IND vs AUS 2nd Test: દિલ્હી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા 263 રનમાં ઓલઆઉટ, ઉસ્માન ખ્વાજાના 81 રન, શમીની 4 વિકેટ
IND vs AUS, 2nd Test: મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 78.4 ઓવરમાં 263 રન બનાવી ઓલઆઉટ થયું હતું
IND vs AUS, 2nd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચનો આજથી દિલ્હીમાં પ્રારંભ થયો છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 78.4 ઓવરમાં 263 રન બનાવી ઓલઆઉટ થયું હતું. ઉસ્માન ખ્વાજાએ સર્વાધિક 81 રન બનાવ્યા હતા. પીટર હેંડસકોમ્બ 72 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમીંસે 33 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી શમીએ 60 રનમાં 4, જાડેજાએ 68 રનમાં 3 અને અશ્વિને 57 રનમાં 3 વિકેટ લીધી હતી.
Innings Break!
— BCCI (@BCCI) February 17, 2023
Australia are all out for 263 in the first innings.
4️⃣ wickets for @MdShami11 👌🏻
3️⃣ wickets apiece for @ashwinravi99 & @imjadeja 👍🏻
Scorecard ▶️ https://t.co/hQpFkyZGW8 #TeamIndia | #INDvAUS pic.twitter.com/RZvGJjsMvo
ભારતીય ટીમમાં એક બદલાવ
ટીમ ઈન્ડિયામાં આજની મેચમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવના બદલે શ્રેયસ અય્યરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન
ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, પીટર હેંડસકોંબ, એલ્ક્સ કેરી, પેટ કમિંસ, ટોડ મર્ફી, નાથન લાયન, મેથ્યૂ કુહેમાન
100 ટેસ્ટ મેચ રમનારો પ્રથમ ગુજરાતી ક્રિકેટર બન્યો પુજારા
ભારતના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા ટેસ્ટ કેરિયરની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. આ સાથે પુજારા ભારત તરફથી 100 ટેસ્ટ મેચ રમાનારો પ્રથ ગુજરાતી ક્રિકેટર બની ગયો છે. ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ મેચ રમવામાં સચિન તેંડુલકર મોખરે છે. તેણે 200 ટેસ્ટ રમી છે.
ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડી
- સચિન તેંડુલકર, 200 ટેસ્ટ, 15921 રન
- રાહુલ દ્રવિડ, 163 ટેસ્ટ, 13265 રન
- વીવીએસ લક્ષ્મણ, 134 ટેસ્ટ, 8781 રન
- અનિલ કુંબલે, 132 ટેસ્ટ
- કિપલ દેવ, 131 ટેસ્ટ, 5248 રન
- સુનીલ ગાવસ્કર, 125 ટેસ્ટ, 10,122 રન
- દિલીપ વેંગસરકર, 116 ટેસ્ટ, 6868 રન
- સૌરવ ગાંગુલી, 113 ટેસ્ટ, 7212 રન
- વિરાટ કોહલી, 105 ટેસ્ટ, 8131 રન
- ઈશાંત શર્મા, 105 ટેસ્ટ
- હરભજન સિંહ, 103 ટેસ્ટ
- વિરેન્દ્ર સહેવાગ, 103 ટેસ્ટ, 8503 રન
ગુજરાત તરફથી સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડી
- ચેતેશ્વર પુજારા, 100 ટેસ્ટ
- ઝહીર ખાન, 92 ટેસ્ટ
- રવિન્દ્ર જાડેજા, 62 ટેસ્ટ
- કિરણ મોરે, 49 ટેસ્ટ
- નયન મોંગિયા, 44 ટેસ્ટ
- રાજેશ ચૌહાણ, 40 ટેસ્ટ
- અંશુમાન ગાયકવાડ, 40 ટેસ્ટ