શોધખોળ કરો

IND vs AUS WTC Final: ઓસ્ટ્રેલિયા પહેલી ઈનિંગમાં 469 રને ઓલ આઉટ, સિરાજનો ઝંઝાવાત

ભારતીય ટીમ તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી હતી.

Australia Allo Out :  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો પ્રથમ દાવ બીજા દિવસની રમતમાં 469 રનમાં સમેટાઈ ગયો હતો. કાંગારૂ ટીમ માટે પ્રથમ દાવમાં ટ્રેવિસ હેડે સૌથી વધુ 163 રનની ઇનિંગ રમી હતી, જ્યારે સ્ટીવ સ્મિથની 121 રનની ઇનિંગ બેટિંગથી જોવા મળી હતી. ભારતીય ટીમ તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમનો સ્કોર 3 વિકેટના નુકસાને 327 રન હતો. આ પછી બીજા દિવસની રમતના પ્રથમ સેશનમાં ભારતીય બોલરોએ શાનદાર વાપસી કરી હતી અને કુલ 4 વિકેટ ઝડપી હતી. તેમાં ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની મુખ્ય વિકેટો પણ સામેલ હતી. બીજા દિવસે ભારતીય ટીમને પ્રથમ સફળતા ટ્રેવિસ હેડના રૂપમાં મળી, જે 163 રન બનાવીને આઉટ થયો હતો.

ત્યાર બાદ ટીમ ઈન્ડિયાને 376ના સ્કોર પર કેમરૂન ગ્રીનના રૂપમાં 5મી સફળતા મળી, જે માત્ર 6 રન બનાવીને મોહમ્મદ શમીનો શિકાર બન્યો. સ્ટીવ સ્મિથના રૂપમાં ભારતીય ટીમને 387ના સ્કોર પર છઠ્ઠી વિકેટ મળી હતી. સ્મિથ 121 રનની શાનદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. પ્રથમ સેશન સમાપ્ત થાય તે પહેલા ભારતીય ટીમને 7મી વિકેટ મિચેલ સ્ટાર્કના રૂપમાં મળી હતી જે 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

એલેક્સ કેરીએ 48 રનની ઇનિંગ રમી, મોહમ્મદ સિરાજની 4 વિકેટ

ઓસ્ટ્રેલિયા માટે નીચલા ક્રમમાં વિકેટ કીપર બેટ્સમેન એલેક્સ કેરીએ 48 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમીને ટીમના સ્કોરને 450થી આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કેરેએ કેપ્ટન પેટ કમિન્સ સાથે 8મી વિકેટ માટે 51 રનની મહત્વપૂર્ણ ભાગીદારી પણ કરી હતી. એલેક્સ કેરી અડધી સદીથી ચુકી ગયો હતો. તેણે 69 બોલમાં 48 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની 8મી વિકેટ એલેક્સી કેરીના રૂપમાં પડી હતી. રવિન્દ્ર જાડેજાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. કેરીના આઉટ થયા બાદ નાથન લાયન બેટિંગ કરવા આવ્યો છે. ડેવિડ વોર્નરે 43 રનનું યોગદાન આપ્યું હતું. 453ના સ્કોર પર કાંગારૂ ટીમને 8મો ફટકો લાગ્યો હતો. ત્યાર બાદ આખી ટીમ 469ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.

પ્રથમ દાવમાં ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુરે 2-2 જ્યારે રવિન્દ્ર જાડેજાએ પણ 1 વિકેટ લીધી હતી.

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Embed widget