શોધખોળ કરો
Advertisement
ઐતિહાસિક જીત અપાવનારા પંતે જીત બાદ ઇમૉશનલ થઇને શું કહ્યું, કોનો માન્યો આભાર
ગાબામાં ભારતને પહેલીવાર ટેસ્ટ મેચ જીતાડ્યા બાદ પંતે કહ્યું- આ મારા જીવનની સૌથી મોટી ક્ષણ છે. હું એ વાતથી ખુશ છુ કે સપોર્ટ સ્ટાફ અને મારી ટીમના તમામ સાથીઓએ ત્યારે મારો સાથ આપ્યો જ્યારે હું રમી ન હતો રહ્યો. આ સપના જેવી સીરીઝ રહી
નવી દિલ્હીઃ ગાબા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં અણનમ 89 રનોની મહત્વપૂર્ણ ઇનિંગ રમીને ભારત જીત અપાવનારા પંતે એક મોટુ નિવેદન આપ્યુ છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ઇમૉશનલ થતા કહ્યુ કે, આ તેના જીવનની સૌથી મોટી પળ છે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 328 રનનો ટાર્ગેટ મુક્યો હતો, જેને ભારતે મેચની છેલ્લા દિવસે મંગળવારે સાત વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો. પંતને તેની બેસ્ટ ઇનિંગને લઇને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ગાબામાં ભારતને પહેલીવાર ટેસ્ટ મેચ જીતાડ્યા બાદ પંતે કહ્યું- આ મારા જીવનની સૌથી મોટી ક્ષણ છે. હું એ વાતથી ખુશ છુ કે સપોર્ટ સ્ટાફ અને મારી ટીમના તમામ સાથીઓએ ત્યારે મારો સાથ આપ્યો જ્યારે હું રમી ન હતો રહ્યો. આ સપના જેવી સીરીઝ રહી.
તેને કહ્યું- ટીમ મેનેજમેન્ટે હંમેશા મારો સાથ આપ્યો અને હંમેશા કહ્યું કે તુ મેચ વિનર ખેલાડી છે અને તારે ટીમ માટે મેચો જીતાડવાની છે. હું દરરોજ વિચારતો રહેતો હતો કે મારે ભારતને મેચ જીતાડવાની છે, અને આ આજે મે કરી બતાવ્યુ.
પંતે રમી ધારદાર ઇનિંગ
ભારતની ઐતિહાસિક જીતનો હીરો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત રહ્યો પંતે ગાબા ટેસ્ટમાં 138 બૉલ રમીને 89 રનની મહત્વની ઇનિંગ રમી, જેમાં તેને નવ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આની સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનારો ભારતીય વિકેટકીપર પણ બની ગયો હતો. પંતે આ સીરીઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. આ સીરીઝમાં તેના નામે 274 રન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement