શોધખોળ કરો

Watch: નાગપુર ટેસ્ટ પહેલા મહેનત કરતા જોવા મળ્યા ભારતીય ખેલાડીઓ, જુઓ વીડિયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 1 માર્ચથી ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 0-2થી આગળ છે.

Nagpur Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 1 માર્ચથી ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 0-2થી આગળ છે. હવે ત્રીજી મેચ જીતીને ભારતીય ટીમ ફરી એકવાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સતત ત્રીજી જીત નોંધાવશે. નાગપુર ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડી પરસેવો પાડતા જોવા મળ્યા હતા. છેલ્લી બે મેચમાં ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.

દરેક ખેલાડી પરસેવો પાડતા જોવા મળ્યા 

ઈન્દોર ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાએ  પરસેવો પાડ્યો હતો. BCCIએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટીમનો દરેક ખેલાડી ત્રીજી ટેસ્ટ માટે સખત પ્રેક્ટિસ કરી રહ્યો છે. જેમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, અક્ષર પટેલ, ચેતેશ્વર પુજારા, મોહમ્મદ સિરાજ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી સહિત ટીમના અન્ય ખેલાડીઓ દેખાયા હતા.

કેટલાક ખેલાડીઓ ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા તો કેટલાક નેટમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા.  બોલરોએ નેટ્સમાં પરસેવો પાડ્યો હતો. આ પ્રેક્ટિસ હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવી રહી છે.

ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરશે

ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવશે. હાલમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં 64.06ની જીતની ટકાવારી સાથે બીજા સ્થાને છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા 66.67 જીતની ટકાવારી સાથે નંબર વન પર છે.

ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં લીડ મેળવી લીધી છે

મહત્વપૂર્ણ છે કે, ટીમ ઈન્ડિયાએ પ્રથમ 2 મેચ જીતીને આ શ્રેણીમાં 0-2ની લીડ મેળવી લીધી છે. તે જ સમયે, ત્રીજી મેચ જીત્યા પછી ટીમ ઇન્ડિયા ફરી એકવાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતશે. ટીમે નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં એક દાવ અને 132 રનથી અને બીજી ટેસ્ટમાં 6 વિકેટથી જીત મેળવી હતી. 

મહિલા ટી20 વર્લ્ડ કપ  'ટીમ ઓફ ટૂર્નામેન્ટ'ની જાહેરાત

ટુર્નામેન્ટની મોસ્ટ વેલ્યુએબલ ટીમ એટલે કે ટુર્નામેન્ટની ટીમ જાહેર કરવામાં આવી. આ ટીમમાં ભારતની વિકેટકીપર બેટર ઋચા ઘોષને સ્થાન મળ્યું છે. ઋચા ઘોષે આ વર્લ્ડ કપમાં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. બેટ સિવાય તેણે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન વિકેટકીપિંગમાં પણ કમાલ કરી હતી. ઋચા ટૂર્નામેન્ટમાં 136 રન બનાવવામાં સફળ રહી હતી. તેણે આ રન માત્ર 68 બોલમાં 130.76ની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા હતા. આ સિવાય તેણે વિકેટ પાછળ સાત શિકાર કર્યા.
 
પ્લેઈંગ XI

ICC ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવનાર ખેલાડીઓના નામ આ પ્રમાણે છે. તાજમિન બ્રિટ્સ સાઉથ આફ્રિકા 186 રન, એલિસા હીલી (વિકેટકીપર) ઓસ્ટ્રેલિયા 189 રન, લૌરા વોલ્વાર્ટ સાઉથ આફ્રિકા 230 રન, નેટ સિવર બ્રન્ટ (કેપ્ટન) ઈંગ્લેન્ડ 216 રન, એશ્લે ગાર્ડનર ઓસ્ટ્રેલિયા 110 રન અને 10 વિકેટ, ઋચા ઘોષ ઈન્ડિયા 136 રન, સોફી ઈક્લસ્ટોન ઈંગ્લેન્ડ 11 વિકેટ, કરિશ્મા રામહરક વેસ્ટ ઈન્ડિઝ 5 વિકેટ, શબનિમ ઈસ્માઈલ સાઉથ આફ્રિકા 8 વિકેટ, ડાર્સી બ્રાઉન ઓસ્ટ્રેલિયા 7 વિકેટ, મેગન શૂટ ઓસ્ટ્રેલિયા 10 વિકેટ. આ સાથે જ ટીમમાં 12મા ખેલાડી તરીકે  આયર્લેન્ડની ઓર્લા પ્રેન્ડરગૈસ્ટ  સામેલ છે. જેણે મહિલા T20 વર્લ્ડ કપ 2023માં 109 રન બનાવવા ઉપરાંત 3 વિકેટ લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget