IND vs AUS: કેમરુન ગ્રીનની ફિટનેસ પર પેટ કમિન્સે આપ્યુ નિવેદન, જાણો પહેલી ટેસ્ટ રમશે કે નહીં ?
સાઉથ આફ્રિકા સામે બૉક્સિંગ ડે ટેસ્ટ દરમિયાન કેમરુન ગ્રીનની આંગળી પર ઇજા પહોંચી હતી, અને તે ત્યારબાદથી ટીમની બહાર છે, હાલમાં તે સારવાર હેઠળ છે
IND vs AUS: ઓસ્ટ્રેલિયન ટીમને ભારત વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે, આની શરૂઆત આગામી 9મી ફેબ્રુઆરીથી નાગપુરમાં પ્રથમ ટેસ્ટ મેચથી થશે. બન્ને ટીમો અત્યારે નાગપુરમાં પહોંચી ચૂકી છે, અને અભ્યાસ તેજ કરી દીધો છે, પરંતુ ઓસ્ટ્રેલિયા ટીમ અત્યારે ખેલાડીઓની ઇજાથી પરેશાન છે, હાલમાં જ મિશેલ સ્ટાર્કની ઇજા બાદ હવે કેમરૂન ગ્રીનની ઇજા પણ કાંગારુઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. રિપોર્ટ અનુસાર, અત્યારે કેમરૂન ગ્રીનનું પ્રથમ ટેસ્ટમાં રમવુ લગભગ ના બરાબર છે.
સાઉથ આફ્રિકા સામે બૉક્સિંગ ડે ટેસ્ટ દરમિયાન કેમરુન ગ્રીનની આંગળી પર ઇજા પહોંચી હતી, અને તે ત્યારબાદથી ટીમની બહાર છે, હાલમાં તે સારવાર હેઠળ છે, હવે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે તેની ફિટનેસ પર મોટુ નિવેદન આપ્યુ છે. પેટ કમિન્સે કહ્યું કે, કેમરુન ગ્રીનને લઇને કોઇપણ ફેંસલો 6 ફેબ્રુઆરીએ લેવામાં આવશે.
ફૉક્સ સ્પૉર્ટ્સે પેટ કમિન્સના હવાલાથી કેમરુન ગ્રીનની ફિટનેસને લઇને કહ્યું કે તે નાગપુર ટેસ્ટમાં બૉલિંગ નહીં કરી શકે તે નક્કી છે. અમારા માટે આગામી અઠવાડિયુ ખુબ મહત્વપૂર્ણ છે. કેમકે કેમરુન ગ્રીન હજુ પુરેપુરી રીતે ઠીક નથી થયો, અમને આશા છે કે, એકવાર પુરેપુરી રીતે ફિટ થયા પછી તે બહુ જલદી બૉલિંગ કરવાનુ શરૂ કરી દેશે.
ટેસ્ટ ક્રિકેટમાં કેમરુન ગ્રીનનું અત્યાર સુધીનુ પ્રદર્શન જોઇએતો, તેને ડિસેમ્બર 2020 માં ભારત વિરુદ્ધ જ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ ફોર્મેટમાં તે અત્યાર સુધી 18 મેચોમાં 35.04 ની એવરેજથી કુલ 806 રન બનાવી ચૂક્યા છે. જેમાં 6 ફિફ્ટી સામેલ છે, વળી ગ્રીન ટેસ્ટ ક્રિકેટમાં 23 વિકેટો પણ પોતાના નામે કરી ચૂક્યો છે.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે બતાવ્યુ કે, હાલમાં કેમરુન ગ્રીનને ઇજા છે, અને તે હજુ સુધી પુરેપુરી રીતે ઠીક નથી થઇ શક્યો. ભારત સામેની ટેસ્ટ સીરીઝમાં તે રમશે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ છે. પેટ કમિન્સે ગ્રીનના રમવા પર શંકા વ્યક્ત કરી છે, આથી માની શકાય કે ગ્રીન સીરીઝમાં નહીં રમી શકે. ડૉક્ટરોનુ માનીએ તો ગ્રીનને હજુ સુધારો થવામાં એક અઠવાડિયાથી વધુનો સમય લાગી શકે છે.
ઉલ્લેખનીય છે કે, બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીમાં ભારત સામેની ટેસ્ટ સીરીઝ પહેલા કાંગારુ ટીમને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યાં છે, આ પહેલા ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્ક પણ નાગપુર ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે.
ડીડી સ્પૉર્ટ્સ પર થશે મેચોનું લાઇવ ટેલિકાસ્ટ -
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીની ચારેય મેચોનું ઓફિશિયલ બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પૉરટ્સ્ નેટવર્ક છે, પરંતુ આ ઉપરાંત ડીડી સ્પૉર્ટ્સ પર પણ ફેન્સ મેચને લાઇવ બ્રૉડકાસ્ટ જોઇ શકશે. ડીડી સ્પૉર્ટસ પર ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની મેચો જોવા માટે ફેન્સને પૈસા નહીં ચૂકવવા પડે. વળી, આ ઉપરાંત ડિઝ્ની+પ્લસ હૉટસ્ટાર પર ફેન્સ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકશે. જોકે, ડિઝ્ની+ હૉટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે ફેન્સને પૈસા આપવા પડશે, પરંતુ ડીડી સ્પૉર્ટ્સ પર ફેન્સ મફતમાં લાઇવ બ્રૉડકાસ્ટ જોઇ શકશે.
બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝનું શિડ્યૂલ -
9-13 ફેબ્રુઆરી - પ્રથમ ટેસ્ટ
17-21 ફેબ્રુઆરી - બીજી ટેસ્ટ
1-5 માર્ચ - ત્રીજી ટેસ્ટ
9-13 માર્ચ - ચોથી ટેસ્ટ