IND vs AUS WTC Final 2023: પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલીયાના 327 રન, સ્મિથ સદી નજીક
IND vs AUS WTC Final 2023 Day 1 LIVE: અહીં તમને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

Background
પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલીયાના 327 રન
ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચના પ્રથમ દિવસની રમતના અંત સુધી 85 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 327 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે 156 બોલમાં 146 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથ 95 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ પહેલા ડેવિડ વોર્નર 43 રન અને લાબુશેન 26 રન બનાવીને આઉટ થયા હતા. ઉસ્માન ખ્વાજા શૂન્ય પર આઉટ થયો હતો. ભારત તરફથી મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી.
ટ્રેવિસ હેડની શાનદાર સદી
ટ્રેવિસ હેડએ પોતાની સદી પુરી કરી છે. તેણે 106 બોલમાં 100 રન બનાવ્યા હતા. હેડે 14 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી છે. ઓસ્ટ્રેલિયાએ 64.4 ઓવરમાં 233 રન બનાવ્યા છે. સ્મિથ અને હેડ વચ્ચે 157 રનની ભાગીદારી થઈ છે.
ઓસ્ટ્રેલિયાએ 57 ઓવરમાં 192 રન બનાવ્યા
ઓસ્ટ્રેલિયાએ 57 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડ 86 બોલમાં 77 રન બનાવીને રમી રહ્યો છે. સ્ટીવ સ્મિથે 127 બોલમાં 36 રન બનાવ્યા છે. આ બંને વચ્ચે 116 રનની ભાગીદારી થઈ છે.
ઓસ્ટ્રેલિયા તરફથી હેડે શાનદાર અડધી સદી ફટકારી
ઓસ્ટ્રેલિયા તરફથી શાનદાર બેટિંગ કરતા ટ્રેવિસ હેડે પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે 62 બોલમાં 52 રન બનાવીને રમી રહ્યો છે. હેડે 9 ચોગ્ગા ફટકાર્યા છે. સ્ટીવ સ્મિથ 32 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 85 રનની ભાગીદારી થઈ છે. ભારતીય બોલરો હજુ સુધી સ્મિથ અને હેડની જોડીને તોડી શક્યા નથી.
સ્મિથ અને હેડ વચ્ચે અડધી સદીની ભાગીદારી
ઓસ્ટ્રેલિયા માટે સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે અડધી સદીની ભાગીદારી પૂરી કરી છે. આ બંને બેટ્સમેન 86 બોલમાં 65 રન બનાવીને રમી રહ્યા છે. હેડે 37 રન અને સ્મિથે 28 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 38 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા છે.

