા નથી.
પ્રથમ દિવસની રમત પૂર્ણ
દિલ્હી ટેસ્ટના પ્રથમ દિવસની રમત પૂર્ણ થઈ છે. ભારતનો સ્કોર વિના વિકેટે 21 રન છે. રોહિત શર્મા 13 અને કેએલ રાહુલ 4 રને રમતમાં છે. ભારત ઓસ્ટ્રેલિયાના સ્કોરથી 242 રન પાછળ છે.
263 રનમાં ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 263 રનમાં ઓલઆઉટ થયું. ઉસ્માન ખ્વાજાએ સર્વાધિક 81 રન બનાવ્યા હતા. પીટર હેંડસકોમ્બ 72 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી શમીએ 4, જાડેજા તથા અશ્વિને 3-3 વિકેટ લીધી હતી.




















