શોધખોળ કરો

IND vs BAN Kanpur Test: બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કરવા ઉતરશે ભારતીય ટીમ, આજે કાનપુરમાં રમાશે બીજી ટેસ્ટ

IND vs BAN Kanpur Test:ભારતીય ટીમ હાલમાં બાંગ્લાદેશ સામે ઘરઆંગણે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે, જેમાં પ્રથમ મેચ 280 રને જીતી હતી.

India vs Bangladesh Kanpur Test: ભારતીય ટીમ હાલમાં બાંગ્લાદેશ સામે ઘરઆંગણે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે, જેમાં પ્રથમ મેચ 280 રને જીતી હતી. હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે (India vs Bangladesh) શ્રેણીની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ આજથી (27 સપ્ટેમ્બર) કાનપુરના (Kanpur Test) ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ બીજી ટેસ્ટ જીતતાની સાથે જ બાંગ્લાદેશને સીરીઝમાં ક્લીન સ્વીપ કરશે.

આ ટેસ્ટ મેચ કાનપુરના ગ્રીન પાર્કમાં સવારે 9.30 કલાકે શરૂ થશે. ભારતે રવિચંદ્રન અશ્વિનના ઓલરાઉન્ડર દેખાવ, શુભમન ગિલ અને ઋષભ પંતની સદી, રવિન્દ્ર જાડેજાની સારી બેટિંગની મદદથી ચેન્નઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી હતી.

ઘરઆંગણે 18મી શ્રેણી જીતવા પર નજર છે

બાંગ્લાદેશના ઝડપી બોલરોએ પ્રથમ દિવસે ભારત પર દબાણ બનાવ્યું હતું, પરંતુ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ટીમે જે રીતે વાપસી કરી તે ટેસ્ટ ક્રિકેટમાં ખાસ કરીને ઘરેલું મેદાન પર તેનું પ્રભુત્વ દર્શાવે છે. ભારતની નજર હવે ઘરઆંગણે સતત 18મી શ્રેણી જીતવા પર છે.

ભારતીય ચાહકો કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખી રહ્યા છે. પ્રથમ ટેસ્ટ મેચમાં રોહિત અને વિરાટ ફ્લોપ રહ્યા હતા. આ મેચમાં બાંગ્લાદેશના ઝડપી બોલર હસન મહમૂદ અને તસ્કીન અહેમદે બોલરો માટેની અનુકૂળ પીચ પર સારી બોલિંગ કરી હતી.

ગ્રીન પાર્કની વિકેટમાંથી સ્પિનરોને મદદ મળી રહી છે. શરૂઆતમાં ઝડપી બોલરોને થોડી મદદ મળે તેવી અપેક્ષા હોવા છતાં મેચ જેમ જેમ આગળ વધશે તેમ તેમ પીચ સ્પિનર્સને મદદ કરશે.

આવી સ્થિતિમાં ભારત પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફાસ્ટ બોલરોને બદલે ત્રણ સ્પિનરોને સામેલ કરી શકે છે. આવી સ્થિતિમાં આકાશદીપના બદલે કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે

જો ભારત તેની બેટિંગને મજબૂત કરવા માંગે છે તો અક્ષર પટેલને કુલદીપ કરતાં પ્રાથમિકતા મળી શકે છે. ગ્રીન પાર્ક ખાતે અગાઉ 2021માં રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચમાં ભારત ત્રણ સ્પિનરો અશ્વિન, જાડેજા અને અક્ષર સાથે મેદાનમા ઉતર્યું હતું. ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી આ મેચ ડ્રો રહી હતી.

બાંગ્લાદેશની ટીમ બેટિંગમાં ફેરફાર કરી શકે છે

બાંગ્લાદેશના બેટ્સમેનો પ્રથમ ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા, જેને ધ્યાનમાં રાખીને તે પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે. તેના બેટ્સમેનો પ્રથમ દાવમાં ભારતના ઝડપી બોલિંગ આક્રમણનો સામનો કરી શક્યા ન હતા, જ્યારે બીજી ઈનિંગમાં અશ્વિનની સ્પિનનો તેમની પાસે કોઈ જવાબ નહોતો.

જો વરસાદમાં ધોવાઇ જશે કાનપુર ટેસ્ટ તો WTC પૉઇન્ટ ટેબલમાં ભારતને નુકસાન કે ફાયદો ? જાણો અહીં

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સરકારની લાલ આંખ!  Aadhaar અને  PAN કાર્ડના ડેટા લીક કરતી અનેક વેબસાઈટ કરી દીધી બ્લોક

Gujarat Rain Live Updates: રાજ્યના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ
Gujarat Rain Live Updates: રાજ્યના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ
IND vs BAN Kanpur Test: બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કરવા ઉતરશે ભારતીય ટીમ, આજે કાનપુરમાં રમાશે બીજી ટેસ્ટ
IND vs BAN Kanpur Test: બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કરવા ઉતરશે ભારતીય ટીમ, આજે કાનપુરમાં રમાશે બીજી ટેસ્ટ
Flipkart Big Billion Days Sale 2024 શરૂ, જાણો બેસ્ટ ઓફર્સ અને ડિસ્કાઉન્ટની જાણકારી
Flipkart Big Billion Days Sale 2024 શરૂ, જાણો બેસ્ટ ઓફર્સ અને ડિસ્કાઉન્ટની જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની બેટિંગ શરૂ | Abp AsmitaHun To Bolish | હું તો બોલીશ | કર્તવ્યનિષ્ઠાનું અજવાળુંHun To Bolish | હું તો બોલીશ | દવાનો બોગસ ડોઝSurat News | સુરતમાં અપ્રમાણસર મિલકત કેસમાં ACBની મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારની લાલ આંખ!  Aadhaar અને  PAN કાર્ડના ડેટા લીક કરતી અનેક વેબસાઈટ કરી દીધી બ્લોક
સરકારની લાલ આંખ! Aadhaar અને PAN કાર્ડના ડેટા લીક કરતી અનેક વેબસાઈટ કરી દીધી બ્લોક
Gujarat Rain Live Updates: રાજ્યના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ
Gujarat Rain Live Updates: રાજ્યના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ
IND vs BAN Kanpur Test: બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કરવા ઉતરશે ભારતીય ટીમ, આજે કાનપુરમાં રમાશે બીજી ટેસ્ટ
IND vs BAN Kanpur Test: બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કરવા ઉતરશે ભારતીય ટીમ, આજે કાનપુરમાં રમાશે બીજી ટેસ્ટ
Flipkart Big Billion Days Sale 2024 શરૂ, જાણો બેસ્ટ ઓફર્સ અને ડિસ્કાઉન્ટની જાણકારી
Flipkart Big Billion Days Sale 2024 શરૂ, જાણો બેસ્ટ ઓફર્સ અને ડિસ્કાઉન્ટની જાણકારી
કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન

Amazon Great Indian Festival Sale 2024 શરૂ, અહીં જાણો બેસ્ટ ડીલ્સ અને સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર્સ

Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ

Vrat Tahevar 2024: ઓક્ટોબરમાં દિવાળી,કરવા ચોથ,નવરાત્રી ક્યારે આવશે? જાણો આ મહિનાના વ્રત- તહેવારો

Embed widget