શોધખોળ કરો

IND vs AUS T20I: 23 નવેમ્બરથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે 5 મેચની ટી20 સીરીઝ, જાણો શેડ્યૂઅલ અને લાઈવ સ્ટ્રીમિંગ વિશે

વર્લ્ડકપ 2023 પૂરો થયા બાદ ક્રિકેટ ફીવર ખતમ નહીં થાય. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બર, ગુરુવારથી 5 મેચની T20 શ્રેણી રમાશે.

AUS vs IND T20I:  વર્લ્ડકપ 2023 પૂરો થયા બાદ ક્રિકેટ ફીવર ખતમ નહીં થાય. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બર, ગુરુવારથી 5 મેચની T20 શ્રેણી રમાશે. જ્યારે શ્રેણીની છેલ્લી મેચ 03 ડિસેમ્બર, રવિવારે રમાશે. આ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતની ટીમની જાહેરાત હજુ બાકી છે. ઓસ્ટ્રેલિયાની કપ્તાની મેથ્યુ વેડ કરશે.

બીસીસીઆઈ ટૂંક સમયમાં ટીમની જાહેરાત કરી શકે છે. અહેવાલો અનુસાર, રૂતુરાજ ગાયકવાડ અથવા સૂર્યકુમાર યાદવ ભારતની કમાન સંભાળી શકે છે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ટીમના ઘણા સિનિયર ખેલાડીઓ આરામ લઈ શકે છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા સામે યુવા ખેલાડીઓની ટીમની જાહેરાત કરવામાં આવી શકે છે.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, તિલક વર્મા અને રેયાન પરાગ જેવા બેટ્સમેનોને ભારતીય ટીમમાં તક મળી શકે છે. જ્યારે સંજુ સેમસન વિકેટકીપર તરીકે વાપસી કરી શકે છે અને જીતેશ શર્મા બેકઅપ વિકેટકીપર બની શકે છે. મુકેશ કુમાર, અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈ જેવા બોલરોને બોલિંગમાં સામેલ કરવામાં આવી શકે છે.

તમે તેને લાઈવ ક્યાં જોઈ શકો છો ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી પાંચ મેચની T20 શ્રેણીનું ભારતમાં ટીવી પર સ્પોર્ટ્સ 18 નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema એપ પર કરવામાં આવશે.

શેડ્યૂલ આ પ્રમાણે છે

પ્રથમ મેચ- 23 નવેમ્બર, ગુરુવાર, રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
બીજી મેચ- 26 નવેમ્બર, રવિવાર, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ
ત્રીજી મેચ- 28 નવેમ્બર, મંગળવાર, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
ચોથી મેચ- 01 ડિસેમ્બર, શુક્રવાર વિદર્ભ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ, નાગપુર
પાંચમી મેચ- 03 ડિસેમ્બર, રવિવાર રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ.

T20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

મેથ્યુ વેડ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, ટિમ ડેવિડ, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, સીન એબોટ, જોશ ઈંગ્લિસ, તનવીર સંઘા, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, સ્પેન્સર જોન્સન, એડમ ઝમ્પા.

ભારતની સંભવિત ટીમ

સૂર્યકુમાર યાદવ, રુતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (wk), રવિ બિશ્નોઈ, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, તિલક વર્મા, જીતેશ શર્મા (wk), અર્શદીપ સિંહ, રિંકુ સિંહ, રાયન પરાગ, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ , મુકેશ કુમાર. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget