Ind Vs Ban 2nd Test Live Updates: બાંગ્લાદેશ 227 રનમાં ઓલઆઉટ, ઉમેશ યાદવ - અશ્વિનની 4-4 વિકેટ
બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે આ મેચમાં કુલદીપ યાદવને તક આપી નથી
LIVE
Background
બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે આ મેચમાં કુલદીપ યાદવને તક આપી નથી. કુલદીપની જગ્યાએ જયદેવ ઉનડકટને તક આપવામાં આવી છે. બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. તેનું કહેવું છે કે આ વિકેટ પર શરૂઆતના દિવસે બેટ્સમેનોને મદદ મળશે અને બાદમાં સ્પિનરોનો દબદબો રહેશે. બાંગ્લાદેશે આ ટેસ્ટ માટે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. ટીમ ઈન્ડિયામાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે.
બાંગ્લાદેશની ટીમ ફાયદામાં રહેશે
શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમની પીચ ખરેખર શરૂઆતના દિવસે બેટ્સમેનોને મદદ કરી રહી છે. આ પછી સ્પિનરોને અહી મદદ મળશે. અહીં ચોથી ઇનિંગ્સમાં સ્પિનરોનો સામનો કરવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરવું બાંગ્લાદેશ માટે ફાયદાકારક સોદો સાબિત થશે.
કુલદીપ યાદવ બહાર
ભારતીય ટીમમાં કુલદીપ યાદવને આ ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને ભારતીય ટીમે જયદેવ ઉનડકટને તક આપી છે. કેએલ રાહુલના મતે અહીંની વિકેટ મૂંઝવણભરી છે, વિકેટ પર ઘાસ છે અને આવી સ્થિતિમાં તેણે સ્પિનરને બદલે ફાસ્ટ બોલરને રમાડવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ બાંગ્લાદેશની ટીમમાં યાસિર અલી અને ઇબાદતની જગ્યાએ મોમિનુલ અને તસ્કીન અહેમદને પ્લેઇંગ-11માં સ્થાન આપવામાં આવ્યું છે.
ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન
કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, આર અશ્વિન, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.
બાંગ્લાદેશ 227 રનમાં ઓલઆઉટ
બાંગ્લાદેશની ટીમ 227 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. મોમીનુલ હકે સર્વાધીક 84 રન બનાવ્યા, ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને 4 - 4 વિકેટ લીધી. ટીમ ઈન્ડિયામાં 12 વર્ષ કમબેક કરનારા ગુજરાતી ક્રિકેટર જયદેવ ઉનડકટને પણ 2 સફળતા મળી હતી.
ટી બ્રેક પછીની રમત શરૂ થઈ ગઇ છે
ટી બ્રેક પછીની રમત શરૂ થઈ ગઇ છે. બાંગ્લાદેશનો સ્કોર 200 રનને પાર પહોંચ્યો છે. મોમિનુલ 75 અને મહેદી હસન મિરાજ 15 રને રમી રહ્યા છે.
લિટન દાસ આઉટ
બાંગ્લાદેશની અડધી ટીમ પેવેલિયન પરત ફરી છે. લિટન દાસને અશ્વિને આઉટ કર્યો હતો. લિટન દાસે 25 રન બનાવ્યા. બાંગ્લાદેશનો સ્કોર અત્યારે પાંચ વિકેટે 179 રન છે. મોમિનુલ હક 58 અને મેહદી હસન મિરાજ 0 રન પર રમી રહ્યા છે. રહીમે 46 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી.
બાંગ્લાદેશે અત્યાર સુધી બે વિકેટે 82 રન બનાવ્યા છે
પ્રથમ દિવસે લંચની જાહેરાત કરવામાં આવી છે. બાંગ્લાદેશે અત્યાર સુધી બે વિકેટે 82 રન બનાવ્યા છે. મોમિનુલ હક 23 અને શાકિબ અલ હસન 16 રને અણનમ છે
બાંગ્લાદેશે બે વિકેટ ગુમાવી
બાંગ્લાદેશે બે વિકેટ ગુમાવી દીધી છે. પ્રથમ ઝાકિર હસનને જયદેવ ઉનાડકટે આઉટ કર્યો હતો. તો બાદમાં અશ્વિને અન્ય ઓપનર નઝમુલ હુસૈનને પેવેલિયન ભેગો કર્યો હતો.