IND vs BAN: બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે ભારતે ટોસ જીતીને બોલિંગ લીધી, જુઓ પ્લેઈંગ ઈલેવન
IND vs BAN 2nd Kanpur Test: બાંગ્લાદેશ સામે કાનપુરમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
IND vs BAN 2nd Kanpur Test: બાંગ્લાદેશ સામે કાનપુરમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ભીના મેદાનને કારણે ટોસમાં 1 કલાકનો વિલંબ થયો હતો. ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ જીતી લીધી છે. હવે કાનપુરમાં રમાનારી બીજી ટેસ્ટ જીતીને ટીમ ઈન્ડિયા ક્લીન સ્વીપ કરવા માંગશે.
🚨 Team Update 🚨
— BCCI (@BCCI) September 27, 2024
An unchanged Playing XI for #TeamIndia 👌👌
Live - https://t.co/JBVX2gyyPf#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/u61vd44i1C
શ્રેણીની બીજી ટેસ્ટ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ પહેલા આ મેદાન પર છેલ્લી ટેસ્ટ નવેમ્બર 2021માં રમાઈ હતી. હવે ટીમ ઈન્ડિયા ફરી એકવાર કાનપુર પરત ફરી રહી છે.
બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન
શાદમાન ઇસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), મેહદી હસન મિરાજ, તૈજુલ ઇસ્લામ, હસન મહમૂદ, ખાલિદ અહેમદ.
2nd TEST. Bangladesh Playing XI: S. Islam, Z. Hasan, N. H. Shanto(c), M. Haque, M. Rahim, S. Al Hasan, L. Das(w), M. H. Miraz, K. Ahmed, H. Mahmud, T. Islam. https://t.co/VYXVdyN9Xf #INDvBAN @IDFCFIRSTBank
— BCCI (@BCCI) September 27, 2024
ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ
ઘરઆંગણે 18મી શ્રેણી જીતવા પર નજર છે
બાંગ્લાદેશના ઝડપી બોલરોએ પ્રથમ દિવસે ભારત પર દબાણ બનાવ્યું હતું, પરંતુ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ટીમે જે રીતે વાપસી કરી તે ટેસ્ટ ક્રિકેટમાં ખાસ કરીને ઘરેલું મેદાન પર તેનું પ્રભુત્વ દર્શાવે છે. ભારતની નજર હવે ઘરઆંગણે સતત 18મી શ્રેણી જીતવા પર છે.
ભારતીય ચાહકો કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખી રહ્યા છે. પ્રથમ ટેસ્ટ મેચમાં રોહિત અને વિરાટ ફ્લોપ રહ્યા હતા. આ મેચમાં બાંગ્લાદેશના ઝડપી બોલર હસન મહમૂદ અને તસ્કીન અહેમદે બોલરો માટેની અનુકૂળ પીચ પર સારી બોલિંગ કરી હતી. ગ્રીન પાર્કની વિકેટમાંથી સ્પિનરોને મદદ મળી રહી છે. શરૂઆતમાં ઝડપી બોલરોને થોડી મદદ મળે તેવી અપેક્ષા હોવા છતાં મેચ જેમ જેમ આગળ વધશે તેમ તેમ પીચ સ્પિનર્સને મદદ કરશે.
આ પણ વાંચો...