IND vs BAN: બાંગ્લાદેશ સામેની ટી20 સીરિઝમાં જોવા મળશે નવી ટીમ ઈન્ડિયા, આ 5 ખેલાડીઓને આરામ આપવામાં આવશે
IND vs BAN T20 Series: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 6 ઓકટોબરથી ત્રણ મેચોની ટી20 શ્રેણી રમાવવાની છે. આ શ્રેણીમાં ઘણા યુવા ખેલાડીઓને તક મળી શકે તેવી ઉમ્મીદ છે.
India Squad For T20 Series Against Bangladesh: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી બાદ ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાશે. આ શ્રેણી 6 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ મેચ ગ્વાલિયરમાં રમાશે. બીજી T20 મેચ 9 ઓક્ટોબરે દિલ્હીમાં અને ત્રીજી T20 મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે. અહીં જાણો T20 સિરીઝમાં ભારતીય ટીમમાં કયા 15 ખેલાડીઓને સ્થાન મળી શકે છે.
T20 શ્રેણીમાંથી ઘણા મોટા નામો ગાયબ હશે
જસપ્રિત બુમરાહ, ઋષભ પંત, શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ અને યશસ્વી જયસ્વાલ જેવા સ્ટાર ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની ટી20 શ્રેણીમાં જોવા મળશે નહીં. પીટીઆઈએ તેના એક અહેવાલમાં આવો દાવો કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટી-20 સિરીઝ આ ફાઈવ સ્ટાર ખેલાડીઓ વિના રમાશે. વાસ્તવમાં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ બાંગ્લાદેશ સામેની ટી20 સીરીઝ પછી તરત જ રમવાની છે. આ કારણે આ પાંચ ખેલાડીઓને ટી-20 શ્રેણીમાં આરામ આપવામાં આવશે.
ઈશાન કિશનની વાપસી શક્ય છે
રિપોર્ટ્સનું માનીએ તો વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝથી ટીમ ઈન્ડિયામાં પરત ફરશે. ઈશાન લગભગ 10 મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી. આ શ્રેણીમાં ઋતુરાજ ગાયકવાડને પણ તક મળે તેવી શક્યતા છે. આ સિવાય રિયાન પરાગ અને હર્ષિત રાણા જેવા યુવા ખેલાડીઓ ટીમ સાથે રહેશે. આ શ્રેણીમાં અભિષેક શર્માને પણ તક મળવાની આશા છે. અભિષેકને ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં તક મળી હતી, પરંતુ શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી.
બાંગ્લાદેશ સામેની T20 શ્રેણી માટે ભારતની સંભવિત 15 સભ્યોની ટીમ - સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રિંકુ સિંહ, રેયાન પરાગ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવી બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમાર.
આ પણ વાંચો : Commentators Salary: કોમેન્ટેટર્સ એક મેચમાંથી કેટલી કરે છે કમાણી? પગારની બાબતમાં રોહિત-વિરાટને પણ આપે છે ટક્કર
'નિવૃત્તિ આ દિવસોમાં મજાક..., શું રોહિત શર્મા T20માંથી નિવૃત્તિ પાછી લેશે? હિટમેને કરી મોટી જાહેરાત!